સ્માર્ટવોચ માર્કેટમાં નંબર વન નથી રહ્યું એપલ, Huawei કેવી રીતે બાજી મારી ગયુ એ જાણો...
SmartWatch Market: સ્માર્ટવોચની વાત હોય ત્યારે એપલનું નામ મોખરે આવતું હતું. જોકે હવે આ માર્કેટમાં એપલ પહેલા ક્રમે નથી રહ્યું. એપલને પછાડીને Huawei હવે પહેલા ક્રમે આવી ગઈ છે. ચાઇનીઝ કંપનીએ 2024ના પહેલા નવ મહિનામાં સ્માર્ટવોચ અને ફિટનેસ બેન્ડ્સનું જે સેલિંગ કર્યું છે તેના આધારે એ પહેલા ક્રમે આવી ગઈ છે.
માર્કેટમાં દબદબો
ગ્લોબલ સ્માર્ટવોચ ઇન્ડસ્ટ્રીમાં આ ખૂબ જ મોટી સિદ્ધિ માનવામાં આવી રહી છે. સ્માર્ટવોચમાં એપલનો દબદબો હતો, પરંતુ હવે Huaweiની પકડ જોવા મળી રહી છે. Huawei દ્વારા માર્કેટ વધારવામાં આવ્યું છે અને તેમણે ઘણી પ્રોડક્ટ્સ નવી લોન્ચ કરી છે. કંપનીએ GT5 અને GT5 પ્રો સ્માર્ટવોચ લોન્ચ કરી છે, જેમાં હેલ્થ-ટ્રેકિંગની ક્ષમતા ખૂબ જ વધુ હોવાથી તેને ખરીદનારા વધુ જોવા મળી રહ્યાં છે. આ સાથે જ Huawei દ્વારા એશિયા-પેસિફિક, લેટિન અમેરિકા અને મિડલ ઇસ્ટમાં તેમની પ્રોડક્ટ્સ લોન્ચ કરી છે. સ્થાનિક બજારને ધ્યાનમાં રાખીને તેમણે વોચને કસ્ટમાઇઝ કરવાનો ઓપ્શન પણ આપ્યો છે. આ માર્કેટિંગ સ્ટ્રેટેજી અમેરિકામાં અને ભારતમાં પણ કામ કરી ગઈ છે.
હરીફાઇ વધી
જુલાઈથી ઓક્ટોબર સુધીમાં વોચ સિરીઝ ખૂબ જ વેંચાઈ હતી. આઇવોચ 10 બાદ માર્કેટમાં તેની બોલબાલા હતી, પરંતુ હવે ખૂબ જ વધુ હરીફાઇ જોવા મળી રહી છે. હરીફ કંપનીઓ દ્વારા એપલને ખૂબ જ સારી એવી ટક્કર આપવામાં આવી રહી છે. આ હરીફાઇને કારણે સ્માર્ટવોચમાં એપલની જે પકડ હતી તે ઢીલી થઈ ગઈ છે. ટેક્નોલોજીના નિષ્ણાતોનું કહેવું છે કે એપલ દ્વારા માર્કેટમાં ટકી રહેવા માટે નવી આઇડિયા અને ડિઝાઇનની જરૂર છે.
આ પણ વાંચો: ટેક્નોલોજીની કમાલ: મર્ડર મિસ્ટ્રીનો ઉકેલ ગૂગલ મેપ્સ દ્વારા, જાણો કેવી રીતે?
ચીનનો પ્રભાવ
દુનિયાભરના દેશોમાં સ્માર્ટવોચ માર્કેટમાં ચીનનો પ્રભાવ જોવા મળી રહ્યો છે. આ વર્ષે જેટલાં પણ સ્માર્ટવોચ છે, તેમાં 20 ટકા વધારો થયો છે. ચીન હવે સ્માર્ટવોચનું પ્રોડક્શનની સાથે એનું શિપમેન્ટ પણ વધારી રહ્યું છે. આ જ કારણ છે કે હવે દુનિયાભરના દેશોમાં Huaweiની પ્રોડક્ટ્સ વધુ જોવા મળી રહી છે. આ સાથે જ ચીનની જેટલી પણ સ્માર્ટવોચ કંપની છે, તેમની ડિઝાઇન પણ એટલી જ અવનવી છે. આ કારણસર, યુઝર્સને તેમની પસંદીદા ડિઝાઇન મળી રહેતી હોવાથી પણ એનું વેચાણ વધી રહ્યું છે. શાઓમી અને સેમસંગ પણ હવે તેમના વોચને અફોર્ડેબલ બનાવી રહી છે. આ જ કારણ છે કે હવે માર્કેટમાં તેમના વોચ ખરીદનારા યુઝર્સની સંખ્યા પણ વધી રહી છે.