આઇફોનને હવે ડાઉનગ્રેડ નહીં કરી શકાય, જૂનું વર્ઝન ઇન્સ્ટોલ કરવાની પરવાનગી નહીં આપે એપલ
Stop Downgrading iPhone: એપલે હવે આઇફોન યુઝરની ઑપરેટિંગ સિસ્ટમને ડાઉનગ્રેડ કરવા પર પ્રતિબંધ મૂકી દીધો છે. એપલ દ્વારા હાલમાં જ iOS 17.6.1 રિલીઝ કરવામાં આવી હતી. આ રિલીઝ બાદ એને ઇન્સ્ટોલકર્યા બાદ હવે યુઝર્સ એને ડાઉનગ્રેડ નથી કરી શકતા. એપલ ઘણી વાર ડાઉનગ્રેડ પર પ્રતિબંધ લગાવે છે, પરંતુ એ પ્રતિબંધ વર્ષો જૂની iOS હોય તો એના પર હોય છે નહીં કે લેટેસ્ટ ઑપરેટિંગ સિસ્ટમ પર.
સિક્યોરિટી ફર્સ્ટ
એપલ દ્વારા આ પ્રતિબંધ લગાવવાનું કારણ સિક્યોરિટી છે. હાલમાં જ એન્ડ્રોઇડ અને એપલની ડિવાઇસમાં કેટલાક પ્રોબ્લેમ સામે આવ્યા હતા જેના કારણે હેકર્સ મોબાઇલને સરળતાથી હેક કરી શકે છે. આ માટે સરકાર દ્વારા સૂચના પણ આપવામાં આવી હતી. આ સૂચના બાદ એપલે તરત જ એ પ્રોબ્લેમનું સોલ્યુશન નવી અપડેટમાં લાવી દીધું હતું. આ અપડેટ બાદ જૂની અપડેટ પર પ્રતિબંધ લગાવી દીધો છે. કોઈ યુઝરે હવે જૂનું વર્ઝન નાખવું હોય તો પણ તે હવે એ નહીં કરી શકે. આથી યુઝરનો આઇફોન પ્રોટેક્ટેડ જ રહે. જો જૂનું વર્ઝન ઇન્સ્ટોલ કરવામાં આવે તો એમાં ફરી એ જ સિક્યોરિટી સમસ્યા રહે એથી જ એપલ દ્વારા પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે.
આ પણ વાંચો: હવે ઘરોની સુરક્ષા રોબોટ સંભાળશે, જાણો કોઈને પણ પોસાય એવા સસ્તા સિક્યોરિટી રોબોટની કિંમત
અન્ય કયા ઇશ્યુ સોલ્વ કર્યા
સિક્યોરિટીની સાથે ઘણાં યુઝર્સને એડ્વાન્સ ડેટા પ્રોટેક્શન ઓન અને ઓફ કરવામાં તકલીફ પડી રહી હતી. આ સમસ્યા દરેકને નહીં, પરંતુ કેટલાક લોકોને જ આવતી હતી. આ ફીચરનો ઉપયોગ કરતાં તેમને એરર આવી રહી હતી. ઘણાં યુઝરે આ ફીચરને ડિએક્ટિવેટ કર્યું હોવા છતાં આઇક્લાઉન્ડના ડેટામાં એ એક્ટિવેટ દેખાતું હતું.
ક્યારે આવશે નવી iOS 18?
આઇફોન સપ્ટેમ્બરમાં આઇફોન 16 લોન્ચ કરશે. આ મોબાઇલ લોન્ચ કરવાની સાથે નવી ઑપરેટિંગ સિસ્ટમને પણ લોન્ચ કરશે. આઇફોન લોન્ચ કર્યાના થોડા દિવસમાં એની ડિલીવર શરુ થશે. એ ડિલિવરી શરુ થવાની સાથે જ નવી ઑપરેટિંગ સિસ્ટમ iOS 18ને પણ યુઝર્સ ડાઉનલોડ કરી શકશે.
કેવી રીતે ઇન્સ્ટોલકરશો?
આ માટે સેટિંગ્સમાં જનરલમાં જઈને સોફ્ટવેર અપડેટ પર ક્લિક કરી નવું સોફ્ટવેર અપડેટ કરી શકાય છે જેમાં દરેક પ્રોબ્લેમના સોલ્યુશન આવી ગયા છે. આ સિવાય આઇફોનને લેપટોપ અથવા તો કોમ્પ્યુટરમાં કનેક્ટ કરી આઇટ્યુન્સ વડે પણ અપડેટ કરી શકાય છે.