Get The App

એપલ iOS 19ની ડિઝાઇન થઈ લીક, જાણો શું-શું નવું જોવા મળશે…

Updated: Apr 8th, 2025

GS TEAM


Google News
Google News
એપલ iOS 19ની ડિઝાઇન થઈ લીક, જાણો શું-શું નવું જોવા મળશે… 1 - image
ફ્રન્ટ પેજ ટેક

iOS 19 Design Leak: એપલ દ્વારા નવમી જૂને વર્લ્ડવાઇડ ડેવલપર્સ કોન્ફરન્સ 2025નું આયોજન કરવામાં આવ્યું છે. આ ઇવેન્ટમાં એપલ તેની નવી ઓપરેટિંગ સિસ્ટમ iOS 19 લોન્ચ કરવાની છે. આ લોન્ચ પહેલાં જ એની ડિઝાઇન લીક થઈ ગઈ છે. થોડા સમય પહેલાં એવી ચર્ચા હતી કે એની ડિઝાઇનમાં ઘણાં ફેરફાર કરવામાં આવશે. જોકે હવે એમાં શું ફીચર્સ હશે એ વિશે પણ માહિતી લીક થઈ ગઈ છે. આ માહિતી ફ્રન્ટ પેજ ટેક દ્વારા જાહેર કરવામાં આવી છે.

પારદર્શક ડિઝાઇન

iOS 19માં પારદર્શકતાને ખૂબ જ મહત્ત્વ આપવામાં આવ્યું છે. દરેક ડિઝાઇન અને દરેક ઇન્ટરફેસને પારદર્શક બનાવવામાં આવ્યું છે. બટન, મેન્યુ અને નોટિફિકેશન પણ કાચ પર દેખાવા જેવી લાગે છે જેથી એની પાછળની દરેક વસ્તુ જોઈ શકાય. કેમેરાની એપ્સમાં પણ ઘણાં ફેરફાર કરવામાં આવ્યાં છે અને દરેક મેન્યુને નીચે લઈ આવવામાં આવ્યા છે.

એપલ iOS 19ની ડિઝાઇન થઈ લીક, જાણો શું-શું નવું જોવા મળશે… 2 - image
ફ્રન્ટ પેજ ટેક

એનિમેશન અને ઇફેક્ટ

iOS 19માં કેટલીક એનિમેશન અને ઇફેક્ટ જોવા મળશે. એપલ દ્વારા યુઝર ઇન્ટરફેસમાં લાઇટિંગ ઇફેક્ટનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ઇફેક્ટને કારણે પારદર્શક ઇન્ટરફેસ વધુ પ્રભાવશાળી લાગશે. ફ્લૅશલાઇટ અને કેમેરા શોર્ટકટ પર શાઇનિંગ જેવી ઇફેક્ટ જોવા મળશે. ડિવાઇઝની મૂવમેન્ટના કારણે પણ મોબાઇલમાં કેટલીક ઇફેક્ટ જોવા મળશે.

આઇકન અને ટેબ બાર

iOS 19માં આઇકનને રાઉન્ડ શેપમાં બનાવવામાં આવ્યું હોવાની ચર્ચા છે. એપલ દ્વારા જે ટેસ્ટિંગ માટે ઓપરેટિંગ સિસ્ટમ આપવામાં આવી રહી છે, એમાં આ આઇકનને છુપાવીને રાખવામાં આવ્યાં હોવાની ચર્ચા છે. આઇકનને લોન્ગ-પ્રેસ કરતાં પણ એનિમેશન જોવા મળશે. એપલ દ્વારા એક ટેબ બાર બનાવવામાં આવ્યું છે, જેમાં એપલ દ્વારા આપવામાં આવતી એપ્લિકેશનનો સમાવેશ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો: ફોટો સેવ કરવો હોય તો સેન્ડ કરનારની જોઈશે પરવાનગી: વોટ્સએપ દ્વારા ઘણાં ફીચર્સ લોન્ચ કરવામાં આવી રહ્યા છે

આઇકનમાં ફેરફાર

આઇફોનમાં હાલ ચોરસ આઇકન છે, પણ હવે એ ગોળ થવાના છે. દરેક આઇકનની કોર્નર, હેપ્ટિક ટચ અને કંટ્રોલ સેન્ટરમાં પણ આઇકનને પહેલાં કરતાં વધુ ગોળ બનાવવામાં આવ્યું છે. વોલ્યુમ વધારવું અને બ્રાઇટનેસ ઓછી-વધતી કરવાના સ્લાઇડર પણ બદલાયા છે. કેમેરા અને માઇક્રોફોનના ઉપયોગની સૂચના માટેનો ઇન્ડિકેટર પણ હવે બદલવામાં આવ્યો છે. એક એપ્લિકેશનમાંથી બીજી એપ્લિકેશનમાં જતી વખતે એનિમેશન પણ જોવા મળશે.

Tags :