Get The App

એપલ iPhone 17: કેમેરા સિસ્ટમથી ફેસ આઇડી સુધી જોવા મળશે પાંચ મોટા બદલાવ

Updated: Oct 23rd, 2024


Google NewsGoogle News
એપલ iPhone 17: કેમેરા સિસ્ટમથી ફેસ આઇડી સુધી જોવા મળશે પાંચ મોટા બદલાવ 1 - image


Apple iPhone 17: એપલ દ્વારા નવા આઇફોનની તૈયારી શરૂ કરવામાં આવી છે. એપલ દ્વારા સપ્ટેમ્બરમાં આઇફોન સીરિઝ 16 લોન્ચ કરવામાં આવી હતી. હવે આઇફોન 17ની તૈયારી કરવામાં આવી રહી છે. આઇફોન 17માં પાંચ મોટા બદલાવ જોવા મળશે એવી ચર્ચા ચાલી રહી છે. નવા જનરેશનના આઇફોનને પણ 2025ની સપ્ટેમ્બરમાં જ લોન્ચ કરવામાં આવશે. હજી તો એને લગભગ એક વર્ષનો સમય છે, પરંતુ એમાં કેવા બદલાવ આવશે તે વિશે અટકળો શરૂ થઈ ગઈ છે.

કેમેરા સિસ્ટમ અપગ્રેડ

એપલ દર વર્ષે તેના કેમેરામાં અપગ્રેડ કરે છે. આઇફોન 16માં હાલ 48 મેગાપિક્સલના વાઇડ અને અલ્ટ્રાવાઇડ કેમેરા છે, તેમજ 12 મેગાપિક્સલનો ટેલિફોટો છે. જો કે આઇફોન 17માં દરેક કેમેરા 48 મેગાપિક્સલના જોવા મળશે. આ બદલાવના કારણે આઇફોનની ઝૂમ કરવાની ક્ષમતા પર ઘણી અસર પડશે. ફોટા વધુ ઝૂમ કરીને ક્લિક કરી શકાશે અને તેમ છતાં એના ગુણવત્તા પર કોઈ અસર નહીં થાય. લાંબા અંતરના શૉટ માટે એ જરૂરી છે. તેમ જ સેલ્ફી કેમેરામાં પણ ફેરફાર કરવામાં આવશે.

પર્ફોર્મન્સ અને રેમ

એપલ દ્વારા આઇફોન 17માં રેમ વધારવામાં આવશે. આઇફોન 16માં હાલમાં 8 જીબી રેમ છે અને આઇફોન 17માં 12 જીબી રેમ હશે. રેમમાં વધારો કરવાથી પર્ફોર્મન્સ અને મલ્ટીટાસ્કિંગમાં સારું રિઝલ્ટ મળશે. એપલ ઇન્ટેલિજન્સના નવા અપડેટમાં આ પરિવર્તન શામેલ થશે. એપલ હવે તેની મોટાભાગની દરેક વસ્તુને ઇન્ટેલિજન્સ પર આધારિત બનાવી રહી છે, તેથી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પણ ઘણો રેમનો ઉપયોગ કરે છે. આ સાથે જ A19 Pro ચીપનો સમાવેશ પણ થશે, જે આ મોડેલને પાવરફુલ બનાવી શકે છે.

ડાઇનામિક આઇલેન્ડમાં બદલાવ

એપલનું ડાઇનામિક આઇલેન્ડ અને ફેસ આઇડી ખૂબ જ મહત્વપૂર્ણ અને પાવરફુલ ફીચર છે. જો કે, આનાં કારણે સ્ક્રીન પર થોડી વધુ જગ્યા લેવાતી હતી. એપલ દ્વારા હવે ડાઇનામિક આઇલેન્ડને નાનું કરવામાં આવશે જેથી યુઝર્સ સ્ક્રીનની વધુ ઉપયોગ કરી શકે. આ સાથે જ ફેસ આઇડીનો ઉપયોગ પણ સરળતાથી કરી શકાય તે બાબતનું ધ્યાન રાખવામાં આવશે.

એપલ iPhone 17: કેમેરા સિસ્ટમથી ફેસ આઇડી સુધી જોવા મળશે પાંચ મોટા બદલાવ 2 - image

આઇફોન 17 એર મોડલ

એપલ દ્વારા આઇફોન 17 સીરિઝમાં એક નવું મોડલ ઉમેરવાના ચાન્સ વધુ છે. આ મોડલનું નામ 'આઇફોન 17 એર' અથવા 'આઇફોન 17 સ્લિમ' રાખવામાં આવી શકે છે. આ મોડલ રજૂ થતાં જ આઇફોન 17 પ્લસને બંધ કરવામાં આવશે. આ મોડલમાં 6.6 ઇંચની ડિસ્પ્લે, 8 જીબી રેમ, અને 48 મેગાપિક્સલના કેમેરા જોવા મળશે. તેમ જ આ પહેલું મોડલ હશે જેમાં એપલ પોતે બનાવેલા 5G મોડમનો ઉપયોગ કરશે, જેથી પાર્ટનર કંપનીઓ પર નીર્ભરતા ઓછી રહેશે.

આ પણ વાંચો: ટ્રી-ફોલ્ડ મોબાઇલ: સેમસંગના આગામી મોબાઇલ જોવા મળશે ત્રણ ડિસ્પ્લે જાણો તમામ વિગતો

A19 Pro ચીપ

એપલ આઇફોન 17માં A19 Pro ચીપનો સમાવેશ કરશે. આ એડ્વાન્સ ચીપના કારણે આઇફોન બેટરીનો ઓછો વપરાશ થશે અને એ વધુ સ્પીડમાં ઓપરેટ થઈ શકશે. આ સાથે જ આઇફોનનું ઓવરઓલ પર્ફોર્મન્સ પણ વધશે.


Google NewsGoogle News