એપલે ડિજિટલ ગ્રૂપમાં કામ કરતાં 100 કર્મચારીને છૂટા કર્યા
Apple Layoff Employee: એપલ દ્વારા તેના ડિજિટલ સર્વિસ ગ્રૂપમાંથી 100 કર્મચારીઓને છૂટા કરવામાં આવ્યાં છે. એપલ ભારતમાં માર્ચ સુધીમાં 6 લાખ નોકરી ઊભું કરવાનું છે. જો કે અમેરિકામાં એપલ બુક એપ અને બુકસ્ટોરમાં કામ કરતાં કર્માચારીએ નોકરીમાંથી હાથ ધોવાનો દિવસ આવ્યો છે. એપલ ભાગ્યે જ કંપનીમાંથી તેના કર્મચારીને છૂટા કરે છે અને એથી જ દુનિયાભરની કંપની માટે પણ આ થોડું શોકિંગ છે. આ ન્યૂઝને જાહેર કરવામાં નથી આવ્યા એથી જ આ કર્મચારીઓને પણ એ વિશે બોલવાની ના પાડવામાં આવી છે.
કયા કર્મચારીને કાઢવામાં આવ્યાં?
આ કર્મચારીઓમાં એન્જિનિયર્સનો પણ સમાવેશ થાય છે જેઓ બુક એપ અને બુકસ્ટોર ડિપાર્ટમેન્ટમાં કામ કરતા હતા. આ સાથે જ એપલ ન્યુઝ ડિપાર્ટમેન્ટમાં કામ કરનાર પણ કેટલાક કર્મચારીને છૂટા કરવામાં આવ્યા છે. એપલ કંપની તેની તમામ સર્વિસમાં બુક એપ અને બુકસ્ટોરને મેજર સર્વિસ તરીકે નથી માનતી. જો કે એમ છતાં ભવિષ્યમાં બુક એપમાં પણ કેટલાક નવા ફીચરની આશા રાખવામાં આવી રહી છે. એપલ ન્યૂઝ પણ કંપની માટે એટલી મહત્ત્વની નથી, પરંતુ એના પર પણ ફોકસ કરવામાં આવી રહ્યું છે.
અગાઉ કયા પ્રોજેક્ટ બંધ થયા?
એપલ ભાગ્યે કંપનીમાંથી કોઈને કાઢે છે, પરંતુ આ વર્ષે તેમણે ચાર વાર કર્મચારીઓને છૂટા કર્યા છે. સેલ્ફ ડ્રાઇવિંગ કાર પ્રોજેક્ટ બંધ કર્યા બાદ એપલે ઘણાં કર્મચારીઓને છૂટા કર્યા હતા. માઇક્રોએલઇડી ડિસ્પ્લે બનાવવાનો પ્રોજેક્ટ પણ બંધ કરવામાં આવતાં એના કર્મચારીને પણ છૂટ કરવામાં આવ્યા હતા. તેમ જ સેન ડિએગોની ટીમને પણ છૂટી કરવામાં આવી હતી. એપલ બુક અને બુકસ્ટોરના કર્મચારીઓ ચોથી વાર છે.
આ પણ વાંચો: એપલના નવા ચીફ ફાઇનાન્સિયલ ઓફિસર તરીકે મૂળ ભારતીયની નિમણૂક, જાણો આ હસ્તી કોણ છે
પ્રોફિટમાં બિઝનેસ
એપલ કંપની દ્વારા જે પણ સર્વિસ આપવામાં આવે છે એમાં ઓવરઓલ 22 ટકા સેલ્સનો વધારો થયો છે. આ સેલ્સનો વધારો થવા છતાં કંપનીએ કર્મચારીને છૂટા કર્યા છે. મોટાભાગના કર્મચારીઓ એવા છે જેઓ ઍપ્લિકેશન પર કામ કરતાં હોય તેમને છૂટા કરવામાં આવ્યાં છે.
60 દિવસની નોટિસ
એપલ દ્વારા દરેક વ્યક્તિ જેમને છૂટા કરવામાં આવી રહ્યાં છે તેમને 60 દિવસનો સમય આપવામાં આવી રહ્યો છે. આ દિવસમાં તેમને બીજી જોબ શોધવાનો સમય આપવામાં આવ્યો છે. ઘણાં વ્યક્તિઓ એક સાથે ઘણી ટીમમાં કામ કરતાં હોય છે આથી આ કર્મચારીને છૂટા કરવામાં આવતાં અન્ય ટીમ પર પણ અસર થાય છે.