એપ-કેબની સફર સલામત બનાવતાં ફીસર્ચ
- ík{khu
ÃkkuíkkLku {kxu fu MktíkkLkku {kxu yuÃk-fuçkLkku WÃkÞkuøk fhðkLkku Úkíkku nkuÞ
íkku íkuLkkt Mku^xe Ve[Mko Mk{sðkt sYhe Au
- yktøk¤eLkk Rþkhu xuõMke çkku÷kððe Mknu÷e Au, Aíkkt òu¾{e Ãký Au
આપણા રોજબરોજના જીવને
ફરી ગતિ પકડી લીધી છે. સ્કૂલ-કોલેજ અને ટ્યૂશન ક્લાસ ફરી રાબેતા મુજબ ઓફલાઇન શરૂ
થઈ ગયા છે. સવારના પહોરમાં સ્કૂલ-કોલેજ કે ઓફિસ-ફેક્ટરીએ જવા માટે દોડધામની શરૂઆત
થાય એ મોડી સાંજે ઘરે પરત ફરતી વખતે માંડ પૂરી થાય છે. આ દરમિયાન દરેક વખતે સ્કૂલ-કોલેજ, કંપનીની બસ કે પોતાના
વાહનની સગવડ મળતી નથી. ઘણી વખત આપણે પોતાના માટે કે સંતાનોની આવનજાવન માટે પણ
એપ-કેબનો આશરો લેવો પડે છે.
આ તો પોતાના, જાણીતા શહેરમાં
આવનજાવનની વાત થઈ. વેકેશન નજીક હોવાથી અને બે વર્ષથી આપણે ઘરમાં પૂરાયેલા રહ્યા
હોવાથી, આવતા મહિનાથી આપણા સૌના ચોતરફ પ્રવાસ પણ શરૂ થશે.
બીજી તરફ, આઇટી કે અન્ય
ઇન્ડસ્ટ્રીમાં વર્ક-ફ્રોમ-હોમની લક્ઝરી પૂરી થવા લાગી હોવાથી, આપણાં સંતાનો ફરી
બેંગલુરુ, હૈદરાબાદ,
મુંબઈ,
દિલ્હી, પૂણે વગેરે શહેરો તરફ
ઊડવા લાગ્યાં છે.
આ બધી દોડધામ દરમિયાન
આપણે વારંવાર સ્માર્ટફોનમાં કેબ માટે ઉબર કે ઓલા જેવી કંપનીની એપ ઓપન કરી, આંગળીના ઇશારે કેબ
બોલાવી લઈએ છીએ - સલામતીનો ખાસ વિચાર કર્યા વિના.
પોતે એપ-કેબમાં
મુસાફરી કરી રહ્યા હોઈએ તો તો ઠીક છે, પણ દૂરના અજાણ્યા શહેરમાં એરપોર્ટ-રેલવે સ્ટેશનેથી
અડધી રાત્રે કે કંપનીમાંથી મોડી છૂટ્યા પછી દીકરી એકલી કેબમાં પીજી તરફ જઈ રહી હોય
ત્યારે એનાં મા-બાપને જે ચિંતા સતાવતી હોય એનો બીજાને ઝટ અંદાજ પણ ન આવે. ઘણાં
શહેરોમાં, ત્યાંના જાણકાર લોકોના મતે, અમુક સમયે પબ્લિક
ટ્રાન્સપોર્ટ બસ કરતાં પણ એપ-કેબમાં સફર વધુ સલામત હોય છે એટલે ના છૂટકે પણ એવી
કેબમાં જવું પડે, જેમાં પોતે અને તદ્દન અજાણ્યો ડ્રાઇવર - બે જ
વ્યક્તિ હોય!
નવી જનરેશન બહુ
સ્માર્ટ છે એ વાત સાચી, છતાં અવારનવાર થતાં સર્વેક્ષણો બતાવે છે કે
એપ-કેબ્સનો ઉપયોગ જેટલો વધ્યો છે એટલી તેમાંનાં સેફ્ટી ફીચર્સ વિશેની જાણકારી વધી
નથી.
આપણે ગૂગલ મેપ્સમાં
પરિવારની નજીકની વ્યક્તિ સાથે આપણું લોકેશન કાયમ માટે શેર્ડ રાખી શકીએ છીએ. એ
સેફ્ટીનું પહેલું પગલું થયું. વિવિધ શહેરોની પોલીસ મુસાફરો - ખાસ કરીને મહિલાઓની
સલામતી માટે વિવિધ પગલાં લે છે અને ખાસ એપ્સ પણ લોન્ચ કરે છે. લોકેશન કાયમ માટે
શેર ન કરવું હોય કે ફોનમાં વધારાની એપ્સ ઇન્સ્ટોલ ન કરવી હોય તો એપ-કેબ્સનાં
સેફ્ટી ફીચર્સ વિશે પ્રાથમિક જાણકારી મેળવી રાખી હોય અને મુસાફરી વખતે તેનો લાભ
લઈએ તો પણ હૈયે ઘણી ધરપત રહી શકે છે.
ભારતમાં એપ આધારિત ટેક્સી બુકિંગ સર્વિસ આપતી કંપનીઓ વધી રહી છે ત્યારે આવી કેટલીક ટોચની કંપનીની એપમાં જોવા મળતાં સેફ્ટી ફીચર્સની વાત કરીએ.
zÙkRðh,
fkhLke ¾kíkhe fhðe
એપ-કેબ સર્વિસમાં
સલામતીનું એક મહત્ત્વનું પાસું. તેમાં આપણે ટેક્સી બુક કરીએ એ પછી ટેક્સી અને
ડ્રાઇવરને સંબંધિત મહત્ત્વની માહિતી આપણને એપમાં મળે છે. જે કાર આવી રહી હોય તેની
મેક અને મોડેલ, તેનો આરટીઓ રજિસ્ટ્રેશન નંબર, ડ્રાઇવરનું નામ અને
તેનો ફોટો વગેરે વિગતો આપણી સાથે શેર થાય છે. જે વિગતો આપણી સાથે શેર થાય એ
સ્વાભાવિક રીતે કંપની પાસે પણ રહે. ફક્ત ટેક્સીમાં બેસતી વખતે આપણે આ બધી બાબતો
તપાસીને, આપણે સાચી જ,
પોતે બુક કરેલી ટેક્સીમાં જ બેસી રહ્યા છીએ
એની ખાતરી કરવી જરૂરી છે.
ykuxeÃkeÚke rxÙÃkLkwt ðurhrVfuþLk
બેંગલુરુમાં હેડક્વાર્ટર ધરાવતી ઓલા કેબ્સ કંપની લાંબા સમયથી પિન વેરિફિકેશનની સગવડ આપતી હતી. બુક થયેલી દરેક ટ્રિપ માટે, બુક કરનારના ફોનમાં એક પિન આવે, જે કારના ડ્રાઇવર સાથે મેચ કરવાનો રહે છે. આ રીતે આપણને ખાતરી રહે છે કે આપણે સાચી કારમાં જ બેસી રહ્યા છીએ. ઓલાની હરીફ અને અનેક દેશોમાં કાર્યરત ઉબરમાં લાંબા સમય સુધી આ સગવડ નહોતી. હવે તેમાં પણ પિન વેરિફિકેશન ઉમેરાયું છે અને મુસાફર ઇચ્છે તો તેને ઇનેબલ કરી શકે છે તેમ જ ડ્રાઇવર તદ્દન નજીક હોય ત્યારે ઓટોમેટિક, વાયરલેસ પદ્ધતિથી વેરિફિકેશન થાય તેવી સુવિધા પણ ઉમેરાઈ છે.
ykÃkýe rxÙÃk
þuh fhe þfkÞ
દરેક સારી એપ-કેબ સર્વિસ આ સગવડ આપે છે પરંતુ આપણે તેનો પૂરતો લાભ લેતા નથી. આવી એપમાં ટ્રસ્ટેડ કોન્ટેક્ટ્સની સગવડ હોય છે, જેની મદદથી આપણે કારમાં બેસી એ સાથે આપણી ટ્રિપની વિગતો એ પાંચેય કોન્ટેક્ટને શેર કરી શકીએ છીએ. એ પછી એ લોકો પોતાના ફોનમાં આપણું કરન્ટ લોકેશન જોઈ શકે છે અને આપણે નિર્ધારિત સ્થાને લગભગ કેટલા સમયમાં પહોંચીશું એ પણ જોઈ શકે છે. અણધાર્યા સંજોગમાં એ લોકોનો ઝડપથી સંપર્ક કરવા માટે પણ આ સુવિધા કામની છે. એપના સેટિંગ્સમાં મેનેજ યોર કોન્ટેક્ટ્સમાં આ વિગતો ઉમેરી શકાશે.
yuÃk îkhk
hkRz[u®føkLke MkwrðÄk
એપ-કેબ સર્વિસનો આખો બિઝનેસ જીપીએસ લોકેશન ટ્રેકિંગના આધારે ચાલે છે. હવે એ જ ટેક્નોલોજીને સેફ્ટી માટે પણ કામે લગાડવામાં આવી છે. ઉબરમાં ગયા વર્ષથી રાઇડચેક નામે એક ફીચર ઉમેરાયું છે. તેની મદદથી કંપની દરેક ટ્રિપ ચેક કરતી રહે છે અને જો કોઈ કાર નિર્ધારિત માર્ગ કરતાં જુદો વળાંક લે કે કોઈ જગ્યાએ સામાન્ય કરતાં વધુ સમય રોકાઈ રહે તો કંપની તરફથી મુસાફરને નોટિફિકેશન મોકલી પૂછવામાં આવે છે કે બધું બરાબર છેને? જો મુસાફરને અસલામતી જેવું લાગે તો તેને એપમાંના સેફ્ટી ટૂલ્સ સૂચવીને ઇમરજન્સી હેલ્પલાઇન કે અન્ય કોન્ટેક્ટ્સનો તરત સંપર્ક કરવા જેવાં પગલાં સૂચવવામાં આવે છે.
yuÃk îkhk
ykurzÞku hufku‹zøk Ve[h
આ પણ ઉબર દ્વારા કંપની ગયા વર્ષે ઉમેરવામાં આવેલું ફીચર છે, જેનું હજી પાઇલોટ ટેસ્ટિંગ ચાલી રહ્યું છે. આ ફીચરની મદદથી, પેસેન્જર અને ડ્રાઇવર, બંને જ્યારે ઇચ્છે ત્યારે એપમાં એક ક્લિકથી તેમની વચ્ચેની વાતચીતનું ઓડિયો રેકોર્ડિંગ શરૂ કરી શકે છે! આ ફીચર ઓપ્શનલ છે, પરંતુ પેસેન્જર કેબ બુક કરે ત્યારે તેને જાણ કરવામાં આવશે કે તેમની કારના ડ્રાઇવરે આ ફીચર ઇનેબલ કર્યું છે કે નહીં. મજા એ છે કે આ રેકોર્ડિંગ એન્ક્રિપ્ટેડ રહેશે અને પેસેન્જર/ડ્રાઇવરના ડિવાઇસમાં જ સેવ થશે, પરંતુ બંને તેને સાંભળી શકશે નહીં! કોઈ વિવાદની સ્થિતિમાં, આ રેકોર્ડિંગ કંપનીને સબમિટ કરી શકાશે જેથી તે આગળનાં પગલાં લઈ શકે!
R{hsLMke{kt
fk{ ÷køkíkwt çkxLk
દરેક સારી એપ-કેબ
સર્વિસ કટોકટીના સંજોગમાં મદદ મેળવવા માટે એસઓએસ કે ઇમરજન્સી બટનની સગવડ આપે છે. આપણી ટ્રિપ શરૂ થાય
એ સાથે એપના સ્ક્રીન પર એક લાલ બટન જોવા મળે છે. તેને ટેપ કરતાં, જે તે કંપનીની
ઇમર્જન્સી રિસ્પોન્સ ટીમનો તત્ક્ષણ સંપર્ક કરી શકાય છે.
એ બટન પ્રેસ કર્યા
પછી આપણે પોતાના ઇમર્જન્સી કોન્ટેક્ટ્સને એલર્ટ મોકલી શકીએ છીએ કે સૌથી નજીકના
પોલીસ કંટ્રોલ રૂમનો સીધો સંપર્ક કરવાનો વિકલ્પ પણ પસંદ કરી શકીએ છીએ. ટ્રિપ શરૂ
કરતી વખતે આ બટનની મદદથી, તમારા સ્વજનને એલર્ટ મોકલીને તેની અજમાયશ કરી શકાય, અલબત્ત સબ સલામત હોવાની તેમને પહેલેથી
જાણ કરીને!