iPhone 15 કે 14 ખરીદયો છે? તો એપલ કંપની આપશે 10,000 રૂપિયા, જાણો શું કરવું પડશે?

Updated: Sep 18th, 2024


Google NewsGoogle News
iPhone 15 કે 14 ખરીદયો છે? તો એપલ કંપની આપશે 10,000 રૂપિયા, જાણો શું કરવું પડશે? 1 - image

Apple, IPhone 14 & 15: જો તમે iPhone 14 કે 15 ખરીદયો છે, તો તમારા માટે એક સારા સમાચાર છે. Apple કંપની તમને 10 હજાર રૂપિયા રિફંડ કરી શકે છે. તેનું કારણ કંપનીની એક નીતિ છે. જો કે આ માટે તમારે કેટલીક શરતો પૂરી કરવી પડશે.

કંપની કેમ રૂપિયા આપી રહી છે?

તમે ખરીદેલા iPhoneના 14 દિવસની અંદર કંપની કિંમતમાં કોઈ ફેરફાર કરે છે, તો તમને ફોનને લઈને રિફંડ મળી શકે છે.

શું તમે નવો ફોન ખરીદ્યો છે?

જો તમે iPhone 16 લોન્ચ થાયના થોડા દિવસ પહેલા iPhone 15 કે iPhone 14 ખરીદ્યો છે, તો કંપની તમને 10,000 રૂપિયા આપશે. 

કઈ બાબતોનું ધ્યાન રાખવું જરૂરી

આ માટે જરૂરી છે કે, તમે તમારો ફોન એપલ સ્ટોર અથવા એપલની ઓફિશિયલ વેબસાઇટ પરથી ખરીદ્યો હોય. જો કે, તમારે કેટલીક બાબતો ધ્યાનમાં રાખવી પડશે.

14 દિવસમાં સંપર્ક કરવાનો રહેશે

કંપનીએ તેની પોલિસીમાં કહ્યું છે કે રિફંડ માટે તમારે કિંમતમાં ફેરફારના 14 દિવસની અંદર કંપનીનો સંપર્ક કરવો પડશે.

તમારી યોગ્યતા જાણવા આ નંબર પર કોલ કરો

તમે 000800 040 1966 પર કૉલ કરીને તમારી યોગ્યતા વિશે જાણી શકો છો. તમે નજીકના એપલ સ્ટોરની મુલાકાત લઈને પણ જાણી શકો છો.

કયારે તમને રૂપિયા નહીં મળે?

જો કિંમતમાં ઘટાડો મર્યાદિત સમય માટે છે, એટલે કે કોઈ સેલ હેઠળ કંપનીએ કિંમતમાં ઘટાડો કર્યો છે, તો તમને તેનો લાભ મળશે નહીં.

વધુ એક શરત

આ ઉપરાંત, પ્રાઈઝ પ્રોટેકશન કોઈ ડિવાઈસમાં 10 યુનિટ સુધી મર્યાદિત છે. તમે જો તમે આનાથી વધુ યુનિટ ખરીદ્યા છે, તો તમને આ લાભ નહીં મળે.

અહીં તમને જણાવી દઈએ કે કંપનીએ iPhone 14 અને iPhone 15ની કિંમતમાં 10 હજાર રૂપિયાનો ઘટાડો કર્યો છે. જ્યારે કંપનીએ iPhone 13ને બંધ કરી દીધો છે.

iPhone 15 કે 14 ખરીદયો છે? તો એપલ કંપની આપશે 10,000 રૂપિયા, જાણો શું કરવું પડશે? 2 - image


Google NewsGoogle News