અમેરિકાન યુનિવર્સિટીની કમાલ, મશરૂમની મદદથી કન્ટ્રોલ કર્યો રોબોટ
Mushroom For Robot: અમેરિકાની કોર્નેલ યુનિવર્સિટીની એન્જિયર્સની ટીમે રોબોટને કન્ટ્રોલ કરવા માટે મશરૂમનો ઉપયોગ કર્યો છે. તેમણે આ માટે એક એક્સપેરિમેન્ટ કર્યો હતો, જેમાં તેઓ સફળ રહ્યાં છે. ફૂગ દ્વારા ઉત્પન્ન કરવામાં આવતાં ઇલેક્ટ્રિક સિગ્નલનો ઉપયોગ રોબોટિક કન્ટ્રોલમાં કેવી રીતે કરવો એના પર રિસર્ચ કરવામાં આવ્યું હતું. એન્જિનિયર્સની આ ટીમ દ્વારા બાયોલોજિકલ અને મિકેનિકલ ઇલીમેન્ટ્સને ભેગા કરવાનો પ્રયાસ કરાયો હતો.
ટ્રેડિશનલ રોબોટિક્સનો પર્યાય
મિકેનિકલ રોબોટ્સની જેમ સંપૂર્ણ પણે કન્ટ્રોલ કરી શકાતું હોવાથી બાયોહાઇબ્રિડ પર લોકોની નજર જઈ રહી છે. એમાં રોબોટ્સને પ્રાણી જેવા બનાવવામાં આવે છે. આ પાછળનું કારણ તેમની કાર્ય કરવાની ક્ષમતા અને ડ્યુરેબિલિટી હોય છે. સ્વિમિંગ રોબોટ માટે દેડકા જેવા મસલ્સનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
બાયોહાઇબ્રિડ મિશન માટે ફાયદાકારક ફૂગ
ફૂગ તેમની સ્થિતિસ્થાપકતા અને સરળતાથી મળી રહેવાને કારણે બાયોહાઇબ્રિડ મશીનો માટે આશાસ્પદ વિકલ્પ રજૂ કરે છે. આ થિયરીને ચેક કરવા માટે સંશોધકોએ 3D-પ્રિન્ટેડ દ્વારા બનાવવામાં આવેલા એક સ્ટ્રક્ચરમાં કિંગ ઓઇસ્ટર મશરૂમ્સની મદદથી માયસેલિયા સ્ટ્રક્ચર્સ બનાવ્યું હતું. (માયસેલિયા એક ઝાડના મૂળ જેવું સ્ટ્રક્ચર છે જેને ફૂગ વડે બનાવવામાં આવ્યું હોય છે.) આ સ્ટ્રક્ચરના તળિયે ઇલેક્ટ્રોડનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ઇલેક્ટ્રોડ એટલે કે ઇલેક્ટ્રિક કન્ડ્ક્ટર જેનો ઉપયોગ નોન-મેટાલિક વસ્તુ સાથે સર્કિટને કનેક્ટ કરવા માટે થાય છે. સોફ્ટ મટિરિયલ પરંતુ તૂટી ન જાય એવા મટિરિયલથી આ રોબોટ બનાવવામાં આવ્યો છે.
આ પણ વાંચો: 95 ટકા લોકોના મોબાઇલ પર રોજના આવે છે કામ વગરના કોલ્સ, TRAIએ બ્લોક કર્યા અઢી લાખ નંબર્સ
ફૂગ દ્વારા થાય છે કન્ટ્રોલ
માયસેલિયા પર જ્યારે અલ્ટ્રાવાયોલેટ લાઇટ પાડવામાં આવે છે ત્યારે એ ઇલેક્ટ્રિકલ સિગ્નલ પ્રોડ્યુસ કરે છે. ફૂગ પર આ લાઇટ પાડીને ઇલેક્ટ્રોડ્સ દ્વારા એન્જિયરે રોબોટના પગને કન્ટ્રોલ કરવાનો પ્રયાસ કર્યો હતો, જેમાં તેઓ સફળ રહ્યા હતા. આ રીતને ત્યાર બાદ ચાર પૈડાવાળા રોબોટ પર એપ્લાય કરાઈ હતી, જેમાં પણ તેમને સફળતા મળી હતી. જોકે મુશ્કેલી એ છે કે સમય જતાં આ ફૂગ દ્વારા મળતાં સિગ્નલ થોડા નબળાં પડી જાય છે.
સમસ્યાનું સમાધાન
આ સમસ્યાનું સમાધાન પણ રિસર્ચરોએ કાઢી લીધું છે. તેમણે એક ઇલેક્ટ્રિકલ ઇન્ટરફેસ બનાવ્યો છે જે માયસેલિયાની ઇલેક્ટ્રોફિસિઓલોજીકલ એક્ટિવિટીને રેકોર્ડ કરે છે અને એને ડિજિટલ સિગ્નલમાં કન્વર્ટ કરીને રોબોટ સુધી પહોંચાડે છે. રોબોટ કેવી રીતે એક જગ્યા પરથી હટીને બીજી જગ્યાએ જાય છે એ મૂવમેન્ટ પર પણ તેમણે રિસર્ટ કર્યું છે. લાઇટને કેવી રીતે ફૂગ પર પાડવામાં આવે છે એના આધારે રોબોટ રીએક્ટ કરે છે. સિગ્નલ ઓછા થવા અને મશરૂમ પણ લાંબા સમય નથી જીવી શકતું જેવી ચેલેન્જ હોવા છતાં રિસર્ચર્સને ભરોષો છે કે તેઓ ભવિષ્યમાં એનો પણ ઉકેલ શોધી કાઢશે.