Get The App

iPhone 17ની રિલીઝ ડેટ, કિંમત અને ડિઝાઇન થઈ લીક, જાણો વિગત

Updated: Dec 17th, 2024


Google NewsGoogle News
iPhone 17ની રિલીઝ ડેટ, કિંમત અને ડિઝાઇન થઈ લીક, જાણો વિગત 1 - image
MacRumors

iPhone 17 Price And Design Leak: iPhone 16 લોન્ચ થયાને ત્રણ મહિના પૂરા થયા છે અને હવે iPhone 17ની વાતો ચાલી રહી છે. iPhone 17ની કિંમત, રિલીઝ ડેટ અને ડિઝાઇન લીક થઈ છે જેની ચર્ચા હાલ જોરશોરથી ચાલી રહી છે. iPhone 17 દ્વારા Apple ડિઝાઇનમાં મોટા બદલાવ કરી રહ્યું છે. છેલ્લા ઘણાં જનરેશનથી તેમને iPhoneની ડિઝાઇનને લઈને સતત ટ્રોલ કરવામાં આવી રહ્યું છે.

મોડલમાં બદલાવ

iPhone 16માં કંપનીએ Plus મોડલ લોન્ચ કર્યું હતું. પરંતુ હવે iPhone 17માં એનો સમાવેશ કરવામાં નહીં આવે. એટલે કે iPhone 17 સિરીઝમાં iPhone 17, iPhone 17 Air, iPhone 17 Pro અને iPhone 17 Pro Maxનો સમાવેશ કરવામાં આવી શકે છે. આ દરેક ડિવાઇસમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો સમાવેશ કરવામાં આવશે. તેમ જ હાર્ડવેરની સાથે તેની ડિઝાઇનમાં પણ ફેરફાર થશે.

રિલીઝ ડેટ

iPhone સામાન્ય રીતે સપ્ટેમ્બરમાં જ રિલીઝ થાય છે, તે પણ બીજા અથવા ત્રીજા અઠવાડિયાની આસપાસ. iPhone 16ને નવ સપ્ટેમ્બરે લોન્ચ કરવામાં આવ્યો હતો. પરંતુ iPhone 17ને 10-14 સપ્ટેમ્બરની વચ્ચે લોન્ચ કરવામાં આવે તેવાં ચાન્સ વધુ છે. જોકે Apple તેની જાહેરાત કરે ત્યારે જ ફાઇનલ તારીખ ખબર પડશે.

iPhone 17ની રિલીઝ ડેટ, કિંમત અને ડિઝાઇન થઈ લીક, જાણો વિગત 2 - image
MacRumors

iPhone 17ના સ્પેસિફિકેશન

iPhone 17ને iPhone 16 કરતાં થોડું પાતળું બનાવવામાં આવશે. આ સિરીઝનું બેઝ મોડલ એટલે કે iPhone 17માં 6.6 ઇંચની ડિસ્પ્લેનો સમાવેશ કરવામાં આવશે. iPhone 17ના Pro મોડલમાં Apple દ્વારા પોતે બનાવેલી Wi-Fi 7 ચિપનો સમાવેશ કરવામાં આવશે એવી ચર્ચા છે. આ ચિપ દ્વારા ઇન્ટરનેટ કનેક્ટિવિટી વધુ સારી જોવા મળશે. આ સાથે દરેક મોડલમાં 120Hzની ડિસ્પ્લેનો સમાવેશ કરવામાં આવશે.

ડિઝાઇન

iPhone 17માં કેમેરાની ડિઝાઇન બદલવામાં આવી શકે છે એવા ચાન્સ વધુ છે. આ કેમેરાને હવે ઉપર એક લાઇનમાં મૂકવામાં આવશે. અત્યાર સુધી તેને ત્રિકોણમાં રાખવામાં આવતા હતા. પરંતુ હવે તેને એક લાઇનમાં મુકવામાં આવશે. આ સાથે જ મોબાઇલને પાતળું બનાવવામાં આવશે. સેલ્ફી કેમેરા 12 મેગાપિક્સલની જગ્યાએ હવે 24 મેગાપિક્સલનો કેમેરા હોવાની ચર્ચા છે.

આ પણ વાંચો: ગૂગલ, માઇક્રોસૉફ્ટ, એપલ અને યાહૂને ટક્કર આપવા તૈયાર મસ્ક, બહુ જલદી લોન્ચ કરશે જીમેલનું હરીફ Xmail

કિંમત

iPhone 17ની કિંમતેમાં વધુ બદલાવ જોવા નહીં મળે. iPhone 16ને ભારતમાં ₹79,990માં લોન્ચ કરવામાં આવ્યો છે. Apple હાલમાં 'Made in India' મોબાઇલ પર ફોકસ કરી રહ્યું છે. iPhone 17 સિરીઝને પણ ભારતમાં એસેમ્બલ કરવામાં આવશે. તેમ છતાં તેની કિંમતેમાં બદલાવ જોવા મળે તેવા ચાન્સ ખૂબ ઓછા છે.


Google NewsGoogle News