એપલના પ્રથમ ફોલ્ડેબલ આઇફોનમાં હશે ચાઇનિઝ લેન્સ ટૅક્નોલૉજી ગ્લાસ: 2026માં થશે લોન્ચ
Foldable iPhone: એપલ દ્વારા પહેલા ફોલ્ડેબલ આઇફોન પર કામ કરવામાં આવી રહ્યું છે અને એમાં ચાઇનિઝ લેન્સ ટૅક્નોલૉજી ગ્લાસનો સમાવેશ કરવામાં આવશે એવી ચર્ચાએ જોર પકડ્યું છે. એપલ દ્વારા છેલ્લા ઘણાં સમયથી વિવિધ વસ્તુ માટે પેટન્ટ કરાવવામાં આવી રહી છે. આ પેટન્ટને લઈને લોકોમાં હવે કૂતુહલ વધ્યું છે. મોટાભાગની કંપનીઓ તેમના પ્લાન વિશે મૌન સાધે છે અને એપલ એમાંની એક છે.
એપલના ફોલ્ડેબલ આઇફોનને લઈને હાલમાં એક માહિતી લીક થઈ છે. તેમાં એની સ્પેસિફિકેશન વિશે જણાવવામાં આવ્યું છે. એપલ 2026માં તેના આઇફોનને લોન્ચ કરશે ત્યારે જ ફોલ્ડેબલ ફોનને પણ લોન્ચ કરશે. જો કે તેમાં ચાઇનિઝ લેન્સ ટૅક્નોલૉજી ગ્લાસનો સમાવેશ કરવામાં આવશે. તેમાં અલ્ટ્રા થીન ગ્લાસનો ઉપયોગ કરવામાં આવશે. આ માટે કંપની દ્વારા તે એપલને સપ્લાય કરવામાં આવશે. આ કંપની ચાઇનિઝ સ્માર્ટફોન કંપનીઓમાં પણ ગ્લાસ પહોંચાડે છે. તેમણે આ ગ્લાસ બનાવવામાં મહારત મેળવી છે. તેમના ગ્લાસ પર ખૂબ જ ઓછી ક્રેક પડે છે અને એ મજબૂત પણ હોય છે.
એપલ દ્વારા આ ટૅક્નોલૉજીને મહત્ત્વ આપવામાં આવી રહ્યું છે. આ પાછળનું કારણ સેન્ટ્રલ સ્ક્રીનનું એકદમ પાતળી હોવું છે. જો એ પાતળી હોય તો એપલ સંપૂર્ણ સ્ક્રીનની જાડાઈ વધારી શકે છે. આ માટે લેન્સ ટૅક્નોલૉજી 70 ટકા સપ્લાય પૂરો પાડશે. બાકીના 30 ટકા કોરિયન કંપની દ્વારા સપ્લાય પૂરો પાડવામાં આવશે. આ સાથે જ સેમસંગ દ્વારા ફોલ્ડેબલ પેનલ પૂરી પાડવામાં આવશે. પેનલ માટે ફક્ત સેમસંગનો સપોર્ટ લેવામાં આવ્યો છે. એલજી ડિસ્પ્લે પણ આ ફોલ્ડેબલ ફોન માટે સ્ક્રીનની સપ્લાય કરી શકે છે.
આઇફોન ફોલ્ડેબલને જ્યારે અનફોલ્ડ કરવામાં આવશે ત્યારે એની સાઇઝ 12 ઇંચની હોવાની કહેવામાં આવી છે. 6.1 ઇંચની એક સ્ક્રીન હશે અને તેને ફોલ્ડ કરતાં એ 12 ઇંચની થશે એવું કહેવામાં આવી રહ્યું છે. આ આઇફોન જ્યારે ફોલ્ડેડ હશે ત્યારે 9.2 mmનો હશે અને જ્યારે અનફોલ્ડ કરવામાં આવશે ત્યારે 4.6 mmનો હશે. જો આ ન્યૂઝ સાચા હોય તો એપલ M4 આઇપેડ પ્રો અને અન્ય ફોલ્ડેબલ સ્માર્ટફોન કરતાં પણ એ એકદમ પાતળી હશે.
આ પણ વાંચો: સોનિક બૂમ વગર અવાજની ગતિ કરતાં વધુ ઝડપે ઊડ્યું એરક્રાફ્ટ, જાણો કેવી રીતે થયું આ શક્ય…
ફોલ્ડેબલ આઇફોન પહેલાં સેમસંગ ગેલેક્સી Z ફ્લિપની જેમ ફોલ્ડ થશે એવી ચર્ચા હતી, પરંતુ હવે એવી ચર્ચા છે કે બૂકને જે રીતે ઓપન કરવામાં આવે છે તે રીતે એ ઓપન થશે. એપલ આ માટે વિવિધ પ્રકારના હીન્જ(મિજાગરા)ને લઇને એક્સપેરિમેન્ટ કરી રહ્યું છે, પરંતુ કઈ ડિઝાઇનને ફાઇનલ કરવામાં આવે તે જોવું રહ્યું છે.'