Get The App

એપલના બે એકાઉન્ટ વચ્ચે હવે સબસ્ક્રિપ્શન ટ્રાન્સફર શક્ય છે, જાણો કેવી રીતે

Updated: Feb 12th, 2025


Google NewsGoogle News
એપલના બે એકાઉન્ટ વચ્ચે હવે સબસ્ક્રિપ્શન ટ્રાન્સફર શક્ય છે, જાણો કેવી રીતે 1 - image


Apple App Store Purchase Transfer: એપલ દ્વારા નવું ફીચર લોન્ચ કરવામાં આવ્યું છે જેનાથી એક ડિવાઇસમાં ખરીદેલી સામગ્રીને બીજી ડિવાઇસમાં ટ્રાન્સફર કરી શકાશે. તેમાં એપ્સ અને મ્યુઝિક સહિત દરેક વસ્તુનો સમાવેશ થાય છે. એપલે એની જાહેરાત તેમના વેબસાઇટના સપોર્ટ પેજ પર કરી છે. જો કે આ ફીચર ફેમિલી શેરિંગથી અલગ છે.

એકથી વધુ એપલ એકાઉન્ટનો ઉપયોગ કરનાર માટે ફીચર

ઘણાં યુઝર્સ એવા છે જેઓ એક કરતાં વધુ એપલ એકાઉન્ટનો ઉપયોગ કરે છે. કામ માટે અને પર્સનલ ઉપયોગ માટે અલગ એકાઉન્ટ હોય છે. મોટાભાગે આ યુઝર્સનું પ્રાઇમરી એકાઉન્ટ આઇક્લાઉડ અને અન્ય એપ્સ માટે હોય છે, જ્યારે બીજું એકાઉન્ટ એપ્સ અને મીડિયાના પરચેઝ માટે હોય છે. આથી આ પ્રકારના યુઝર્સ લાંબા સમયથી સબસ્ક્રિપ્શન શેર કરવા માટેના વિકલ્પની માંગ કરી રહ્યા હતા, જેમાં ફક્ત ખરીદેલી વસ્તુને જ ટ્રાન્સફર કરી શકાય, અન્ય કોઈપણ ડેટાને નહીં.

ખરીદેલી વસ્તુને ટ્રાન્સફર કરવા માટેના નિયમો

એપલ દ્વારા આ ફીચર લોન્ચ કરવામાં આવ્યું છે, પરંતુ તેનો ઉપયોગ કરવા માટે ચોક્કસ નિયમો પણ છે. આ પરચેઝ ટ્રાન્સફર હાલમાં યુરોપિયન યુનિયન, યુનાઇટેડ કિંગડમ અને ઇન્ડિયામાં ઉપલબ્ધ નથી, પરંતુ ખૂબ જલદી શરુ કરવામાં આવી શકે છે. આ ટ્રાન્સફર કરવા માટે બન્ને ડિવાઇસ એક જ દેશ અને એક જ જગ્યાએ હોવા જોઈએ. ટૂ-ફેક્ટર ઓથેન્ટિકેશન ચાલું હોવું જોઈએ અને પેમેન્ટ મેથ્ડ પણ સક્રિય હોવી જોઈએ. આ સાથે જ ફેમિલી શેરિંગ બંધ હોવું જોઈએ.

એપલના બે એકાઉન્ટ વચ્ચે હવે સબસ્ક્રિપ્શન ટ્રાન્સફર શક્ય છે, જાણો કેવી રીતે 2 - image

નવા ફીચરની મર્યાદા

આ પરચેસ ટ્રાન્સફર લોક, ડિસેબલ, ડિલીટેડ અથવા ડિએક્ટિવેટેડ એકાઉન્ટ પરથી નહીં થઈ શકે. આ માટે બન્ને એકાઉન્ટ ચાલતાં હોવા જરૂરી છે. તેમજ જો યુઝરના પ્રાઇમરી એકાઉન્ટ દ્વારા એક પણ વાર પરચેઝ કરવામાં આવી નથી તો પરચેઝ માઇગ્રેશન શક્ય નથી. આથી ફક્ત એક્ટિવ યુઝર્સ જ આ ફીચરનો ઉપયોગ કરી શકે છે.

આ પણ વાંચો: 'ગલ્ફ ઓફ મેક્સિકો'ને 'ગલ્ફ ઓફ અમેરિકા' કર્યું ગૂગલ મેપ્સ અને એપલ મેપ્સે

કેવી રીતે કરશો ટ્રાન્સફર?

એક એપલ એકાઉન્ટથી બીજા એપલ એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવા માટે, પહેલા સેટિંગ્સમાં જાઓ. ત્યારબાદ એપલ એકાઉન્ટના નામ પર ક્લિક કરીને 'મીડિયા અને પરચેઝ' પર જાઓ. ત્યાં 'માઇગ્રેશન પરચેઝ' વિકલ્પ આપેલ હોય, તેની પર ક્લિક કરો. પ્રાઇમરી અને સેકન્ડરી એકાઉન્ટની માહિતી વેરિફાઇ કર્યા પછી યુઝર્સને કન્ફર્મેશન ઇમેલ મળશે. આ ઇમેલ મળતાં જ યુઝર્સ તેમના બન્ને એકાઉન્ટ પર એક ડિવાઇસમાં કરેલી પરચેઝને અન્ય ડિવાઇસમાં ઉપયોગ કરી શકશે.


Google NewsGoogle News