આઇફોનમાં બહુ જલદી ડિફોલ્ટ મેસેજ અને ફોન એપ્લિકેશન પણ બદલી શકાશે
Apple Change Phone Default App: એપલ યુઝર માટે ડિફોલ્ટ એપ્લિકેશન હવે બહુ જલદી બદલાઈ શકે છે. આઇફોનની ઘણાં વર્ષોથી તેમના ચાર્જરમાં મોનોપોલી હતી. જોકે યુરોપની સરકારે એ મોનોપોલી તોડી હતી અને દરેકને યુનિવર્સલ ચાર્જર રાખવા માટે કહ્યું હતું. જોકે હવે એપલના યુઝર માટે અન્ય ડિફોલ્ટ એપ્લિકેશન માટે પણ બદલાવ કરવામાં આવી રહ્યા છે.
આ પણ વાંચો: ગૂગલે એન્ડ્રોઇડ યુઝર માટેનું ડેડિકેટેડ સર્ચ બટન કાઢી નાખ્યું...
ડિફોલ્ટ એપ્લિકેશનમાં બદલાવ
યુરોપમાં આઇફોન અને આઇપેડમાં ડિફોલ્ટ એપ્લિકેશન તરીકે બદલાવ કરવામાં આવી રહ્યાં છે. ફોન કોલ માટેની એપ્લિકેશન, કીબોર્ડ, મેસેજ એપ્લિકેશન, પાસવર્ડ મેનેજર અને વગેરે જેવી ડિફોલ્ટ એપ્લિકેશન માટે હવે યુઝર પાસે પસંદગી રહેશે. આ સાથે જ ફેક્ટરી બિલ્ડ એપ્લિકેશનને ડિલીટ કરવાની પણ પરવાનગી આપવામાં આવશે. અત્યાર સુધી યુઝર ફોન અથવા તો મેસેજ એપ્લિકેશનને ડિલીટ નહોતું કરી શકતું. જોકે હવે એ માટે પણ ડિફોલ્ટ એપ્લિકેશન માટે અન્ય એપ્લિકેશન પસંદ કરી શકાતી હોવાછી યુઝરવે હવે દરેક એપ્લિકેશન ડિલીટ કરવાની પરવાનગી પણ આપવામાં આવી રહી છે.
બ્રાઇસર ચોઇઝની પસંદગી
એપલે અગાઉ વેબ બ્રાઉસર તરીકે શું ઉપયોગ કરવાનું એ માટે દરેકને પસંદગી કરવાની ચોઇસ આપી છે. યુઝર કોઈ પણ બ્રાઉસરનો ઉપયોગ કરી શકે છે. આ માટે સેટિંગ્સમાં જઈને ચેન્જ કરવું પડે છે. જોકે હવે એપલ દ્વારા એમાં પણ ઘણી વધુ ડિટેઇલ્સ ઉમેરવામાં આવી રહી છે. યુઝર જ્યારે સફારીને પહેલી વાર ઓપન કરશે ત્યારે જ તેને ફાયરફોક્સ અને ક્રોમ જેવા બ્રાઉસરને ઇન્સ્ટોલ કરવું છે કે નહીં એ પણ પૂછવામાં આવશે. પહેલાં સેટિંગ્સમાં જઈને કરવું પડતું હતું, પરંતુ હવે એ પૂછવામાં આવશે.
આ તમામા ચેન્જિસ iOS 18માં આવશે. શરૂઆત યુરોપના આઇફોન અને આઇપેડથી કરવામાં આવશે. ત્યાર બાદ એ દુનિયાભરના દેશોમાં પણ કરવામાં આવે એવા ચાન્સ છે. બની શકે નવી ઓપરેટિંગ સિસ્ટમ રિલીઝ થાય ત્યા સુધીમાં દુનિયાભરમાં એક સાથે જ ડિફોલ્ટ એપ્લિકેશનનો પ્લાન બની જાય.