Get The App

ફોટોમાંથી અજાણ્યા વ્યક્તિને રિમૂવ કરવી છે, તો આઇફોનમાં ક્લિન-અપ ફીચરનો ઉપયોગ કરો

Updated: Aug 30th, 2024


Google NewsGoogle News
ફોટોમાંથી અજાણ્યા વ્યક્તિને રિમૂવ કરવી છે, તો આઇફોનમાં ક્લિન-અપ ફીચરનો ઉપયોગ કરો 1 - image


Apple Clean Up Feature: એપલ દ્વારા આખે ક્લિન-અપ ફીચરને લોન્ચ કરવામાં આવ્યું છે. આ ફીચરને વર્લ્ડવાઇડ ડેવલપર કોન્ફરન્સમાં રજૂ કરવામાં આવ્યું હતું. જોકે આમ છતાં iOS 18માં એનો સમાવેશ નહોતો થયો. iOS 18.1માં પણ એનો સમાવેશ નહોતો થયો, પરંતુ આ વર્ઝનના બીટા વર્ઝન 3માં એનો સમાવેશ કરવામાં આવ્યો છે.

શું છે ક્લિન-અપ ફીચર?

આ ક્લિન-અપ ફીચર ફોટો ગેલરી માટે છે. ખાસ કરીને ફોટો ક્લિક કરવાનું જેને ખૂબ જ પસંદ હોય એના માટે આ ફીચર છે. ઘણી વાર એવું થાય છે કે ફોટો ક્લિક કરતી વખતે કોઈ વચ્ચે આવી જાય છે અથવા તો કોઈ ઓબ્જેક્ટ એવું હોય જેને કાઢવું જરૂરી લાગે છે. ઘણી વાર એને કારણે ફોટો શેર કરવામાં પણ તકલીફ પડે છે. આથી કોઈ પણ વસ્તુને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની મદદથી કાઢવા માટે ક્લિન-અપ ફીચર બનાવવામાં આવ્યું છે.

કેવી રીતે ઉપયોગ કરશો આ ફીચરનો?

આ ફીચરનો ઉપયોગ ફોટો એપ્લિકેશનમાં કરી શકાશે. એવું જરૂરી નથી કે આ ફોટો બસ આઇફોનમાં ક્લિક કર્યો હોય તો જ આ ફીચરનો ઉપયોગ કરી શકાશે. ફોટો એપમાં કોઈ પણ તસવીર હોય એને આ ફીચરની મદદથી એડિટ કરી શકાશે. ફોટો એપ્લિકેશનમાં જ્યારે ફોટો એડિટ કરવામાં આવે ત્યારે નીચેની સાઇડ એક ઇરેઝરનું આઇકન દેખાશે. એના પર ક્લિક કરતાં એ સિલેક્ટ થઈ જશે. ત્યાર બાદ આંગળીની મદદથી સ્ક્રીન પરથી જે ઓબ્જેક્ટ કાઢવું હોય એના પર એ ફેરવતાં જ એ ડિલીટ થઈ જશે.

આ પણ વાંચો: ગ્લોબલ ફિન્ટેક ફેસ્ટમાં નરેન્દ્ર મોદીની હાજરી, કહ્યું કે ‘સસ્તા સ્માર્ટફોન્સ અને સસ્તા ઇન્ટરનેટ ડેટાને કારણે ફિન્ટેક સેક્ટરમા ઇન્ડિયાનો ખૂબ જ વિકાસ થયો છે’

ફોટોમાંથી અજાણ્યા વ્યક્તિને રિમૂવ કરવી છે, તો આઇફોનમાં ક્લિન-અપ ફીચરનો ઉપયોગ કરો 2 - image

એન્ડ્રોઇડમાં પણ છે આ ફીચર

આ ફીચરને એન્ડ્રોઇડમાં બે વર્ષ પહેલાં લોન્ચ કરવામાં આવ્યું હતું. સૌથી પહેલાં એ પીક્સેલ મોબાઇલમાં હતું. એન્ડ્રોઇડમાં એને મેજિક એડિટર નામ આપવામાં આવ્યું છે. તેમજ એન્ડ્રોઇડમાં મેજિક ઇરેઝર પણ ટૂલ છે. આ ફીચર ઘણાં મોબાઇલમાં છે અને હવે એ દરેક લેટેસ્ટ હાઇ-એન્ડ મોબાઇલમાં આવી જશે.


Google NewsGoogle News