એપલના કો-ફાઉન્ડરે વર્ષો પહેલાં કંપનીનો દસ ટકા હિસ્સો 800 ડોલરમાં વેચ્યો હતો, આજે કિંમત છે 340 અબજ ડોલર
રોન વેનનો અત્યારનો ફોટો |
Apple Third Co-Founder: એપલના કો-ફાઉન્ડરે વર્ષો પહેલાં કંપની છોડી દીધી હતી અને કંપનીનો દસ ટકા હિસ્સો ફક્ત 800 અમેરિકન ડોલરમાં વેચી દીધો હતો. આ 800 ડોલરના હિસ્સાની રકમ આજે 340 અબજ ડોલર થાય છે. એપલના કો-ફાઉન્ડર રોન વેને એપલમાં તેનો શેર બારમી એપ્રિલ વેચી દીધા હતાં. અટારી કંપનીમાં કામ કરનાર સ્ટિવ વોઝનિયાકની સાથે રોન વેન કામ કરતો હતો. રોન, સ્ટિવ અને સ્ટિવ જોબ્સે મળીને કંપનીની શરૂઆત કરી હતી.
રોન પાસે સમય અને કંપનીમાં કામ કરવા માટે શક્તિ ન હોવાથી તેણે કંપનીમાં તેનો દસ ટકા હિસ્સો વેચી દીધો હતો અને પણ ફક્ત 800 ડોલર રૂપિયામાં. આ 800 ડોલરમાં ડીલને સાઇન કરવા માટે વધુ 1500 ડોલરનો ચેક પણ ચૂકવવામાં આવ્યો હતો. જોકે એ ઇન્વેસ્ટમેન્ટના આજે 340 અબજ ડોલર થયા હોત.
આ વિશે રોન વેને કહ્યું હતું કે ‘હું 40 વર્ષનો હતો અને આ બાળકો (સ્ટિવ વોઝનિયાક, સ્ટિવ જોબ્સ) 20 વર્ષના હતા. તેઓ પાગલની જેમ કામ કરતાં હતાં. મને એવું થતું હતું કે મારી પાછળ વાઘ દોડી રહ્યો છે અને મારે એના કરતાં વધુ સ્પીડમાં દોડવાનું છે. જો મેં એપલ સાથે રહેવાનું પસંદ કર્યું હોત તો આજે કબ્રસ્તાનમાં હું સૌથી પૈસાદાર માણસ હોત.’
એપલ કંપનીનો પહેલો ફોટો |
રોન વેન એપલના ત્રીજા કો-ફાઉન્ડર
એપલની હિસ્સેદારી વેચતા પહેલાં રોન દ્વારા કંપનીમાં ઘણી વાર ઇનવેસ્ટમેન્ટ કરવામાં આવ્યું હતું. રોન દ્વારા જ એપલનો પહેલો લોગો ડિઝાઇન કરવામાં આવ્યો હતો. એમાં આઇઝેક ન્યુટન ઝાડ નીચે બેઠા હોય છે અને તેના માથા પર સફરજન પડે છે. એની બોર્ડર પર ઇંગ્લિશ કવી વિલિયમ વર્ડ્સવર્થની કવિતા ‘ઝ પ્રેલ્યુડ’નો ક્વોટ “A mind forever wandering through strange seas of thought, alone.” લખવામાં આવ્યો હતો. ત્યાર બાદ આ લોગો ચેન્જ કરવામાં આવ્યો હતો અને આજે જે છે એ બનાવવામાં આવ્યો હતો. જોકે એના કલરમાં ઘણીવાર બદલાવ કરવામાં આવ્યો છે. એપલના ઇતિહાસમાં સૌથી પહેલો કોન્ટ્રેક્ટ પણ રોન દ્વારા જ લખવામાં આવ્યો હતો, જેમાં ત્રણેય કો-ફાઉન્ડર્સ શું કરશે એ પણ લખવામાં આવ્યું હતું. સ્ટિવ વોઝનિયાક ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગનું કામ જોશે. માર્કેટિંગનું કામ સ્ટિવ જોબ્સ જોશે. તેમ જ રોન વેન મિકેનિકલ એન્જિનિયરિંગ અને ડોક્યુમેન્ટેશનનું કામ કરશે.
આ પણ વાંચો: આઇફોન 16 સીરિઝ લોન્ચ થતાં જ આઇફોન 15ના ભાવ ઘટ્યાં, આ મોડલ્સ કરવામાં આવ્યા બંધ
સ્ટિવ જોબ્સ, સ્ટિવ વોઝનિયાક અને રોન વેન |
સ્ટિવ વોઝનિયાક અને સ્ટિવ જોબ્સ વિશે શું કહ્યું હતું રોન વેને?
એપલના ત્રણેય કો-ફાઉન્ડર વચ્ચે સારા રિલેશન હતા. જોકે સ્ટિવ જોબ્સ કરતાં સ્ટિવ વોઝનિયાકની સાથે વધુ ક્લોઝ હતા રોન વેન. સ્ટિવ વોઝનિયાક વિશે રોન વેને કહ્યું હતું કે ‘મારી લાઇફમાં હું જેટલાને મળ્યો છું માં તે ખૂબ જ વિનમ્ર વ્યક્તિ છે. તેની પર્સનાલિટી કોઈનું પણ દિલ જીતી લે એવી છે.’
સ્ટિવ જોબ્સ સાથે ડીલ કરવું તેમને ખૂબ જ મુશ્કેલ લાગતું હતું. આ વિશે રોન વેને કહ્યું હતું કે ‘તે ખૂબ જ ફોકસ રહેતો હતો. તેની અને તેણે કંઈ જગ્યાએ પહોંચવું છે એની વચ્ચે કોઈ પણ નહોતું આવી શકતું. જો કોઈ એવું કરવા ગયું તો તમારા ચહેરા પર એના પગના નિશાન તમને જોવા મળી શક્યા હોત. તમારી પાસે એક તરફ સ્ટિવ જોબ્સ હોય અને બીજી તરફ બરફનો ટૂકડો હોય. તો તમે બરફના ટૂકડાને તમારા શરીર પર ઘસતાં જોવા મળી શકો છો. જોકે એને કારણે જ એપલ આજે જે છે એ બની શકી છે.’
આ પણ વાંચો: એપલ મ્યુઝિકના પ્લેલિસ્ટને યૂટ્યુબ મ્યુઝિકમાં કેવી રીતે ટ્રાન્સફર કરશો?
રોન વેન દ્વારા લખવામાં આવેલો એપલ માટેનો પહેલો કોન્ટ્રેક્ટ |
કંપની છોડવાનો કોઈ પસ્તાવો નથી
રોન વેનને લાઇફમાં ક્યારેય કંપની છોડવાનો પસ્તાવો નથી થયો. એપલ કંપની જ્યારે 1980ની ડિસેમ્બરમાં પબ્લિક થઈ હતી કે સ્ટિવ જોબ્સ અને સ્ટિવ વોઝનિયાક બન્ને તરત જ મિલિયોનેર બની ગયા હતા. પૈસની બાબતમાં રોન વેન ભલે થોડા પાછળ રહી ગયા હોય, પરંતુ તેમણે લાઇફમાં એનો વસવસો નથી રાખ્યો. આ વિશે રોને કહ્યું હતું કે ‘મેં એ વિશો કોઈ ફરિયાદ નથી કરી એનું કારણ ખૂબ જ સરળ છે. કંપનીમાં જે પણ વસ્તુઓ ચાલી રહી હતી એને જોઈને હું પોતાની તબિયત હાથે કરીને ખરાબ કરું એ મારે પસંદ કરવું જોઈએ? હું બીમાર રહું એનો કોઈ મતલબ નથી. પોતેને પસંદ કરો અન લાઇફમાં આગળ વધો. ગયા દિવસને યાદ કરીને મારે મારી આવતીકાલને ખરાબ નથી કરવી. એનો મતલબ એ પણ નથી કે હું ઇમોશનલ વ્યક્તિ નથી અને મને કોઈ વાતનું દુખ નથી થતું. જોકે હું લાઇફમાં આગળ શું કરી શકુ એના પર ફોકસ કરું છું.’
વર્ષો બાદ સ્ટિવ જોબ્સે ફરી એપલની કમાન સંભાળી હતી ત્યારે તેમણે રોન વેનને સાન ફ્રાન્સિસ્કોમાં એપલના નવા મેક કમ્પ્યુટરની ઇવેન્ટના પ્રેઝન્ટેશનમાં આમંત્રિત કર્યા હતા. તેમના માટે ફર્સ્ટ-ક્લાસ પ્લેનની ટિકિટ મોકલવામાં આવી હતી અને સ્ટિવ જોબ્સનો ડ્રાઇવર તેમને એરપોર્ટથી લઈને આવ્યો હતો. એપલ દ્વારા તેમને લક્ઝરી રૂમમાં રાખવામાં આવ્યા હતા. ઇવેન્ટ બાદ સ્ટિવ જોબ્સ અને રોન અને સ્ટિવ વોઝનિયાકે લંચ સાથે કરીને જૂના દિવસોને યાદ કર્યાં હતા.