Get The App

માર્ચ સુધીમાં ભારતમાં છ લાખ જોબ ઊભી કરશે એપલ, ચીન થશે સાઇડલાઇન

Updated: Aug 27th, 2024


Google NewsGoogle News
માર્ચ સુધીમાં ભારતમાં છ લાખ જોબ ઊભી કરશે એપલ, ચીન થશે સાઇડલાઇન 1 - image


Apple Offer Jobs: એપલ હવે ચીનને સાઇડલાઇન કરીને ભારતમાં છ લાખ જોબ ઊભી કરવાની તૈયારી કરી રહ્યું છે. એ પણ આગામી છ મહિનાની અંદર. એપલ ઇન્ડિયામાં પોતાનું મેન્યુફેક્ચરિંગ યુનિટ નાખી રહ્યું છે. આ પ્લાન્ટમાં ડાયરેક્ટ બે લાખ જોબ ઊભી થશે અને એમાં 70 ટકા મહિલાઓ હશે. આ સાથે જ માર્ચ સુધીમાં એપલની ઇકોસિસ્ટમ એટલે કે સપ્લાયર્સ અને દરેક નાના-મોટા થર્ડ પાર્ટી કામને ગણવામાં આવે તો છ લાખ જોબ ઊભી થશે.

ફોક્સકોન ઇન્ડિયા, વિસ્ટ્રોન અને પેગાટ્રોન દ્વારા ઇન્ડિયામાં 80,872 જોબ ઊભી કરવામાં આવી છે. તેમ જ ટાટા ગ્રુપ, સેલકોમ્પ, મધરસન, ફોક્સલિન્કે તમિલનાડુમાં, ઉત્તરપ્રદેશમાં સનવોડા, હરિયાણામાં ATL અને મહારાષ્ટ્રમાં જબિલ દ્રવા 84000 જોબ ઊભી કરવામાં આવી છે. 

માર્ચ સુધીમાં ભારતમાં છ લાખ જોબ ઊભી કરશે એપલ, ચીન થશે સાઇડલાઇન 2 - image

છેલ્લા થોડા વર્ષમાં એપલ દ્વારા ઇન્ડિયામાં ઘણી જોબ શરુ કરવામાં આવી છે. એપલ દ્વારા ખૂબ જ સારી જોબની તક પૂરી પાડવામાં આવી છે અને એમાં પણ વધારો થવા જઈ રહ્યો છે. એપલ આ વર્ષે પહેલી વાર ભારતમાં આઇફોન 16 પ્રો વર્ઝનને મેન્યુફેક્ચર કરવા જઈ રહ્યું છે. આ પ્રોડક્શન માટે ટાટા ગ્રુપ 50000 વધુ લોકોને જોબની તક પૂરી પાડશે.

આ પણ વાંચો: ઘરની સુરક્ષા માટે ટેબલટોપ રોબોટ બાદ વાસણ અને કપડાં ધોવા માટે પણ રોબોટ બનાવશે એપલ

ઑક્ટોબરથી શરુ થઈ રહેલા આ પ્રોડક્શનમાં ધીમે-ધીમે કર્મચારીઓને હાયર કરવામાં આવશે. ઇલેક્ટ્રોનિક સેક્ટરમાં તો જોબ વધી રહી છે, પરંતુ એ સાથે જ અન્ય ત્રણ સેક્ટરમાં પણ નોકરી વધશે. એપલ તેનું ચીનમાં જે વર્કિંગ મોડલ છે એને અહીં કોપી કરી રહ્યું છે. છેલ્લા 25 વર્ષમાં એપલે ચીનમાં 40 લાખ જોબ પૂરી પાડી છે. જો કે હવે એ મોડલ ભારતમાં કોપી કરીને ધીમે-ધીમે અહીં પ્રોડક્શન વધારવામાં આવશે. એપલ ફક્ત ચીનના પ્રોડક્શન પર નિર્ભર રહેવાની જગ્યાએ હવે તેઓ અન્ય પ્લાન્ટ પર વધુ ફોક્સ કરી રહ્યા છે.


Google NewsGoogle News