આઈફોનમાં એઆઈ માટે એપલ-ગુગલ હાથ મિલાવે તેવી શક્યતા
એપલ કંપની તરફથી બીજા પણ એક મોટા સમાચાર છે. એક શક્યતા અનુસાર એપલ અને એઆઈ
કંપની હાથ મિલાવે તેવી શક્યતા છે. બંને કંપની આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના ઉપયોગ
માટે એકમેકની નજીક આવી રહી છે. હાલમાં એઆઇના ક્ષેત્રે માઇક્રોસોફ્ટના સાથમાં ઓપન
એઆઇ અને ગૂગલ વચ્ચે ગળાકાપ હરિફાઈ છે. અત્યાર સુધી એપલ કંપની તરફથી એઆઇ બાબતે કોઈ
મોટું એનાઉન્સમેન્ટ થયું નથી. પરંતુ હવે શક્યતા છે કે કંપની આઇફોન માટેની આઇઓએસ
૧૮માં ગૂગલના જેમિનિ એઆઇ એન્જિનનો ઉપયોગ કરશે.
જો સમાચાર હકીકત બનશે તો તે એઆઇની
અત્યાર સુધીની સૌથી મોટી ડીલ બને તેવી શક્યતા છે. આઇફોન પર સર્ચ એન્જિન તરીકે
બાયડિફોલ્ટ ગૂગલનો ઉપયોગ થાય એ માટે અત્યારે ગૂગલ એપલને વાર્ષિક લગભગ ૨ અબજ ડોલર
ચૂકવી રહી છે. એઆઇ ડીલ લગભગ એ જ સ્તરની થાય એવી સંભાવના છે.