લ્યો! iPhone 17ના નવા ફીચર થઇ ગયા લીક, હજુ તો iPhone 16 લોન્ચ થવાનું બાકી
એપલ આઈફોન 17માં સેલ્ફી કેમેરાને લઈને મોટો ફેરફાર કરવામાં આવી શકે છે
iphone 17 મા 17 થી 24 મેગાફિક્સલનો ફ્રન્ટ કેમેરા હશે અને તે 6 એલિમેન્ટ લેન્સ સાથે હશે
Image Twitter |
તા. 6 જાન્યુઆરી 2024, શનિવાર
Apple iphone: એપલ દ્વારા દર વર્ષે નવો આઈફોન લોન્ય કરવામાં આવે છે. દર વર્ષે લેટેસ્ટ અપડેટ આપતાં- આપતાં કંપની અત્યાર સુધી iphone 15 સુધી પહોચી ગઈ છે. માહિતી પ્રમાણે વર્ષ 2024માં કંપની આગામી સપ્ટેમ્બરમાં iphone 16 લોન્ચ કરી શકે છે. પરંતુ મહત્વની વાત એ છે કે iphone 16 લોન્ચ થાય તે પહેલા iphone 17 ના કેટલાક ફીચર વિશેની માહિતી લીક થઈ છે. જો કે, એક ધારણા પ્રમાણે iphone 17 વર્ષ 2025માં લોન્ચ કરવામાં આવશે. પરંતુ લેટેસ્ટ અપડેટ પ્રમાણે iphone 17 ના ફ્રન્ટ કેમેરા વિશે કેટલીક જાણકારી સામે આવી ગઈ છે.
iPhone 17માં 24 મેગાપિક્સલનો સેલ્ફી કેમેરા હશે
રિપોર્ટમાં Apple એનાલિસ્ટ મિંગ ચી કુઓએ દાવો કર્યો છે કે iPhone 17ની આ સીરીઝમાં 24 મેગાપિક્સલનો સેલ્ફી કેમેરા આપવામાં આવશે. માહિતી પ્રમાણે આઈફોન 14 અને આઈફોન 15માં સેલ્ફી કેમેરામાં પાંચ લેન્સ સાથે 12 મેગાફિક્સલ કેમેરા આપવામાં આવ્યો છે, અને હવે એવી આશા રાખવામાં આવી રહી છે કે, આઈફોન 16 સીરીઝમાં પણ આ કેમેરો હશે. પરંતુ એપલ આઈફોન 17માં સેલ્ફી કેમેરાને લઈને મોટો ફેરફાર કરવામાં આવી શકે છે.
શું ફેરફાર હશે iphone 17 માં ફેરફાર
માહિતી પ્રમાણે iphone 17 મા 17 થી 24 મેગાફિક્સલનો ફ્રન્ટ કેમેરા હશે અને તે 6 એલિમેન્ટ લેન્સ સાથે હશે. દાવા પ્રમાણે તેનાથી ફોટોઝની ક્વોલિટી સારી આવશે.
પ્રો મોડલમાં હશે આ ફેરફાર
આ સિવાય એક બીજી વાત પણ ધ્યાનમાં રાખવા જરુરી છે કે, Apple iphone 17 Pro અંડર પેનલ ફેસ આઈડી ટેકનોલોજીવાળો આ સૌથી પહેલા આઈફોન હશે. આ ઉપરાંત ફોનની સાઈઝ પણ નાની હશે અને ફ્રન્ટ ફેસિંગ કેમેરા માટે ગોળાકાર કટઆઉટ પણ બનાવવામાં આવશે.