Get The App

એપલ ઇન્ટેલિજન્સ થયું રિલીઝ: જાણો કેવી રીતે ઉપયોગ કરશો આ નવા ફીચરનો

Updated: Oct 29th, 2024


Google NewsGoogle News
એપલ ઇન્ટેલિજન્સ થયું રિલીઝ: જાણો કેવી રીતે ઉપયોગ કરશો આ નવા ફીચરનો 1 - image


Apple Intelligance: એપલ દ્વારા આઇફોન, આઇપેડ અને મેકમાં એપલ ઇન્ટેલિજન્સને રિલીઝ કરવામાં આવી છે. આ ફીચરને ઘણાં સમય પહેલાં લોન્ચ કરવામાં આવ્યું હતું, પરંતુ એની રિલીઝને ઘણો સમય લાગી ગયો છે. જોકે ફાઇનલી એને લોન્ચ કરવામાં આવ્યું છે. આ ફીચરનો ઉપયોગ કરવા માટે એને એક્ટિવેટ કરવું જરૂરી છે. આથી કઈ ડિવાઇઝમાં એનો ઉપયોગ કરી શકાશે અને કેવી રીતે કરી શકાશે તે વિશે માહિતી જોઈએ.

એપલ ઇન્ટેલિજન્સ

એપલ દ્વારા આઇફોનની iOS 18.1, આઇપેડની iPadOS 18.1 અને મેકની Sequoia 15.1 અપડેટ રિલીઝ કરવામાં આવી છે. આ અપડેટમાં એપલ ઇન્ટેલિજન્સનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે, જેની ઘણાં સમયથી રાહ જોવામાં આવી રહી હતી. આ એક આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ છે, જેને કંપનીએ એપલ ઇન્ટેલિજન્સ નામ આપ્યું છે. આ ફીચરની મદદથી યુઝરના ઘણાં કામ સરળ થઈ શકે છે, જેમ કે ઇમેલ લખવા, ફોટો એડિટ કરવા, સર્ચ કરવું, અને વોઇસ આસિસ્ટન્સનો ઉપયોગ કરવો.

કયા ડિવાઇઝમાં ઉપયોગ થઈ શકશે?

એપલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ આઇફોન સીરિઝ 16, આઇફોન 15 પ્રો, અને આઇફોન 15 પ્રો મેક્સમાં થઈ શકશે. આઇપેડમાં A17 પ્રો અથવા M1 પ્રોસેસર કે ત્યારબાદના પ્રોસેસરમાં આ ફીચર ઉપલબ્ધ છે. મેકમાં M1 અને ત્યારબાદના દરેક પ્રોસેસરમાં આ ફીચરનો ઉપયોગ થઈ શકશે.

લોકલ ભાષાનો સપોર્ટ

હાલમાં એપલ ઇન્ટેલિજન્સ બીટા વર્ઝનમાં હોવાથી ફક્ત અમેરિકન ઇંગલિશ ભાષાનો જ સપોર્ટ છે. ડિસેમ્બરમાં આ ઓસ્ટ્રેલિયા, કેનેડા, આયર્લેન્ડ, ન્યુઝીલેન્ડ, સાઉથ આફ્રિકા અને યૂકેના ઇંગલિશને સપોર્ટ મળશે. ચાઇનીઝ, ઇંગલિશ ઇન્ડિયા, ઇંગલિશ સિંગાપોર, ફ્રેન્ચ, જર્મન, ઇટાલિયન, જાપાનીઝ, કોરિયન, પોર્ટુગીઝ, સ્પેનિશ, વિયેતનામીઝ અને અન્ય ભાષાઓને સપોર્ટ એપ્રિલ બાદ આપવામાં આવશે.

એપલ ઇન્ટેલિજન્સ થયું રિલીઝ: જાણો કેવી રીતે ઉપયોગ કરશો આ નવા ફીચરનો 2 - image

એપલ ઇન્ટેલિજન્સના મહત્ત્વના ફીચર્સ

એપલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ ઓપરેટિંગ સિસ્ટમમાં કરવામાં આવ્યો છે. આથી એનો ઉપયોગ ઇમેલ, મેસેજિસ, નોટ્સ, પેજિસ અને થર્ડ પાર્ટી એપ્લિકેશન જેવી કે વોટ્સએપ વગેરેમાં પણ કરી શકાશે.

સિરી: નવી અપડેટમાં સિરીને વધુ નેચરલ બનાવવામાં આવી છે, જેથી યુઝરને એવું લાગશે કે તે વ્યક્તિ સાથે વાત કરી રહ્યો છે. સિરીને નવી ડિઝાઇન અને લુક આપવામાં આવ્યું છે. સિરી જ્યારે ચાલુ થાય ત્યારે તેની આસપાસ એક ખાસ પ્રકારની લાઇટ જોવા મળશે. આ ઉપરાંત સિરીને આઇફોન, આઇપેડ અને મેકમાં ગમે ત્યાં મૂકી શકાશે. ડિવાઇઝમાં કોઈ પણ કામ કરતી વખતે પણ તેને સ્ક્રીન પર એડજસ્ટ કરી શકાશે.

ફોટો એપ: એપલની ફોટો એપ હવે વધારે ઇન્ટેલિજન્ટ બની ગઈ છે. હવે યુઝર કોઈ પણ ફોટો શોધવા માટે તેને સર્ચમાં ટાઇપ કરવાથી જ તે ફોટો મળી જશે. આ સાથે જ ફોટો અને ટ્રિપ અનુસાર નવી મેમરીઝ પણ ઓટોમેટિક બનાવી આપે છે. ફોટો એડિટ માટે ક્લીન-અપ ટૂલનો ઉપયોગ કરી શકાય છે, જે ફોટોમાંથી નકામી વસ્તુઓ દૂર કરવા માટે છે.

કોલ રેકોર્ડિંગ: એપલના ફીચર્સમાં એક મોટો અભાવ કોલ રેકોર્ડિંગનો હતો, જે હવે એપલ દ્વારા લોન્ચ કરવામાં આવ્યો છે. આથી હવે ખાસ કરીને કોઈ મહત્વની વાત હોય અને તેને સાચવવાની જરૂર હોય ત્યારે આ ફીચર ખૂબ જ કામ આવે છે. ઉદાહરણ તરીકે, દિવાળી માટે કોઈ વાનગીની રેસિપી હોય અને એ ટાઇપ કરવાની જગ્યાએ ફોન પર કહી દે તો તેને રેકોર્ડ કરી શકાય છે અને પછી જરૂર પડ્યે ફરીથી તેનો ઉપયોગ કરી શકાય છે. આ ફીચરનો ઉપયોગ કરવા માટે સેટિંગ્સમાં જઈને ફોન એપ્લિકેશનમાં કોલ રેકોર્ડિંગ ઓન કરવું. ફોન પર કોઈ પણ कॉल આવશે અથવા કરશો ત્યારે, ચાલુ ફોનમાં ડાબી બાજુ ટોચ પર બટન હશે, જે કલીક કરતા જ રેકોર્ડિંગ શરૂ થઈ જશે.

આ પણ વાંચો: Google ચૂકવશે 21790 કરોડનો દંડ, વેબસાઈટને ખોટો રેન્ક આપવાના 15 વર્ષ જૂના કેસમાં બ્રિટનના કપલની જીત

કેવી રીતે ઉપયોગ કરશો એપલ ઇન્ટેલિજન્સનો?

એપલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરવા માટે અપડેટ કરી લેવું પૂરતું નથી. આ માટે આઇફોન, આઇપેડ અને મેક યુઝરે તેને એક્ટિવેટ કરવું પડે છે. સેટિંગ્સમાં જઈને એપલ ઇન્ટેલિજન્સ અને સિરી ઓપ્શન પર જવું. ત્યાર બાદ એપલ ઇન્ટેલિજન્સ ટેબમાં 'Join' પર ક્લિક કરવું. આ રીતે યુઝર વેઇટિંગ લિસ્ટમાં જશે. એક વાર ડિવાઇઝને એક્સેપ્ટ કર્યા બાદ, એપલ ઇન્ટેલિજન્સ પ્રીપેરિંગ મોડમાં જશે અને તે પ્રોસેસ પૂર્ણ થયા બાદ એક્ટિવેટ થશે.


Google NewsGoogle News