Get The App

iOS 18.3માં બેટરી જલદી ઉતરી જાય છે? શું કારણ હોઈ શકે છે જાણો અને એને ફિક્સ કરો...

Updated: Jan 30th, 2025


Google NewsGoogle News


iOS 18.3માં બેટરી જલદી ઉતરી જાય છે? શું કારણ હોઈ શકે છે જાણો અને એને ફિક્સ કરો... 1 - image

iPhone iOS 18.3 Battery Issue: એપલ દ્વારા iOS 18.3 લોન્ચ કરવામાં આવ્યું છે, પરંતુ તેમાં પણ બેટરીની ખૂબ જ સમસ્યા છે. એપલ દ્વારા હાલમાં જ નવી અપડેટ લોન્ચ કરવામાં આવી છે. આ અપડેટમાં હજી પણ બેટરીનો સમસ્યાનો ઉકેલ નથી આવ્યો. જ્યારથી iOS 18 લોન્ચ થયું છે ત્યારથી યુઝર્સને બેટરીને લઈને સમસ્યા આવી રહી છે. આઇફોનની નવી ઓપરેટિંગ સિસ્ટમમાં ઘણા પ્રશ્નોનો ઉકેલ કરવામાં આવ્યો છે, પરંતુ બેટરી હજી પણ તેને ઝડપથી નીકળી જાય છે.

અપડેટ કરતી વખતે બેટરી ઉતરી જાય છે

ઘણાં યુઝરની એક ફરિયાદ છે કે ઓપરેટિંગ સિસ્ટમના અપડેટ પછી તેમની બેટરી તરત જ ઉતરી જાય છે. જોકે હકીકત એ છે કે ફોન જ્યારે અપડેટ થતો હોય ત્યારે એક સાથે ઘણી પ્રોસેસ ચાલતી હોય છે. આ પ્રોસેસમાં બેટરી પર ખૂબ જ લોડ આવે છે. પરિણામે બેટરી ઝડપથી ઉતરી જાય છે. જ્યારે એકવાર ફોન અપડેટ થઈ જાય છે અને નોર્મલ ટેમ્પરેચરમાં આવે છે, ત્યારે બેટરીની ક્ષમતા ફરી પહેલાં જેવી થઈ જાય છે. આથી હંમેશાં અપડેટ પછી ફોનને નોર્મલ ટેમ્પરેચરમાં લાવવો જરૂરી છે. જો યૂઝરને એવું લાગે છે કે તેમનો આઇફોન નોર્મલ હોવા છતાં વધુ બેટરીનો ઉપયોગ કરે છે, તો એ માટે સેટિંગ્સમાં જઈને બેટરી સેક્શનમાં પ્રવેશ કરીને કઈ ઍપ્લિકેશન કેટલા ટકા બેટરીનો ઉપયોગ કરે છે તે ચકાસવું. જો કોઈ ઍપ્લિકેશન એવી હોય કે જેનો ઉપયોગ ન કર્યો હોય છતાં તે બેટરીનો વધુ ઉપયોગ કરે છે, તો એમાં કોઈ સમસ્યા હોવાની શક્યતા છે અને સૌથી પહેલા તેને એકવાર ડિલીટ કરીને ફરી ઇન્સ્ટોલ કરવી જોઈએ.

iOS 18.3માં બેટરી જલદી ઉતરી જાય છે? શું કારણ હોઈ શકે છે જાણો અને એને ફિક્સ કરો... 2 - image

સેટિંગ્સમાં બદલાવ કરવો

નવી અપડેટ થયા પછી કેટલાક એવા સેટિંગ્સ છે જેને બદલવા જોઈએ. એ બદલાવથી યુઝરની બેટરીમાં સુધારો થઈ શકે છે. સ્ક્રીન બ્રાઇટનેસ ઓછી કરવા અથવા ઓટો મોડ પર કરી દેવું. આ કારણે યુઝરની બેટરીમાં ખાસ્સો બચાવ થશે. વાઇ-ફાઇ આસિસ્ટન્ટને બંધ કરી દેવું. આ ફીચરની મદદથી વાઇ-ફાઇ નબળું હોય ત્યારે મોબાઇલ નેટવર્કના ડેટાનો ઉપયોગ થાય છે. આ નેટવર્કનો ઉપયોગ થવાથી બેટરીનો વધુ ઉપયોગ થાય છે. આથી સેટિંગ્સમાં મોબાઇલ ડેટા અથવા સેલ્યુલરમાં જઈને વાઇ-ફાઇ આસિસ્ટન્ટને બંધ કરી દેવું. જો તેમ છતાં સમસ્યા આવી રહી હોય તો નેટવર્ક સેટિંગ્સને રીસેટ કરવી. ઘણીવાર નેટવર્ક સેટિંગ્સ રીસેટ કરતાં ઘણી સમસ્યાનું નિરાકરણ આવી જાય છે અને બેટરી લાઇફ સુધરી જાય છે. આ માટે સેટિંગ્સમાં જઈ જનરલમાં જઈને ત્યાં ટ્રાન્સફર અથવા રીસેટ આઇફોનમાં જઈને નેટવર્ક સેટિંગ્સને રીસેટ કરવું. ડાર્ક મોડ ઓન કરતાં પણ બેટરી લાઇફમાં ઘણો સુધારો જોવા મળે છે.

એપલ ઇન્ટેલિજન્સને કારણે બેટરીનો વધુ ઉપયોગ

એપલ ઇન્ટેલિજન્સ હવે બાયડિફોલ્ટ શરુ કરી દેવામાં આવ્યું છે. આથી યુઝર એનો ઉપયોગ ન કરી રહ્યો હોય તો પણ એપલ ઇન્ટેલિજન્સ સતત એક્ટિવ રહે છે. એ એક્ટિવ રહેવાને કારણે એની અસર બેટરીના પર્ફોર્મન્સ પર પડે છે. આથી જો એપલ ઇન્ટેલિજન્સના ફીચરનો ઉપયોગ ન કરતા હોવ તો એને બંધ કરી દેવું વધુ સારું છે.

આ પણ વાંચો: ડોનાલ્ડ ટ્રમ્પને 216 કરોડ રૂપિયા આપશે મેટા, 2021ના કેસનું સેટલમેન્ટ કર્યું

ઍપ્લિકેશન અપ-ટૂ-ડેટ રાખવી

ઘણી ઍપ્લિકેશન્સ એવી હોય છે કે આઉટડેટ થઈ જવાથી ખૂબ જ બેટરીનો ઉપયોગ કરે છે. આથી એને અપડેટ કરવી જરૂરી છે. જો ઍપ્લિકેશન અપ-ટૂ-ડેટ ન હોય તો એ જરૂર કરતાં વધુ બેટરીનો ઉપયોગ કરે છે. પરિણામે બેટરી લાઇફ ઓછી થાય છે. મોટાભાગના યુઝર્સ ઍપ્લિકેશન્સને રેગ્યુલર અપડેટ કરવાનું પસંદ નથી કરતાં. ઘણા યુઝર્સને કંટાળો આવે છે અને ઘણા યુઝર્સને એ વિશે યાદ પણ રહેતું નથી. પરંતુ ઍપ્લિકેશન્સને સતત અપડેટ રાખવાથી બેટરી પર ઘણી અસર પડે છે. આ માટે કઈ ઍપ્લિકેશન કેટલા કલાક અથવા મિનિટમાં કેટલા ટકા બેટરીનો ઉપયોગ કરે છે તે સેટિંગ્સમાં બેટરી સેક્શનમાં જોઈ શકાય છે. જો દરેક બાબતનું ધ્યાન રાખ્યા છતાં બેટરી તરત ઉતરી જતી હોય તો બેટરીની હેલ્થ ચકાસવી જરૂરી છે. જો બેટરી હેલ્થ પણ યોગ્ય હોય તો પછી નવી અપડેટની રાહ જોવાની સિવાય બીજો કોઈ વિકલ્પ નથી.


Google NewsGoogle News