હવે ઘરોની સુરક્ષા રોબોટ સંભાળશે, જાણો કોઈને પણ પોસાય એવા સસ્તા સિક્યોરિટી રોબોટની કિંમત

Updated: Aug 17th, 2024


Google NewsGoogle News
હવે ઘરોની સુરક્ષા રોબોટ સંભાળશે, જાણો કોઈને પણ પોસાય એવા સસ્તા સિક્યોરિટી રોબોટની કિંમત 1 - image


Apple Robot: એપલ હાલમાં તેના રોબોટ પર કામ કરી રહી છે. આ એક ટેબલટોપ રોબોટ છે એટલે કે ટેબલ પર મુકી શકાય એવો નાનો. આ રોબોટમાં આઇપેડ જેવી ડિસ્પ્લે છે અને હાથ પણ જોવા મળશે. આ રોબોટના હાથ ચારે દિશામાં બધી બાજુ 360 ડિગ્રીએ ફરશે. મોબાઇલ અને ટેબ્લેટ બાદ હવે રોબોટ તરફ દુનિયા વળી રહી છે. ઘરમાં કામ કરવા માટે રોબોટની જરૂર પડી શકે છે. જોકે આ રોબોટ દરેક કામ નહીં કરી શકે, પરંતુ ઘરની સિક્યોરિટીનું કામ જરૂર કરી શકે છે.

મલ્ટીપર્પઝ રોબોટ

એપલ જે રોબોટ પર કામ કરી રહી છે એ એક કરતાં વધુ કામ કરતાં જોવા મળશે. એ રોબોટ સ્માર્ટ હોમ ડિવાઇઝને કન્ટ્રોલ કરતાં જોવા મળશે. લાઇટ ચાલુ કરવાથી લઈને, એસી ચાલું કરવું કે ટીવી ચાલુ કરવું એક રૂમમાં હોય તો અન્ય રૂમની લાઇટ બંધ કરવી વગેરે જેવું કામ આ રોબોટ કરશે. આ સાથે તે વીડિયો કોન્ફરન્સ પણ કરશે જેથી આપણે કેમેરો સાથે લઈને ચાલવાની અથવા તો એક જગ્યાએ બેસવાની જરૂર નહીં પડે. આ તમામથી ઉપર આ રોબોટ ઘરની સિક્યોરિટી પણ કરશે. એટલે કે ઘરમાં સ્માર્ટ લોક હશે તો એની પણ દેખરખ આ રોબોટ રાખશે.

આ પણ વાંચો: આઇફોનને હવે ડાઉનગ્રેડ નહીં કરી શકાય, જૂનું વર્ઝન ઇન્સ્ટોલ કરવાની પરવાનગી નહીં આપે એપલ

હવે ઘરોની સુરક્ષા રોબોટ સંભાળશે, જાણો કોઈને પણ પોસાય એવા સસ્તા સિક્યોરિટી રોબોટની કિંમત 2 - image

સિરી અને એપલ ઇન્ટેલિજન્સ પણ હશે

આ રોબોટમાં સિરી હશે જે યુઝર્સ સાથે વાતચિત કરશે. યુઝરના કમાન્ડને સાંભળી એને ફોલો કરવાનું કામ સિરીના માધ્યમથી કરવામાં આવશે. આ સાથે જ એપલે તેની વર્લ્ડ વાઇડ ડેવલપર કોન્ફરન્સમાં એપલ ઇન્ટેલિજન્સને લોન્ચ કર્યું હતું. આ ફીચર પણ આ રોબોટમાં જોવા મળી શકે એવું લાગી રહ્યું છે. આ ફીચર માટે એપલ મહિને 1500 રૂપિયા ચાર્જ કરશે એવી ચર્ચા છે. જોકે પહેલાં ત્રણ વર્ષ સર્વિસ ફ્રીમાં આપશે એવી પણ વાતો ચાલી રહી છે.

આ પણ વાંચો: ઇન્સ્ટાગ્રામની જેમ વોટ્સએપમાં આવશે હવે સ્ટોરી લાઇક બટન અને ચેટ થીમ

કાર પ્રોજેક્ટ અને વિઝન પ્રો પર ફરી વળ્યું પાણી

એપલ તેના કાર પ્રોજેક્ટ પર કામ કરી રહ્યું હતું. ગૂગલ કારને ટક્કર આપવા માટે એપલ પણ કમરકસી રહ્યું હતું. જોકે એપલે એ પ્રોજેક્ટને પડતો મૂક્યો છે. એપલે ત્યાર બાદ વિઝન પ્રો રિયાલિટી હેડસેટ બનાવવાનું નક્કી કર્યું હતું. જોકે વિઝન રિયાલિટી હેડસેટની ખૂબ જ ટીકા કરવામાં આવી હોવાથી તેમણે પ્રો વર્ઝન બનાવવાનું પડતું મૂક્યું છે અને હવે એના સસ્તા મોડલ બહાર પાડશે એવી ચર્ચા છે. જોકે આ પ્રોજેક્ટ કેન્સલ થયા હોવાથી એપલે રોબોટ પર કામ શરૂ કર્યું હતું. આ રોબોટને 2026-27 સુધીમાં માર્કેટમાં લોન્ચ કરવામાં આવશે એવી શક્યતા છે. એની કિંમત ફક્ત એક હજાર અમેરિકન ડોલર એટલે કે અંદાજે 84000 રૂપિયાની આસપાસ હશે.


Google NewsGoogle News