Get The App

Apple નો મોટો નિર્ણય, બ્લોક થઈ આ પોપ્યુલર એપ, એન્ડ્રોઈડ યુઝર્સને લાગ્યો મોટો ઝટકો

આ App એપલ અને એન્ડ્રોઈડની વચ્ચે મેસેજિંગ બ્રિજ તરીકે કામ કરી રહી હતી

ગુગલના રિપોર્ટ પ્રમાણે આ પ્રકારની ટેક્નોલોજી તેના યુઝર્સ માટે ખતરનાક છે

Updated: Dec 11th, 2023


Google NewsGoogle News
Apple નો મોટો નિર્ણય, બ્લોક થઈ આ પોપ્યુલર એપ, એન્ડ્રોઈડ યુઝર્સને લાગ્યો મોટો ઝટકો 1 - image
Image Twitter 

તા. 11  ડિસેમ્બર 2023, સોમવાર 

એપલે એક મોટી કાર્યવાહી હાથ ધરતા Beeper Mini એપને બ્લોક કરી દીધી છે. હજુ ગયા મહિને લોન્ચ કરવામાં આવેલ આ એપને એન્ડ્રોઈડ યુઝર્સ વચ્ચે પોપ્યુલર થઈ રહી હતી. આ એપની મદદથી એન્ડ્રોઈડ યુઝર્સ એપલની iMessage સર્વિસને એક્સેસ કરી શકતા હતા. આ એપ અત્યારે મોટા લેવલ પર આઉટેઝનો સામનો કરી રહી છે. યુઝર્સ  તેમા હાલ મેસેજ સેન્ડ કે રિસીવ નથી કરી શકતા. બીપર મિની એપ બનાવવા માટે 16 વર્ષના ડેલવપરે એપલના iMessage સર્વર ઈન્જીનિયર્ડ કોડ દ્વારા કનેક્ટ કર્યુ હતું. 

ઈકોસિસ્ટમને લઈને વધુ એલર્ટ રહે છે એપલ 

આ એપ એન્ડ્રોઈડ યુઝર્સને iMessageની બ્લૂ બબલ મેસેજિંગ અને હાઈ- ક્વોલિટી મીડિયા શેયરિંગ સાથે સાથે એન્ડ ટુ એન્ડ ઓફર કરી રહી હતી. આ એપના વિચારને દુનિયાભરના યુઝર્સનું ધ્યાન ખેચ્યું છે, કારણે કે,આ App એપલ અને એન્ડ્રોઈડની વચ્ચે મેસેજિંગ બ્રિજ તરીકે કામ કરી રહી હતી.  જો કે, આ Appના ફ્યુચર બાબતે કોઈ કન્ફર્મ નહોતું, કારણ કે એપલ શરુઆતથી જ પોતાની ઈકોસિસ્ટમને લઈને ઘણા એલર્ટ છે. આ જ કારણે એપલ થર્ડ પાર્ટી એપ્લિકેશન માટે ક્યારેય iMessage APL ને રિલીઝ નથી કરી.

યુઝર્સ માટે ખતરનાક છે આવી ટેક્નોલોજી

ગુગલના રિપોર્ટ પ્રમાણે એપલે આ કન્ફર્મ કર્યુ છે કે, આ પ્રકારની ટેક્નોલોજી તેના યુઝર્સ માટે ખતરનાક છે. એપલે એક નિવેદનમાં કહ્યું હતુ કે, એપલ તેના પ્રોડક્ટસ અને સર્વિસને ઈન્ડસ્ટ્રી લીડિંગ પ્રાઈવસી અને સિક્યોરિટી ટેક્નોલોજીથી ડિઝાઈન કરે છે, જેથી કરીને તેમના ડેટાને કન્ટ્રોલ મળે તેમજ પ્રસનલ માહિતીને જાળવી રાખી શકાય. એપલે આગળ વધુ વાત કરતા કહ્યું કે, તેના કારણે iMessage ને એક્સેસ કરનાર ફેક એપને બ્લોક કરી દીધી છે.  


Google NewsGoogle News