આવી રહ્યો છે ફોલ્ડેબલ આઇફોન અને નવું હાઇબ્રિડ ગેજેટ્સ. 2026માં એપલ એને લોન્ચ કરે એવી શક્યતા, જેમાં આઇપેડ અને મેકબૂકના ફીચર્સ હશે

Updated: Aug 11th, 2024


Google NewsGoogle News
આવી રહ્યો છે ફોલ્ડેબલ આઇફોન અને નવું હાઇબ્રિડ ગેજેટ્સ. 2026માં એપલ એને લોન્ચ કરે એવી શક્યતા, જેમાં આઇપેડ અને મેકબૂકના ફીચર્સ હશે 1 - image


Foldable iPhone: એપલનો ફોલ્ડેબલ આઇફોન અને નવી હાઇબ્રિડ ડિવાઇસ 2026માં આવે એવી શક્યતા છે. એપલ સપ્ટેમ્બરમાં આઇફોન 16 લોન્ચ કરવાનું છે. જોકે આ સાથે જ એનો ફોલ્ડેબલ આઇફોન ક્યારે આવે એની ઘણી રાહ જોવાઈ રહી છે. હાલમાં ફોલ્ડેબલ ફોનનું માર્કેટ સેમસંગ દ્વારા કેપ્ચર કરવામાં આવ્યું છે. ઘણી કંપનીના ફોલ્ડેબલ મોબાઇલ આવી ગયા છે, પરંતુ એપલનો હજી સુધી નથી આવ્યો. આ માટે હજી બે વર્ષ રાહ જોવી પડે એવા એંધાણ છે. જોકે એપલ ફોલ્ડેબલ ફોનની સાથે વધુ એક ડિવાઇસ પર પણ કામ કરી રહ્યું છે.

આ હાઇબ્રિડ ડિવાઇસ એટલે કે આઇપેડ અને મેકબૂકના ફીચર્સ એમાં જોવા મળશે. આ ડિવાઇસમાં 18.8 ઇન્ચની ડિસ્પ્લે હશે એવી ચર્ચા છે. આ ડિવાઇસને મેકબુકની ઇવેન્ટ દરમ્યાન એટલે કે 2026ના પહેલાં છ મહિનામાં લોન્ચ કરવામાં આવશે જ્યારે ફોલ્ડેબલ આઇફોનને 2026ના સપ્ટેમ્બરમાં આઇફોન 18ની સાથે લોન્ચ કરવામાં આવશે. જોકે ફોલ્ડેબલ આઇફોનને અલગથી એટલે કે વર્ષના અંતે પણ રિલીઝ કરવાની ચર્ચા છે.

આવી રહ્યો છે ફોલ્ડેબલ આઇફોન અને નવું હાઇબ્રિડ ગેજેટ્સ. 2026માં એપલ એને લોન્ચ કરે એવી શક્યતા, જેમાં આઇપેડ અને મેકબૂકના ફીચર્સ હશે 2 - image

આ માટે એપલ સૌથી પહેલાં સ્ક્રીનની સપ્લાઇ પર ફોકસ કરી રહ્યું છે. એપલને જે પ્રકારની સ્ક્રીન જોઈતી હતી એની ટેક્નોલોજી પર કામ કરવામાં આવી રહ્યું હોવાથી એને હજી સુધી લોન્ચ કરવામાં નથી આવ્યો. આ આઇફોન માટે કંપનીમાં ઇન્ટરનલ કોડનેમ ‘v68’ રાખવામાં આવ્યું છે. આ ફોનમાં આર્ટીફિશ્યલ ઇન્ટેલિજન્સ એટલું જોરદાર હશે કે સિરીને કમાન્ડ આપતાં દરેક કામ થઈ જશે.

આઇફોન 16 લોન્ચ થવા પહેલાં જ ડિમાન્ડમાં. ફોક્સકોન કંપનીએ નવા મોડલને અસેમ્બલ કરવા માટે 50000 નવા કર્મચારીઓને નોકરીએ રાખ્યા

2024ની વર્લ્ડ વાઇડ ડેવલપર કોન્ફરન્સમાં એપલ દ્વારા તેમની એપલ ઇન્ટેલિજન્સ ફીચર્સની જાહેરાત કરવામાં આવી હતી. એ સમયે તેમણે હિન્ટ આપી હતી કે એનો સમાવેશ નવી આઇફોન સિરીઝમાં કરવામાં આવશે.

જોકે આ ફીચરને નવી અપડેટ iOS 18માં નહીં, પરંતુ iOS 18.1માં સમાવેશ કરવામાં આવશે. ત્યાર બાદ 2025 સુધીમાં ધીરે ધીરે તમામ ફીચર્સને નવી અપડેટ દ્વારા લોન્ચ કરવામાં આવશે. સિરીમાં આર્ટીફિશ્યલ ઇન્ટેલિજન્સનો સમાવેશ કરવામાં આવશે, પરંતુ એમાં પણ વાર લાગી શકે છે.

એપલ દ્વારા હજી સુધી તેમના ફોલ્ડેબલ ફોન અને હાઇબ્રિડ ડિવાઇસ વિશે કોઈ પણ જાહેરાત કરવામા નથી આવી. જોકે એમ છતાં એ વિશેની ચર્ચા અટકવાનું નામ નથી લેતી.


Google NewsGoogle News