ફોલ્ડેબલ આઇફોન અને આઇપેડ પર કામ કરી રહ્યું છે એપલ: 2026માં કરી શકે છે લોન્ચ
Apple Working On Foldable iPhone: એપલ હાલ ફોલ્ડેબલ આઇફોન અને આઇપેડ પર કામ કરી રહ્યું છે. આ પ્રોડક્ટને 2025માં અથવા તો આગામી વર્ષમાં રિલીઝ કરવામાં આવી શકે છે. એક મોડલ 19 ઇંચનું ડિસ્પ્લે ધરાવતું હશે જે આઇપેડ હોવાનો ચાન્સ વધુ છે. એક મોડલ આઇફોન 16 પ્રો મેક્સની 6.9 ઇંચની સાઇઝ કરતાં મોટું હશે. આ મોડલ આઇફોન હોવાનો ચાન્સ વધુ છે.
સ્ક્રીનની કમાલ
એપલ દ્વારા અત્યાર સુધી આઇફોન અથવા આઇપેડ ફોલ્ડેબલ લોન્ચ કરવામાં નથી આવ્યા. આ પાછળનું કારણ એ છે કે એપલ નહોતું ઇચ્છતું કે તેની ફોલ્ડ ડિસ્પ્લેમાં ક્રીઝ દેખાય. આથી એપલ અત્યાર સુધી એક પણ ફોલ્ડેબલ ફોન બહાર પાડ્યો નથી. એપલ દ્વારા હાલ આ સ્ક્રીન પર કામ કરવામાં આવી રહ્યું છે. કેટલીક ચર્ચા મુજબ તેમને જેવી ડિસ્પ્લે જોઈએ તેમાટે જેવી ટૅક્નોલૉજી જોઈએ તે ટૅક્નોલૉજી મેળવી છે અને હવે એના પર કામ આગળ વધાર્યું હોવાની ચર્ચા છે.
આ પણ વાંચો: OpenAIના વ્હિસલ બ્લોઅર સુચિર બાલાજીનું મૃત્યુ, જાણો ઇલોન મસ્કે શું પ્રતિક્રિયા આપી
લોન્ચ કરવાનો સમય
એક રિપોર્ટ મુજબ એપલ ઘણાં વર્ષોથી આ પ્રોજેક્ટ પર કામ કરી રહ્યું હતું. એપલ ફોલ્ડેબલ આઇફોનને 2026માં લોન્ચ કરવાનું પ્લાનિંગ કરી રહ્યું છે અને આઇપેડને 2028માં. જો કે અગાઉ એવી ચર્ચા હતી કે ફોલ્ડેબલ આઇફોનને 2025માં લોન્ચ કરવામાં આવશે. જો કે તે ક્યારે લોન્ચ કરવામાં આવે તે ડિસ્પ્લેના કવર અને હિન્જ પર નિર્ભર છે. એપલ પણ ફોલ્ડેબલ માર્કેટમાં આવી રહ્યું છે, પરંતુ તે કેટલું જલદી આવશે એ પર સૌની નજર છે.