Get The App

એપલ વોચ સિરીઝ 4 અને 15-ઇંચ મેકબૂક પ્રોને એપલ દ્વારા જાહેર કરવામાં આવ્યા ‘વિન્ટેજ’, આ પ્રોડક્ટ્સને હવે નહીં મળે સર્વિસ અને સોફ્ટવેર અપડેટ

Updated: Jan 3rd, 2025


Google NewsGoogle News
એપલ વોચ સિરીઝ 4 અને 15-ઇંચ મેકબૂક પ્રોને એપલ દ્વારા જાહેર કરવામાં આવ્યા ‘વિન્ટેજ’, આ પ્રોડક્ટ્સને હવે નહીં મળે સર્વિસ અને સોફ્ટવેર અપડેટ 1 - image


Apple Vintage List: એપલ દર વર્ષે એક લિસ્ટ જાહેર કરે છે. આ લિસ્ટમાં તેઓ ‘વિન્ટેજ’ ડિવાઇઝને જાહેર કરે છે. આ વિન્ટેજ એટલે એવી પ્રોડક્ટ જે હવે જૂની થઈ ગઈ છે અને એને એપલ દ્વારા સપોર્ટ આપવામાં નહીં આવે.આ ડિવાઇઝના સ્પેર પાર્ટ્સ કંપની થોડા સમય સુધી બનાવે છે અને એક વાર એને લુપ્ત થઈ ગયેલી ડિવાઇઝના લિસ્ટમાં સમાવેશ કરવામાં આવે ત્યાર બાદ એના પાર્ટ્સ પણ કંપની નથી બનાવતી.

શેના આધારે વિન્ટેજ નક્કી થાય છે?

એપલની એવી પ્રોડક્ટ જેને કોઈ પણ પ્રકારની સર્વિસ અથવા તો સપોર્ટ અથવા તો સોફ્ટવેર અપડેટ નહીં મળતું હોય એવી પ્રોડક્ટને વિન્ટેજમાં સામેલ કરવામાં આવે છે. જો કે, આ લિસ્ટમાં કઈ પ્રોડક્ટનો સમાવેશ કરવામાં આવે એ માટે પણ નિયમ છે. એપલ દ્વારા ડિસકન્ટીન્યુ કરવામાં આવેલી એવી કોઈ પણ પ્રોડક્ટ જેને પાંચ વર્ષથી વધુ સમય પહેલાં, પરંતુ સાત વર્ષથી ઓછા સમય દરમ્યાન ડિસકન્ટીન્યુ કરવામાં આવી હોય. ઉદાહરણ તરીકે, એપલ દ્વારા આઇફોન 15 પ્રો મોડલ્સને બંધ કરી દેવામાં આવ્યા છે. આ બંધ કર્યાના પાંચ વર્ષ બાદ એને આ લિસ્ટમાં સમાવેશ કરવામાં આવી શકે છે.

એપલ વોચ સિરીઝ 4

એપલ વોચ સિરીઝ 4ને 2018માં લોન્ચ કરવામાં આવી હતી. 2015માં એપલ દ્વારા પહેલું આઇવોચ લોન્ચ કરવામાં આવ્યું હતું. જો કે, સિરીઝ 4 દ્વારા તેની ડિઝાઇનમાં મહત્ત્વના ફેરફાર કરવામાં આવ્યા હતા. આ ડિઝાઇનમાં મોટી ડિસ્પ્લે અને વધુ પડતા રાઉન્ડ કોર્નરનો સમાવેશ કરવામાં આવ્યો હતો. 40mm અને 44mmની સાઇઝમાં મળતી આ વોચનો સમાવેશ હવે એપલની વિન્ટેજ લિસ્ટમાં કરવામાં આવ્યો છે.

એપલ વોચ સિરીઝ 4 અને 15-ઇંચ મેકબૂક પ્રોને એપલ દ્વારા જાહેર કરવામાં આવ્યા ‘વિન્ટેજ’, આ પ્રોડક્ટ્સને હવે નહીં મળે સર્વિસ અને સોફ્ટવેર અપડેટ 2 - image

15-ઇંચ મેકબૂક પ્રો (2019)

એપલ દ્વારા 2019નું 15-ઇંચ મેકબૂક પ્રો વર્ઝનને પણ વિન્ટેજ લિસ્ટમાં સામેલ કરવામાં આવ્યું છે. આ ખૂબ જ મહત્ત્વનું મોડલ છે કારણ કે આ પહેલું એવું મેકબૂક પ્રો છે જેમાં 15-ઇંચની ડિસ્પ્લે લોન્ચ કરવામાં આવી હતી. જો કે, એ જ વર્ષે એપલ દ્વારા 16 ઇંચનું મેકબૂક વર્ઝન પણ લોન્ચ કરવામાં આવ્યું હતું. આ વર્ઝન દ્વારા એપલના લેપટોપની સિરીઝમાં મોટી સ્ક્રીનની શરૂઆત થઈ હતી. આથી, મોટી સ્ક્રીનની શરૂઆત કરનાર આ લેપટોપ હવે એપલની વિન્ટેજ લિસ્ટમાં આવી ગયું છે.

આ પણ વાંચો: એપલ અને ગૂગલ સ્ટોર્સ પરથી ઘણાં VPN બ્લોક કર્યા સરકારે, કંપનીઓ તેમના સર્વરને ભારતમાંથી કાઢી અન્ય દેશમાં શિફ્ટ કરવાની તૈયારી દેખાડી

એપલની લુપ્ત થયેલી પ્રોડક્ટનું લિસ્ટ

એપલ દ્વારા વિન્ટેજની સાથે એક ઓબ્સોલેટ લિસ્ટ પણ જાહેર કરવામાં આવે છે. ઓબ્સોલેટ એટલે કે લુપ્ત. આ એવી પ્રોડક્ટ છે, જેને એપલ દ્વારા સાત વર્ષ પહેલાં ડિસકન્ટીન્યુ કરવામાં આવી હોય છે. આ લિસ્ટમાં જે પ્રોડક્ટનો સમાવેશ કરવામાં આવે, તે પ્રોડક્ટને એપલ તો રિપેર કરી જ નથી આપતું, પરંતુ તે પ્રોડક્ટ માટેના સ્પેરપાર્ટ્સ પણ એપલ નથી બનાવતું. આથી, થર્ડ પાર્ટી પણ આ પ્રોડક્ટને રિપેર નથી કરી શકતી. 2025ના આ લિસ્ટમાં MacBook (Retina, 12-inch, 2016), MacBook Air (13-inch, 2015), MacBook Pro (13-inch, 2016, 2 Thunderbolt 3 Ports), iMac (21.5-inch, 2015) અને iMac (Retina 4K, 21.5-inch, 2015)નો સમાવેશ થાય છે. આ પ્રોડક્ટ જેની પાસે હશે, તે જ્યાં સુધી ચાલે ત્યાં સુધી તેનો ઉપયોગ કરી શકશે. જો કે, ત્યાર બાદ તે બગડી જાય, તો તેને રિપેર કરવાના ચાન્સ નહીંવત છે.


Google NewsGoogle News