Get The App

એન્ટીટ્રસ્ટ કેસમાં ગૂગલને એપલનું સમર્થન, બંને કંપનીની ડીલથી એપલને વર્ષે 20 બિલિયન ડોલરનો ફાયદો

Updated: Dec 25th, 2024


Google NewsGoogle News
એન્ટીટ્રસ્ટ કેસમાં ગૂગલને એપલનું સમર્થન, બંને કંપનીની ડીલથી એપલને વર્ષે 20 બિલિયન ડોલરનો ફાયદો 1 - image


Apple Takes Google Side: અમેરિકન ગવર્મેન્ટના એન્ટીટ્રસ્ટ કેસમાં એપલ કંપની હવે ગૂગલની પેરન્ટ કંપની આલ્ફાબેટ કંપનીની સાઇડ લેવા જઈ રહી છે. ઓનલાઇન સર્ચને લઈને ગૂગલ પર તવાઈ આવી હતી. ઓનલાઈન સર્ચમાં ગૂગલ ડોમિનેટ કરી રહ્યું છે અને તેમાં હરીફાઈ જેવું કંઈ જ રહી નથી. આથી સરકાર દ્વારા ગૂગલને તેની કેટલીક સર્વિસ વેચી દેવાની ફરજ પાડવામાં આવી શકે છે, જેથી માર્કેટમાં હરીફાઈ રહે.

એપલ અને ગૂગલની ડીલ

એપલની તમામ ડિવાઇઝમાં ડિફોલ્ટ સર્ચ એન્જિન તરીકે ગૂગલને રાખવામાં આવે છે. આ માટે કંપનીને વર્ષે ઘણાં પૈસા મળે છે. આથી એપલ અને ગૂગલ તેમની ડીલને કાયમ રાખવા માગે છે. આ ડીલને બચાવવા માટે એપલ હવે ગૂગલનો પક્ષ લઈ રહ્યું છે. એપલની લીગલ ટીમ દ્વારા એ વાતની ખાતરી આપવામાં આવી છે કે સર્ચ એન્જિન બનાવવામાં એપલને કોઈ ઇન્ટરેસ્ટ નથી. 2022માં એપલને ગૂગલ સાથેની ડીલને કારણે 20 બિલિયન અમેરિકન ડોલરનો ફાયદો થયો હોવાની ચર્ચા હતી. આથી એપલને હવે 2025ના એપ્રિલમાં ગૂગલની ટ્રાયલમાં સાક્ષી તરીકે બોલાવવામાં આવ્યું છે.

ગૂગલ પર આરોપ

ગૂગલ પર આરોપ છે કે સર્ચ એન્જિનમાં તેની પોતાની મોનોપોલી છે. આથી, સરકાર દ્વારા ગૂગલ ક્રોમ બ્રાઉઝર અને એન્ડ્રોઇડ ઓપરેટિંગ સિસ્ટમને વેંચી દેવામાં આવે એવી ફરજ પાડવામાં આવશે એવી ચર્ચા છે. આ માટેની ટ્રાયલ હવે એપ્રિલમાં રાખવામાં આવી છે.

એન્ટીટ્રસ્ટ કેસમાં ગૂગલને એપલનું સમર્થન, બંને કંપનીની ડીલથી એપલને વર્ષે 20 બિલિયન ડોલરનો ફાયદો 2 - image

એપલે લીધી ગૂગલની સાઇડ

ગૂગલ જે રીતે કેસ લડી રહ્યું છે, તેને લઈને એપલે ચિંતા વ્યક્ત કરી છે. એપલનું માનવું છે કે ગૂગલે આ કેસ લડવા માટે પોતાની પૂરી તાકાત લગાવી દેવી જોઈએ. તેમ જ તેના બિઝનેસ યુનિટને તૂટતા અટકાવવું જોઈએ. એટલે કે, ગૂગલ ક્રોમ અને એન્ડ્રોઇડ ઓપરેટિંગ સર્વિસ તેમના હાથમાંથી ન નીકળી જાય, એવું ધ્યાન રાખવું જોઈએ.

આ પણ વાંચો: સિનિયર સિટીઝન અને 2G યુઝર્સ માટે ખુશખબર: હવે ફક્ત વોઇસ અને મેસેજ પ્લાન્સ પણ મળશે

ગૂગલનો જવાબ

ગૂગલે હાલમાં જ ટ્રાયલમાં ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસને કહ્યું હતું કે તેઓ અન્ય કંપનીઓ જેવી કે એપલ અને મોઝિલા સાથેની તેમની ડીલમાં બદલાવ કરવા તૈયાર છે. તેમ જ પેમેન્ટની જે સિસ્ટમ છે તેમાં પણ બદલાવ કરવા માટે તૈયાર છે. ગૂગલે એ પણ કહ્યું હતું કે આ બદલાવના પરિણામે તેમના દરેક યુઝરને મળતી સર્વિસ પર ખૂબ જ અસર પડશે. ગૂગલનું આ સજેશન કોર્ટ માન્ય રાખે તે શક્યતા ખૂબ જ ઓછી છે. આમ છતાં, જો કોર્ટ આને માન્ય રાખે તો પણ ગૂગલનું રેવેન્યુ શેરિંગ મોડલ છે તેમાં કોઈ બદલાવ જોવા નહીં મળે. ગૂગલને ડિફોલ્ટ સર્ચ તરીકે રાખવામાં આવે છે તેમાં જ બદલાવ જોવા મળી શકે છે.


Google NewsGoogle News