એપલના નવા ચીફ ફાઇનાન્સિયલ ઓફિસર તરીકે મૂળ ભારતીયની નિમણૂક, જાણો આ હસ્તી કોણ છે
Apple New CFO: કેવન પારેખ હાલમાં નામ ખૂબ જ ચર્ચમાં છે. મૂળ ભારતીય એવા કેવનને એપલ કંપની દ્વારા તેમના નવા ચીફ ફાઇનાન્શિયલ ઓફિસર તરીકે પસંદ કરવામાં આવ્યો છે. તે પહેલી જાન્યુઆરીથી આ પદ સંભાળશે. ભારતીયો હાલમાં અમેરિકામાં અનેક કારણોસર ચર્ચામાં છે. ભારતીય મૂળનો હોવાથી ભારતભરમાં ઘણાં લોકોને કેવન પારેખમાં રસ જાગ્યો છે કે તે છે કોણ?
નવી પ્રોડક્ટ લોન્ચ પહેલાં બદલાવ
એપલ નવમી સપ્ટેમ્બરે આઇફોન 16 સિરીઝ, આઇવોચ 10 અને એરપોડ્સ સિરીઝ થ્રી લોન્ચ કરવાનું છે. આ લોન્ચ પહેલાં જ એપલ તેની અન્ય જાહેરાતને લઈને ચર્ચામાં છે. એપલે અમેરિકામાં સોમવારે જાહેર કર્યું હતું કે તેઓ કેવન પારેખને ચીફ ફાઇનાન્શિયલ ઓફિસર તરીકે પ્રમોટ કરી રહ્યાં છે.
આ પણ વાંચો: માર્ચ સુધીમાં ભારતમાં છ લાખ જોબ ઊભી કરશે એપલ, ચીન થશે સાઇડલાઇન
કોણ છે કેવન પારેખ?
કેવન પારેખ મૂળ ભારતીય અમેરિકન છે. તેણે એપલ કંપનીને 2013માં જોઈન કરી હતી. ત્યારથી લઈને અત્યાર સુધી તેણે વિવિધ હોદ્દા પર કામ કર્યું છે. તે હાલમાં એપલના વાઇસ પ્રેસિડન્ટ છે અને ફાયનાન્શિયલ પ્લાનિંગ અને એનાલિસિસ, G&A એન્ડ બેનિફ્ટસ ફાયનાન્સ, ઇનવેસ્ટર રિલેશન્સ અને માર્કેચ રીસર્ચ ટીમને લીડ કરી રહ્યા છે. આ પહેલાં કેવને વર્લ્ડવાઇડ સેલ્સ, રિટેલ અને માર્કેટિંગ ફાઇનાન્સનો રોલ્સ સંભાળ્યો હતો. એપલની પ્રોડક્ટ માર્કેટિંગ, ઇન્ટરનેટ સેલ્સ એન્ડ સર્વિસ અને એન્જિયરિંગ ટીમ્સને ફાઇનાન્શિયલ સપોર્ટ દ્વારા તેણે કારકિર્દીની શરૂઆત કરી હતી.
એપલ પહેલાં ક્યાં ક્યાં કામ કર્યું હતું?
એપલ કંપની જોઈન કરવા પહેલાં કેવન પારેખે થોમસોન રોઇટર્સ અને જનરલ મોટર્સમાં સિનિયર લીડરશિપનો રોલ સંભાળ્યો હતો. તેણે અભ્યાસ પૂરો કર્યા બાદ ન્યૂ યોર્કની જનરલ મોટર્સની બ્રાન્ચમાં ડિરેક્ટર ઓફ બિઝનેસ ડેવલપમેન્ટની પોસ્ટ સંભાળી હતી. 2009માં તેણે થોમસોન રોઇટર્સમાં વાઇસ પ્રેસિડન્ટ ઓફ ફાયનાન્સ તરીકે જોઈન કર્યું હતું. ત્યાર બાદ કોર્પોરેટ ટ્રેઝરર તરીકે તેને પ્રમોશન મળ્યું હતું. ત્યાર બાદ તેણે 2013માં એપલ કંપની જોઈન કરી હતી.
આ પણ વાંચો: આઇફોન 16ના લોન્ચ પહેલાં લીક થઈ કિંમત, ભારતમાં કેટલા રૂપિયામાં મળી શકે છે નવો મોબાઇલ?
શું એજ્યુકેશન છે?
હાઇ સ્કૂલ અભ્યાસ પૂરો કર્યા પછી કેવન પારેખે મિશિગન યુનિવર્સિટી જોઈન કરી હતી. 1994માં તેણે ઇલેક્ટ્રિક એન્જિયરિંગમાં બેચલર ઓફ સાયન્સની ડિગ્રી મેળવી હતી. આ દરમિયાન તેણે ઘણાં પ્રોજેક્ટમાં કામ કર્યું હતુ જેને કારણે તેને તેના ફીલ્ડનું પ્રેક્ટિકલ નોલેજ મળ્યું હતું. 2000માં કેવન પારેખે યુનિવર્સિટી ઓફ શિકાગોમાંથી ફાઇનાન્સ એન્ડ સ્ટ્રેટેજિક મેનેજમેન્ટમાં માસ્ટર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશનની ડિગ્રી મેળવી હતી.