Get The App

હેકિંગ ચેલેન્જ: એપલ ઇન્ટેલિજન્સ હેક કરીને મેળવો 1 મિલિયન ડોલર

Updated: Oct 28th, 2024


Google NewsGoogle News
હેકિંગ ચેલેન્જ: એપલ ઇન્ટેલિજન્સ હેક કરીને મેળવો 1 મિલિયન ડોલર 1 - image


Apple-Bounty-Program: એપલ ઇન્ટેલિજન્સ સર્વર્સને જો કોઈ વ્યક્તિ હેક કરી શકે તે દર્શાવે, તો કંપની તેમને $1 મિલિયન આપવા માટે તૈયાર છે. એપલ દ્વારા તાજેતરમાં જ આ બાઉન્ટી પ્રોગ્રામ શરૂ કરવામાં આવ્યો છે. એપલે તેની સિક્યોરિટીનું પરીક્ષણ કરવા માટે આ પ્રોગ્રામ શરૂ કર્યો છે. તેની મદદથી જો સિક્યોરિટીમાં કોઈ પ્રોબ્લેમ હોય, તો એપલને તેની જાણ થઈ શકે છે. માત્ર એપલ જ નહીં, દુનિયાની ઘણી મોટી કંપનીઓ પણ આ પ્રકારના બાઉન્ટી પ્રોગ્રામ ચલાવતી હોય છે.

એપલ ઇન્ટેલિજન્સ સર્વર શું છે?

એપલ દ્વારા તેમના દરેક ડેટાને આ સર્વર પર રાખવામાં આવે છે, જેને પ્રાઇવેટ ક્લાઉડ કોમ્પ્યુટ તરીકે ઓળખવામાં આવે છે. એપલના આ સર્વર દરેક પ્રકારના સાઇબરઅટેક અને હેકિંગ માટે હંમેશાં તૈયાર રહે છે. આ સર્વરને એકદમ સિક્યોર માનવામાં આવે છે, જેમાંથી ડેટા કોમ્પ્રોમાઇઝ થવાના ચાન્સ ખૂબ જ ઓછા છે.

બાઉન્ટી પ્રોગ્રામની જાહેરાત

એપલ ઇન્ટેલિજન્સ સર્વરના લોન્ચ સાથે, એપલ આ સર્વરને લઈને ખૂબ જ પ્રોટેક્ટિવ છે. આ માટે કંપનીએ ઘણી સિક્યોરિટી અને પ્રાઇવસી રિસર્ચ ફર્મોને તેમના સર્વરને પરીક્ષણ માટે હાયર કર્યા હતા. તેમના તરફથી ગ્રીન સિગ્નલ મળ્યા બાદ, કંપની હવે આ સર્વરને હેકર્સ, ડેવલપર્સ, અથવા કોઈ પણ વ્યક્તિ માટે પરીક્ષણ માટે ઓફર કરી રહી છે. જે પણ વ્યક્તિ આ સિક્યોરિટીને તોડશે, એને $1 મિલિયન આપવામાં આવશે.

હેકિંગ ચેલેન્જ: એપલ ઇન્ટેલિજન્સ હેક કરીને મેળવો 1 મિલિયન ડોલર 2 - image

કયા કયા ઇશ્યુને ધ્યાનમાં રાખવામાં આવશે?

  • સિસ્ટમની ડિઝાઇન અથવા તેની બનાવટને કારણે ભૂલથી ડેટા જોવાય, તો તે માન્ય રહેશે.
  • યૂઝર દ્વારા કોઈ પરવાનગી આપ્યા વગર હેકર્સ ડિવાઇસ અથવા સર્વરને એક્સેસ કરી શકે, તો તે પણ માન્ય રહેશે.
  • કોઈ પણ વ્યક્તિ સિસ્ટમને કોમ્પ્રોમાઇઝ કરીને ડેટા કલેક્ટ કરી શકે, તો તે પણ માન્ય રહેશે.

કઈ ભૂલ શોધવા કેટલા રૂપિયા મળશે?

  • સિસ્ટમ ડિઝાઇનની ખામી શોધી આપનારને $50,000 આપવામાં આવશે.
  • અનસર્ટિફાઇડ કોડનો ઉપયોગ દર્શાવનારને $100,000 આપવામાં આવશે.
  • યૂઝરનો ડેટા ચોરી માટે $150,000 થી $250,000 આપવામાં આવશે.
  • યૂઝરની પરવાનગી વગર કોડનો ઉપયોગ કરીને ડિવાઇસને એક્સેસ કરનારને $1 મિલિયન આપવામાં આવશે.

આ પણ વાંચો: ‘લાઉન્જ પાસ’ દ્વારા નવ લાખ રૂપિયાની છેતરપિંડી, જાણો ટ્રાવેલર્સ કેવી રીતે બચી શકે

સિક્યોરિટીને મહત્ત્વ

એપલ દ્વારા કેટેગરી તો આપવામાં આવી છે, પરંતુ આ સિવાય પણ કોઈ મહત્ત્વની સિક્યોરિટીની ખામી શોધી આપનારને પણ પૈસા ચૂકવવામાં આવશે. એ નક્કી નથી કે કેટલા હશે, પરંતુ ખામીના પ્રકારને આધારે નક્કી થશે. બધા ફંડ્સ ફક્ત યુઝરના ડેટા સિક્યોર અને તેમના પ્રાઇવસી જાળવવા માટે જ છે.


Google NewsGoogle News