Get The App

એપલે લોન્ચ કર્યું આઇપેડ એર: 64 GB સ્ટોરેજ એરાનો અંત હવે એક પણ ડિવાઇઝ જોવા નહીં મળે

Updated: Mar 5th, 2025


Google News
Google News
એપલે લોન્ચ કર્યું આઇપેડ એર: 64 GB સ્ટોરેજ એરાનો અંત હવે એક પણ ડિવાઇઝ જોવા નહીં મળે 1 - image


Apple iPad Air: એપલ દ્વારા આજે નવું આઇપેડ એર લોન્ચ કરવામાં આવ્યું છે. આ લોન્ચ સાથે 64 GB સ્ટોરેજ ધરાવતી ડિવાઇઝના એરાનો પણ અંત થઈ ગયો છે. એપલ દ્વારા M3 ચીપ પર આધારિત નવું આઇપેડ લોન્ચ કરવામાં આવ્યું છે. એમાં સારું પર્ફોર્મન્સ અને ઘણાં ફીચરનો સમાવેશ કરવામાં આવ્યો છે. જોકે એમ છતાં એનું વજન ઓછું રાખવામાં આવ્યું છે.

આઇપેડ એર પર્ફોર્મન્સ અને ફીચર્સ

એપલ આઇપેડ એરમાં 8-core CPU અને 9-core GPUનો સમાવેશ કરવામાં આવ્યો છે. M1 ચીપ ધરાવતા આઇપેડ કરતાં આ આઇપેડ બે બમણું ફાસ્ટ છે. A14 બાયોનિક ચીપ ધરાવતાં આઇપેડ કરતાં આ આઇપેડ 3.5 ઘણું ફાસ્ટ પર્ફોર્મન્સ આપે છે. હાઇરિઝોલ્યુશન મીડિયાનો ઉપયોગ કરતાં કન્ટેન્ટ ક્રિએટર્સ અને ગેમર્સ માટે આ ડિવાઇઝ બેસ્ટ છે. એમાં એપલ ઇન્ટેલિજન્સ ફીચર્સનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. ફોટોમાંથી નકામી વસ્તુ કાઢવા માટે ક્લીનઅપ ટૂલ અને નોટ્સમાં રફ સ્કેચને એકદમ સુંદર સ્કેચ બનાવવા માટે ઇમેજ વેન્ડ ટૂલ આપવામાં આવ્યું છે. 11 ઇંચ ધરાવતું આ આઇપેડની 128 GB સ્ટોરેજની કિંમત ₹59,900 છે અને 13 ઇંચ ધરાવતું આ આઇપેડની 128 GB સ્ટોરેજની કિંમત ₹79,900 છે. 11 ઇંચ માટેના મેજિક કીબોર્ડની કિંમત ₹26,900 અને 13 ઇંચ માટેના મેજિક કીબોર્ડની કિંમત ₹31,990 રાખવામાં આવી છે. આ આઇપેડનું પ્રી-ઓર્ડર શરૂ થઈ ગયા છે અને એને 12 માર્ચથી ડિલીવર કરવામાં આવશે.

એપલે લોન્ચ કર્યું આઇપેડ એર: 64 GB સ્ટોરેજ એરાનો અંત હવે એક પણ ડિવાઇઝ જોવા નહીં મળે 2 - image

રેમ વધારી દેવામાં આવી

એપલની પ્રોડક્શન ડિઝાઇનમાં એક નવો ટ્રેન્ડ શરૂ કરવામાં આવ્યો છે અને એ સ્ટોરેજનો છે. ગયા વર્ષે ઓક્ટોબર બાદ જે પણ મેકબૂક વેચવામાં આવ્યા છે એમાં ઓછામાં ઓછી 16 GB રેમનો સમાવેશ કરવામાં આવ્યો છે, જે પહેલાં ફક્ત 8 GB હતી. એપલ દ્વારા મેકબૂકમાં વધુ મેમરી એટલે કે રેમ આપવાની શરૂઆત કરી દેવામાં આવી હતી અને હવે તેઓ સ્ટોરેજ દ્વારા પણ એ કરી રહ્યાં છે.

આ પણ વાંચો: માઇક્રોસોફ્ટનું આ AI ડૉક્ટર્સની લાઇફને બનાવશે સરળ, જાણો કેવી રીતે…

એપલની સ્ટોરેજ સ્ટ્રેટેજી

એપલ દ્વારા હવે તેમની તમામ ડિવાઇઝમાંથી 64 GB સ્ટોરેજ બંધ કરી દેવામાં આવી છે. એપલ દ્વારા પહેલી વાર 2017માં 64 GB સ્ટોરેજ ધરાવતો આઇફોન 8, આઇફોન 8 પ્લસ અને આઇફોન X લોન્ચ કરવામાં આવ્યો હતો. એ જ વર્ષે 64 GB સ્ટોરેજ ધરાવતું આઇપેડ પ્રો પણ લોન્ચ કરવામાં આવ્યું હતું. જોકે હવે 2025માં એપલ દ્વારા એક પણ ડિવાઇઝને 64 GBની કાઢવામાં નથી આવી. આઇપેડ એરમાં પણ એ હવે બંધ થઈ ગયું છે. આથી કહીં શકાય કે એપલ દ્વારા હવે તેમની આઇફોન કે આઇપેડ દરેક ડિવાઇઝમાંથી 64 GBને કાઢી નાખવામાં આવી છે. આ સાથે જ આઇપેડને પણ અપગ્રેડ કરવામાં આવ્યું છે. એમાં પ્રોસેસરને બદલી કાઢવામાં આવ્યું છે અને એમાં પણ ઓછામાં ઓછી સ્ટોરેજ 128 GB કરી દેવામાં આવી છે. આ આઇપેડના પણ પ્રી-ઓર્ડર શરૂ થઈ ગયા છે.

Tags :
AppleiPadiPad-AirStorage64GB

Google News
Google News