Get The App

આઇફોનમાં પર્ફોર્મન્સ ઇશ્યુ હોવાથી એપલને નોટિસ: કન્ઝ્યુમર અફેર્સ મિનિસ્ટર પ્રહલાદ જોષી કંપનીના જવાબની જોઈ રહ્યાં છે રાહ

Updated: Jan 23rd, 2025


Google NewsGoogle News
આઇફોનમાં પર્ફોર્મન્સ ઇશ્યુ હોવાથી એપલને નોટિસ: કન્ઝ્યુમર અફેર્સ મિનિસ્ટર પ્રહલાદ જોષી કંપનીના જવાબની જોઈ રહ્યાં છે રાહ 1 - image


Apple Notice: એપલને હાલમાં જ એક નોટિસ મોકલવામાં આવી છે. આ વિશેની માહિતી કન્સ્યુમર અફેર્સ મિનિસ્ટર દ્વારા આપવામાં આવી છે. કન્સ્યુમર પ્રોટેક્શન ઓથોરિટી દ્વારા આ નોટિસ એપલને મોકલવામાં આવી છે. iOS 18ની સોફ્ટવેર અપડેટ બાદ આઇફોનના પર્ફોર્મન્સમાં ઘણી તકલીફ આવી રહી છે અને એના કારણે આ નોટિસ મોકલવામાં આવી છે.

શું છે પર્ફોર્મન્સ ઇશ્યુ?

iOS 18ની અપડેટ બાદ આઇફોનના બેટરીમાં સમસ્યા આવી છે. આઇફોનની બેટરી ઝડપથી ઉતરી રહી છે સાથે ફોન ઝડપથી ગરમ થઈ રહ્યો છે, પરિણામે એના પર્ફોર્મન્સ પર અસર પડી રહી છે. iOS 18ની નવી અપડેટમાં કોઈ ખાસ નવા ફીચર્સ નથી, છતાં એના કારણે અનેક સમસ્યાઓ આવી રહી છે.

યુઝર્સની ફરિયાદ

કન્સ્યુમર પ્રોટેક્શન ઓથોરિટી ખાતે આઇફોન યુઝર્સ દ્વારા ઘણી ફરિયાદો કરવામાં આવી છે. યુઝર્સએ પૈસો ખર્ચ કર્યો છે, તેમ છતાં તેમના અપેક્ષા મુજબનો પર્ફોર્મન્સ નથી મળી રહ્યો. હાઇ-એન્ડ ફોન હોવા છતાં બેટરી અને હિટિંગની સમસ્યા આવી રહી છે. આથી ઘણા યુઝર્સે આ વિશે સરકારનું ધ્યાન દોર્યું છે.

સરકારે મોકલી નોટિસ

ઘણી ફરિયાદોને પગલે કન્સ્યુમર પ્રોટેક્શન ઓથોરિટીએ સરકારે નોટિસ મોકલાવી છે. આ નોટિસમાં એપલ પાસે આ અંગે જવાબ માંગવામાં આવ્યો છે. આ વિશે એપલ શું જવાબ આપે, તે જોવું રહ્યું. પ્રહલાદ જોષીએ સોશિયલ મીડિયામાં પોસ્ટ કર્યું કે 'આ ફરિયાદોની તપાસ કર્યા બાદ વિભાગ દ્વારા એપલને નોટિસ મોકલવામાં આવી છે. આ અંગે તેઓ શું જવાબ આપે, એની રાહ જોઈ રહ્યાં છીએ.'

સરકાર ફેલાવી રહી છે જાગરૂક્તા

સરકાર દ્વારા હવે જાગરૂક્તા પણ ફેલાવવામાં આવી રહી છે. થોડા સમય પહેલા જ આઇફોન યુઝર્સને ચેતવણી આપવામાં આવી હતી કે તેમની ડિવાઇઝને સુરક્ષિત રાખવી. સોફ્ટવેર અપડેટમાં સમસ્યા હોવાથી ડિવાઇઝને હેકર્સ સરળતાથી એક્સેસ કરી શકે છે અને ડેટા ચોરી શકે છે. આ અંગે માહિતી કોમ્પ્યુટર ઇમરજન્સી રિસ્પોન્સ ટીમ દ્વારા આપવામાં આવી હતી. ચેતવણી બાદ એપલ દ્વારા નવું અપડેટ રિલીઝ કરવામાં આવ્યું, જેમાં આ સમસ્યા હલ થઈ ગઈ.

આ પણ વાંચો: સેમસંગે લોન્ચ કરી S25 સીરિઝ, પહેલી વાર જોવા મળશે AI આધારિત ઓપરેટિંગ સિસ્ટમ

આઇફોનની લોકપ્રિયતામાં ઘટાડો

એપલના આઇફોનની લોકપ્રિયતામાં હવે ઘટાડો થઈ રહ્યો છે. ગયા વર્ષે એપલના CEO ટિમ કૂક દ્વારા કહ્યું હતું કે આઇફોનના ગ્લોબલ સેલ્સમાં ભારતનો મોટો ફાળો છે. જોકે 2024ના છેલ્લા ત્રણ મહિનામાં એપલની સેલ્સમાં પાંચ ટકાનો ઘટાડો થયો હતો. ચીન સાથે સ્પર્ધા થતા હવે એન્ડ્રોઇડ ફોન્સ ચીનમાં વધારે વેચાઇ રહ્યા છે. ત્યાંની કંપનીઓના મોબાઇલ ત્યાંના લોકો વધુ ખરીદી રહ્યા છે. એની અસર એપલ પર પડી છે. ચીનમાં એપલની સેલિંગમાં 18 ટકાનો ઘટાડો થયો છે, જ્યારે શાઓમી અને વિવોનું વેચાણ વધ્યું છે.


Google NewsGoogle News