એપલ દ્વારા છેલ્લા દસ વર્ષમાં કોઈ નવું ઈન્વેશન કરાયું નથી, ઝકરબર્ગનો દાવો
Mark Zuckerberg on Apple: મેટા કંપનીના CEO માર્ક ઝકરબર્ગનું કહેવું છે કે એપલ દ્વારા છેલ્લા ઘણાં સમયથી કોઈ શ્રેષ્ઠ વસ્તુ ઈન્વેન્ટ કરાઈ નથી. એપલ કંપનીમાં આઇફોનની શોધ સ્ટીવ જોબ્સ દ્વારા કરવામાં આવી હતી અને ત્યારથી લઈને અત્યાર સુધી એપલ દ્વારા કોઈ ખાસ મેજર ઇન્વેન્શન નથી કરાયું. આઇફોનની શોધ થઈને પણ બે દાયકા ઉપર થઈ ગયા છે અને થોડા જ વર્ષમાં ત્રણ દાયકા પૂરા થશે.
એપલ અને એન્ડ્રોઇડ
માર્ક ઝકરબર્ગ દ્વારા એક પોડકાસ્ટમાં હાજરી આપવામાં આવી હતી જેને હોસ્ટ જો રોગન દ્વારા કરવામાં આવે છે. આ દરમ્યાન જો રોગને વાત કરી હતી કે તેણે હવે એપલમાંથી એન્ડ્રોઇડમાં આવવું છે. એક જ કંપનીનો ઉપયોગ કરીને તે કંટાળી ગયો છે અને એપ સ્ટોરની પોલિસીને લઈને પણ તેણે ઘણાં સવાલ ઉઠાવ્યા હતા. જો રોગનની વાતમાં સહમતી દેખાડતા માર્ક ઝકરબર્ગે પણ કહ્યું હતું કે ‘તેમની પોલિસી ખૂબ જ અલગ છે. સમજમાં નથી આવતું એપલ ક્યાં જઈ રહ્યું છે. તેઓ કેટલાક ટ્રાન્ઝેક્શન પણ 30 ટકા સુધીનું ચાર્જ કરે છે.’
એપલનું રિસ્ટ્રીક્શન
માર્ક ઝકરબર્ગ મુજબ એપલ દ્વારા ઘણાં રિસ્ટ્રીક્શન લગાવવામાં આવ્યાં છે. આ રિસ્ટ્રીક્શનને કારણે ડેવલપરને એપ્લિકેશન બનાવવામાં ખૂબ જ તકલીફ પડે છે અને એથી જ જોઈએ એવી એપ્લિકેશન આઇફોન માટે નથી બની શકતી. આ નિયમોને કારણે એપ્લિકેશન જોઈએ એટલી સારી રીતે નથી બનતી. જો આ રિસ્ટ્રીક્શન હટાવી દેવામાં આવે તો એપલ દ્વારા પોતે જ એ એપ્લિકેશન આઇફોન માટે બનાવવામાં આવી હોય એ રીતે કામ કરી શકે છે. જોકે એપલ તેમના પ્રોટોકોલનો ઉપયોગ નથી કરવા દેતું અને આ સૌથી મોટું રિસ્ટ્રીક્શન છે.
એપલની પોલિસી
એપલની iOS પોલિસીની પણ માર્ક ઝકરબર્ગ દ્વારા ખૂબ જ નિંદા કરવામાં આવી છે. આ પોલિસીને કારણે મેટા કંપનીને ખૂબ જ રિસ્ટ્રીક્શનમાં રહેવું પડે છે. જો આ નિયમને હટાવી દેવામાં આવે તો મેટા કંપની એડ્વર્ટાઇઝિંગ રેવેન્યુમાંથી હાલમાં જે પ્રોફિટ કરી રહ્યું છે એનાથી ડબલ પ્રોફિટ કરી શકે છે.
ઇનોવેશનનો અભાવ
માર્ક ઝકરબર્ગ દ્વારા એપલની સ્ટ્રેટેજીને લઈને સવાલો કરવામાં આવ્યાં છે. માર્ક ઝકરબર્ગનું કહેવું છે કે એપલ ફક્ત તેમની જ પ્રોડક્ટને ફેવર કરે છે અને એ જ તેમની પડતીનું કારણ બનશે. ટેક્નોલોજીની વાત હોય ત્યારે દરેક કંપનીએ ઇનોવેશન કરતાં રહેવું પડે છે. આ વિશે માર્ક ઝકરબર્ગે કહ્યું હતું કે ‘એપલે છેલ્લા દસ વર્ષમાં કોઈ નવી વસ્તુ ઈન્વેન્ટ નથી કરી. જો તમે આટલાં વર્ષો સુધી કોઈ નવું ઈન્વેન્ટ ન કરો તો અન્ય કંપની ઓવરટેક કરી જશે.’