Get The App

આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનું આ મોડલ કેમ ગણાય છે સૌથી ઈન્ટેલિજન્ટ, જાણો તેની ક્ષમતા

આ નવા ચેટ મોડલનું નામ છે - એન્થ્રોપિક્સ ક્લાઉડ 3, આ મોડલ આ વર્ષે ગત 4 માર્ચે લોન્ચ કરવામાં આવ્યું

ઓપન એઆઈનું ચેટ જીપીટી-4 મોડલ અત્યાર સુધીનું સૌથી ઈન્ટેલિજન્ટ AI મોડલ માનવામાં આવે છે

Updated: Mar 9th, 2024


Google NewsGoogle News
આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનું આ મોડલ કેમ ગણાય છે સૌથી ઈન્ટેલિજન્ટ, જાણો તેની ક્ષમતા 1 - image

Image Freepic

Artificial intelligence :  વિશ્વભરમાં હવે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI)નો સમય શરુ થયો છે. ઓપન એઆઈનું ચેટ જીપીટી-4 મોડલ અત્યાર સુધીનું સૌથી ઈન્ટેલિજન્ટ AI મોડલ માનવામાં આવે છે. પરંતુ બજારમાં હવે એક નવુ એઆઈ ચેટ મોડલ આવ્યું છે, જેના પર દાવો કરવામાં  આવ્યો છે કે આ નવું મોડલ ચેટ જીપીટી-4ને પણ પાછળ પાડી દેશે. 

આ નવા ચેટ મોડલનું નામ છે - એન્થ્રોપિક્સ ક્લાઉડ 3, આ મોડલ આ વર્ષે ગત 4 માર્ચે લોન્ચ કરવામાં આવ્યું છે. એન્થ્રોપિક (Anthropic)નો   દાવો છે કે  Claude 3 એ અત્યાર સુધીનું સૌથી ઈન્ટેલિજન્ટ AI મોડેલ છે.  આ અનેક પ્રકારનાં કાર્યો કરવા માટે પહેલાનાં મોડલો કરતાં ખૂબ જ ઉત્તમ છે. જેમ કે આ દરેક પ્રકારના પ્રશ્નોના જવાબ આપવા, સમસ્યાઓના ઉકેલ લાવવા અને અહીં સુધી કે કોડિંગમાં પણ શ્રેષ્ઠ છે. 

આ ગમે તેવું અઘરુ કામ સરળતાથી પાર પાડે છે

Claude 3ને ત્રણ અલગ-અલગ મોડલમાં લોન્ચ કરવામાં આવ્યું છે. અને દરેક મોડેલની પોતાની કેટલીક ખાસિયતો અને નબળાઈઓ છે. સૌથી વધુ ઈન્ટેલિજન્ટ મોડલને 'ક્લાઉડ 3 ઓપસ' કહેવામાં આવે છે, જે મુશ્કેલમાં મુશ્કેલ કામને સરળતાથી પાર પાડે છે. પરંતુ તેનો ઉપયોગ સૌથી મોંઘો છે.

સોનેટ અને ઓપસ 159 દેશોમાં ઉપલબ્ધ છે

આ સિવાયના અન્ય બે મોડલ છે. ક્લાઉડ 3 સોનેટ અને ક્લાઉડ 3 હાઈકુ. આ બંને ક્લાઉડ 3 ઓપસની સરખામણીએ થોડા ઓછા ઈન્ટેલિજન્ટ છે, પરંતુ ઉપયોગ કરવા માટે સસ્તા છે. સોનેટ અને ઓપસ 159 દેશોમાં ઉપલબ્ધ છે, જ્યારે હાઈકુ ટૂંક સમયમાં ઉપલબ્ધ થઈ જશે.

શું છે ક્લાઉડ -3ની ખાસિયતો..?

ક્લાઉડ-3 એક ઈન્ટેલિજન્ટ ભાષા મોડલ (LLMs)છે જેને એન્થ્રોપિક કંપની દ્વારા બનાવવામાં આવ્યું છે. આ ચેટબોટ ટેક્સ્ટ, વોઈસ મેસેજ અને ડોક્યુમેન્ટ્સની સમીક્ષા કરવામાં સક્ષમ છે. તેની ખાસિયત એ છે કે ક્લાઉડ-3 વિશ્વમાં ટોપ ચેટ મોડલની સરખામણીએ ઝડપી અને બુદ્ધિપૂર્વક જવાબ આપે છે. 


Google NewsGoogle News