Get The App

એપલના નવા ફીચર Enhanced Visual Search અંગે વિવાદ: ઇનોવેશન કે પ્રાઇવસીની ચિંતા?

Updated: Dec 31st, 2024


Google NewsGoogle News
એપલના નવા ફીચર Enhanced Visual Search અંગે વિવાદ: ઇનોવેશન કે પ્રાઇવસીની ચિંતા? 1 - image


Apple Photo Feature: એપલ પર એવો આરોપ મૂકવામાં આવ્યો છે કે iOS 18 અને MacOSમાં તેઓ યુઝરના ડેટાને ઓટોમેટિક એપલ મોકલી આપે છે, એ પણ યુઝરની કોઈ પણ જાતની પરવાનગી વગર.

નવું ફીચર

એપલ દ્વારા iOS 18 અને MacOSમાં Enhanced Visual Search ફીચર લોન્ચ કરવામાં આવ્યું છે. આ ફીચર માટે એપલ ડેટા કલેક્ટ કરતું રહે છે. તેને કારણે યુઝરના ડેટા અને પ્રાઇવસી વિશે સવાલો ઊભા થયા છે. યુઝરના ફોટામાં કે કોઈ પણ ફોટામાં કોઈ લેન્ડમાર્ક હોય તો તેની માહિતી મેળવવા માટે યુઝર હવે આ ફીચરનો ઉપયોગ કરી શકે છે. એપલ દ્વારા iOS 15માં Visual Look Up ફીચર લોન્ચ કરવામાં આવ્યું હતું, પણ હવે તેને Enhanced Visual Search નામ આપીને અપડેટ કરવામાં આવ્યું છે. આ ફીચરથી યુઝર્સને iOS 18 અને MacOSમાં કોઈ પણ જગ્યા વિશે પૂરતી માહિતી મળી શકે છે.

પ્રાઇવસી અંગે ચિંતા

એપલ દ્વારા યુઝરના ફોટાના ડેટા ક્લેક્ટ કરવામાં આવે છે. આ ફોટો ક્યાં ક્લિક કર્યો છે તેની લોકેશન લેવામાં આવે છે અને તેને તેમના સર્વર પર મોકલવામાં આવે છે. આ ડેટાને લઈને વિવાદ એટલા માટે છેડાયો છે કે એપલ દ્વારા આ માટે યુઝરની પરવાનગી લેવામાં આવતી નથી. કોઈ પણ ડેટા ક્લેક્ટ કરતાં પહેલા યુઝરની પરવાનગી લેવી જરૂરી છે, અને એપલ અન્ય તમામ બાબતમાં લે છે. જોકે આ એક એવું ફીચર છે જે ઓટોમેટિક એક્ટિવેટ હોય છે અને જેમાં યુઝરની કોઈ પરવાનગી લેવામાં આવતી નથી. આ કારણસર યુઝરના ડેટાને શેર કરવો અને પ્રાઇવસી અંગે સવાલો ઊભા થાય છે.

એપલના નવા ફીચર Enhanced Visual Search અંગે વિવાદ: ઇનોવેશન કે પ્રાઇવસીની ચિંતા? 2 - image

એપલનો જવાબ

એપલ દ્વારા કહેવામાં આવ્યું છે કે તેમના માટે યુઝર્સની પ્રાઇવસી ખૂબ જ મહત્ત્વની છે અને તે કોઈ પણ પ્રકારના ચેડા નથી કરતાં. એપલ જે ડેટા ક્લેક્ટ કરે છે, તેને સર્વર પર એન્ક્રિપ્ટેડ ફાઇલમાં સેન્‍ડ કરવામાં આવે છે અને તેને એપલ દ્વારા જોઈ શકાતું નથી. તે ફક્ત લેન્ડમાર્ક વિશે ડેટા ક્લેક્ટ કરે છે અને તે પણ મશીન દ્વારા કરવામાં આવે છે. આથી, ફોટામાં શું છે તે જાણી શકાતું નથી. જોકે એમ છતાંય, યુઝર્સની પરવાનગી વગર ડેટા લેવામાં આવે છે તે મુદ્દે ટીકા કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો: 2025 માટે કર્મચારીઓને તૈયાર રહેવા કહ્યું Sundar Pichaiએ: માર્કેટમાં ટકી રહેવા કમરકસી રહ્યું છે Google

વિવાદનો ઉકેલ

એપલ દ્વારા હાલમાં જ અપડેટ દ્વારા ઓપ્શન આપવામાં આવ્યું છે જેમાં યુઝર્સ Enhanced Visual Search ફીચર બંધ કરી શકે છે. આ માટે યુઝરે સેટિંગ્સમાં જઈને Photosમાં જઈને Enhanced Visual Search ઓપ્શન બંધ કરવું. આ ફીચર બંધ કરતાં જ, યુઝરના કોઈ પણ ડેટા એપલના સર્વર પર નહીં જાય.


Google NewsGoogle News