એપલનો ભારત પર મોટો દાવ: મેન્યુફેક્ચરિંગ અને સેલિંગ માટે ભારતીય બજાર એન્ડ ગેમ
Apple Focus On India: એપલ દ્વારા ભારતમાં તેમનો બિઝનેસ વધારવામાં આવી રહ્યો છે. દુનિયાભરમાં સૌથી વધુ 5G ડિવાઇઝ વેચવામાં ભારત બીજા ક્રમે છે. સ્માર્ટફોન માટે ભારતનું માર્કેટ ખૂબ જ મોટું છે અને તેથી જ હવે ઘણી કંપનીઓ ભારત પર ફોકસ કરી રહી છે. આ માટે એપલ ફક્ત મેન્યુફેક્ચરિંગમાં જ નહીં, પરંતુ સેલિંગમાં પણ ફોકસ કરી રહી છે. એપલ માટે આઇફોન એસેમ્બલ કરતી ટાટાની કંપનીમાં આગ લાગી હતી અને હવે ફરી ત્યાં કામ ધીમે-ધીમે શરૂ કરવામાં આવ્યું છે.
મેન્યુફેક્ચરિંગ યુનિટ
એપલ દ્વારા હાલમાં તેના મેન્યુફેક્ચરિંગ યુનિટ પર ફોકસ કરવામાં આવી રહ્યું છે. એપલ ધીમે-ધીમે તેના પ્રોડક્શનમાં વધારો કરી રહી છે. એપલ દ્વારા 2017 થી ભારતમાં આઇફોન બનાવવામાં આવે છે. જો કે, અત્યાર સુધી પ્રો મોડલ્સ નહોતા બનાવવામાં આવતાં. જોકે હવે એપલ દ્વારા તેની નવી આઇફોન સીરિઝના દરેક પ્રો મોડલ્સ ભારતમાં બનાવવામાં આવશે. આઇફોન 16 ના દરેક મોડલ્સ હવે પહેલી વાર ભારતમાં બનવા જઈ રહ્યા છે. આ મહિનાથી ભારતના લોકોને પહેલી વાર પ્રો મોડલ્સના મેડ ઇન ઇન્ડિયા આઇફોન મળશે. આ આઇફોનને ભારતમાં વેચવાની સાથે કેટલીક બિઝનેસમાં પણ નિકાસ કરવામાં આવશે.
એપલ સ્ટોરમાં વધારો
એપલ દ્વારા 2023માં મુંબઈ અને દિલ્હીમાં એપલ સ્ટોરની શરૂઆત કરવામાં આવી હતી. આ બન્ને સ્ટોર ખૂબ જ સક્સેસફુલ રહ્યાં છે. એની સફળતાને ધ્યાનમાં રાખીને એપલ દ્વારા ભારતમાં વધુ ચાર સ્ટોર શરૂ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. આ નવા ચાર સ્ટોર પૂણે, મુંબઈ, બેંગલોર અને દિલ્હીમાં શરૂ કરવામાં આવશે. એટલે કે, મુંબઈ અને દિલ્હીમાં બે-બે સ્ટોર થશે. એપલના સિનિયર વાઇસ પ્રેસિડન્ટ ઓફ રિટેલ ડિરડ્ર ઓબ્રાયને કહ્યું હતું કે, “એપલ મેજિકનો અનુભવ કરવા માટે એપલ સ્ટોર સૌથી બેસ્ટ જગ્યા છે. આ અનુભવ ગ્રાહક કરી શકે એ માટે અમે નવા સ્ટોર શરૂ કરવા જઈ રહ્યાં છીએ.”
આ પણ વાંચો: ડિજિટલ અરેસ્ટ સ્કેમ: શું છે એ જાણો અને એનાથી કેવી રીતે બચવું એ જુઓ…
એરપોડ્સનું પણ કરશે પ્રોડક્શન
એપલ દ્વારા આઇફોનની સાથે હવે એરપોડ્સનું પણ પ્રોડક્શન શરૂ કરવામાં આવી રહ્યું છે. એરપોડ્સના કેસને પૂણેમાં બનાવવામાં આવશે એવી ચર્ચા છે જ્યારે હેડફોનને તેલંગાણામાં બનાવવામાં આવશે. એપલ તેના દરેક એરપોડ્સને હવે વાયરલેસ બનાવી રહી છે અને એ નવા એરપોડ્સનું પ્રોડક્શન ભારતમાં પૂરજોશમાં શરૂ કરવામાં આવશે. આ એરપોડ્સને પણ નાના-મોટા દેશમાં નિકાસ કરવામાં આવશે.