વિદ્યાર્થીઓએ બનાવી ફોલ્ડેબલ ઈલેક્ટ્રિક સાયકલ! આનંદ મહિન્દ્રાને ગમ્યો કોન્સેપ્ટ, કરશે રોકાણ

એકવાર ચાર્જ કર્યા પછી 70 કિલોમીટર સુધી ચાલી શકે છે આ સાયકલ

આ ઈ-સાયકલમાં 250W ની મોટર અને 36Vની બેટરીનો ઉપયોગ કરવામાં આવ્યો છે

Updated: Oct 23rd, 2023


Google NewsGoogle News
વિદ્યાર્થીઓએ બનાવી ફોલ્ડેબલ ઈલેક્ટ્રિક સાયકલ! આનંદ મહિન્દ્રાને ગમ્યો કોન્સેપ્ટ, કરશે રોકાણ 1 - image
Image Twitter 

તા. 23 ઓક્ટોબર 2023, સોમવાર 

Foldable electric bicycle : દેશમાં ઈલેક્ટ્રિક વાહનોની ડિમાન્ડ રોજે રોજ વધી રહી છે અને તેને ધ્યાનમાં રાખી કંપનીઓ નવા નવા સ્ટાર્ટઅપ સાથે અદ્યતન ટેકનોલોજીના ઉપયોગ કરી વિવિધ સાધનો માર્કેટમાં લોન્ચ કરી રહી છે. જેમા ઈલેક્ટ્રિક કાર, બાઈક અને સ્કુટર પછી હવે ઈલેક્ટ્રિક સાયકલમાં પણ લોકોની રુચી વધી રહી છે. 

થોડા દિવસો પહેલા મહિન્દ્રા ગ્રુપના ચેરમેન આનંદ મહિન્દ્રાએ સોશિયલ નેટવર્કિંગ સાઈટ  એક્સ (X)પર દુનિયાની પહેલી ફોલ્ડેબલ ડાયમંડ ઈલેક્ટ્રિક સાયકલ (e-Bike)ની તસવીરો શેર કરીને તેની ખાસિયતો વિશે વાત કરી હતી. આ બાબતે આનંદ મહિન્દ્રા વાત કરતા જણાવી રહ્યા છે કે IIT Bombayના વિદ્યાર્થીઓના એક ગ્રુપ દ્વારા તૈયાર કરવામાં આવેલ આ સાયકલના સ્ટાર્ટઅપમાં રોકાણ કર્યુ છે. 

એકવાર ચાર્જ કર્યા પછી 70 કિલોમીટર સુધી ચાલી શકે છે આ સાયકલ 

આનંદ મહિન્દ્રાએ સોશિયલ મીડિયા પર આ ઈલેક્ટ્રિક સાયકલની કેટલીક તસવીરો શેર કરી છે. જેમા તે ખૂદ આ સાયકલને ચલાવતા જોવા મળી રહ્યા છે. આ તસવીરો સાથે આનંદ મહિન્દ્રાએ પોસ્ટમાં લખ્યું છે કે, IIT Bombayએ ફરી એકવાર ગૌરવશાળી કાર્ય કર્યુ છે. તેમણે ફુલ સાઈઝના પૈડાવાળી દુનિયાની પહેલી ફોલ્ડેબલ ડાયમંડ ફ્રેમ ઈ-બાઈક બનાવી છે. 

કેવી છે આ ઈલેક્ટ્રિક સાયકલ

Hornback X1 ડાયમંડ ફ્રેમવાળી આ ફોલ્ડેબલ ઈ બાઈક છે. જેમા 250W ની મોટર અને 36Vની બેટરીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ બાઈક એકવાર ચાર્જ કર્યા પછી 70 કિલોમીટર સુધી ચાલી શકે છે અને તેની ટોપ સ્પીડ 25 કિલોમીટર પ્રતિ કલાક છે.  આ બાઈક વજન 15 કિલો છે, એટલે કે તે ખુબ હલકી છે. તેને ફોલ્ડ કરવી પણ ઘણી સરળ છે, તેને માત્ર કેટલીક સેકન્ડમાં ફોલ્ડ કરી શકાય છે.  


Google NewsGoogle News