ખૂબ આગળ નીકળી ગયું આ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ ટૂલ! મૃત્યુની 'ભવિષ્યવાણી' પણ કરી શકતું હોવાનો દાવો
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ટૂલ જે મૃત્યુના સમયની ભવિષ્યવાણી કરી શકે છે
આ AI ટૂલની ભવિષ્યવાણી 75 ટકા સાચી સાબિત થાય છે
Artificial Intelligence Tool: મોટાભાગના લોકોને એ જાણવામાં વધુ રસ હોય છે કે, તેનું જીવન કેટલું લાંબુ ચાલશે, તે જાણવા નથી ઈચ્છતા કે, તેમનું મૃત્યુ ક્યારે થશે. પરંતુ કેટલાક લોકો પાતાના મૃત્યુ વિશે જાણવામાં પણ રસ દાખવે છે. એવામાં એક આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ ટૂલ (AI Tool)આવ્યું છે, જેને લઈને દાવો કરવામાં આવે છે કે, આ AI ટૂલથી મૃત્યુની ભવિષ્યવાણી કરવામાં આવશે.
AI ટૂલની ભવિષ્યવાણી 75 ટકા સાચી સાબિત થાય છે!!
એક મીડિયા રિપોર્ટમાં આ AI ટૂલ વિશે માહિતી આપવામાં આવી હતી. આ ટૂને ટેકનિકલ યુનિવર્સિટી ઓફ ડેનમાર્કના પ્રોફેસર સુની લેહમાને ડેવલપ કર્યું છે. Life2vec નામથી ઓળખાતું આ ટૂલ કોઈ પણ વ્યક્તિના જીવનના વિભિન્ન ક્ષણો જેમકે ઈનકમ ,પ્રોફેશન, રહેણીકરણી વગેરે જેવી બાબતોનું વિશ્લેષણ કરે છે અને તેના આયુષ્યનો અંદાજ કાઢે છે. દાવો કરવામાં આવે છે આ AI ટૂલની ભવિષ્યવાણી 75 ટકા સાચી સાબિત થાય છે.
60 લોકો પર કરાયુ રિસર્ચ
પ્રોફેસર સુની લેહમાનની ટીમે આ AI ટૂલ માટે 2008થી 2020 વચ્ચે ડેનમાર્કમાં 60 લાખ લોકો પર રિસર્ચ કર્યું હતું. આ સંશોધનમાં, life2vec દ્વારા આગાહી કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો કે જે લોકો 1 જાન્યુઆરી, 2016ની વચ્ચે ઓછામાં ઓછા વધુ ચાર વર્ષ જીવે તેવી અપેક્ષા છે. આમાં લોકોના જીવનની ઘટનાઓને એક ક્રમની જેમ બનાવવામાં આવી હતી અને ભાષામાં શબ્દોમાંથી વાક્યો બનાવવાની પ્રક્રિયા સાથે સરખામણી કરવામાં આવી હતી.
કેવી રીતે ભવિષ્યવાણી કરે છે?
આ AI ટૂલનો એક્યૂરેસી રેટ સટીક હતો. તે કોઈ ભુલ કર્યા વગર એ અંદાજ લગાવવામાં આવ્યો હતો કે, ક્યા લોકોના મોત વર્ષ 2020માં થશે. તેનો એક્યુરેસી રેટ 75 ટકા વધુ હતો. આ રિસર્ચમાં ઝડપી મોત થવાના કારણો પણ જણાવવામાં આવ્યા હતા. મોટા ભાગના કારણો માનસિક સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ અથવા નોકરીને લગતા હતા. ઈનકમ અને લીડરશીપ જેવા કારણો લાંબા જીવન સાથે જોડાયેલા હતા.
પ્રોફેસર સુની લેહમાનના જણાવ્યા અનુસાર, નૈતિક મૂલ્યોને જોતા આ રિસર્ચમાં ભાગ લેનારા કોઈ પણ વ્યક્તિને તેના જીવનું અનુમાન વિશે જણાવ્યું નથી. હજુ આ AI ટૂલ સામાન્ય જનતા અથવા કોર્પોરેશન માટે આવ્યું નથી, પરંતુ લેહમાન અને તેની ટીમ આ ટૂલ પર વધુ કામ કરવા માગે છે.