ફાસ્ટ પેમેન્ટ માટે ઇન્ડિયાના UPI સાથે લિંક થઈ શકે છે અમેરિકાની બૅન્ક
American Bank UPI: ઇન્ડિયાની યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ (UPI) સાથે અમેરિકાની કેટલીક પ્રાઇવેટ બૅન્ક લિંક થઈ શકે છે. ફાસ્ટ પેમેન્ટ નેટવર્ક બનાવવા માટે આ બૅન્કને લિંક કરવામાં આવી શકે છે. અમેરિકાના ફેડરલ રીઝર્વ ગવર્નર ક્રિસ્ટોફર વોલર દ્વારા આ માહિતી આપવામાં આવી છે. અમેરિકાના બૅન્ક કનેક્શનને ઇમ્પ્રુવ કરવા માટે UPI તેમને એક માત્ર રસ્તો દેખાઈ રહ્યો છે.
અમેરિકાની તમામ બૅન્કો એકમેક સાથે હાલમાં કનેક્ટેડ નથી. આથી અમેરિકામાં ફાસ્ટ બૅન્કિંગ સર્વિસનો અભાવ છે. આથી કેટલીક પ્રાઇવેટ બૅન્કને ઇન્ડિયાની UPI સાથે કનેક્ટ કરવા માટે તૈયારી કરવામાં આવી રહી છે. અમેરિકામાં રિસ્ક મેનેજમેન્ટની વાત છે ત્યારે તેમની પાસે ખૂબ જ ઓછી સુવિધા છે. મની લોન્ડરિંગના ડરથી અમેરિકામાં બૅન્કિંગ સિસ્ટમને જૂની રીતે જ ચલાવવામાં આવી રહી છે.
આ પણ વાંચો: સુંદર પિચાઈએ જે માટે માફી માગી હતી એ ફોટો જનરેશન ટૂલને ફરી શરૂ કર્યું ગૂગલે
આ માટે હવે કેટલીક પ્રાઇવેટ બૅન્કને UPI સાથે જોડવાની કામગીરી કરવામાં આવશે કારણ કે અમેરિકાની બૅન્કિંગ સિસ્ટમ સુધારવા માટે તેમની પાસે આ એક જ ઉપાય છે. આ ઉપાય તેમના માટે ફાસ્ટ અને સિક્યોર પણ છે. ફ્રોડ, ક્રોસ-બોર્ડ પેમેન્ટ્સ અને નાણાકિય ટેરરિઝમ દરેક વસ્તુ અટકાવવા માટે UPI એ માત્ર સોલ્યુશન અમેરિકાને દેખાઈ રહ્યો છે.
UPI સિસ્ટમ ભારતમાં 2016થી શરુ થઈ હતી. આ સેવા ઇન્સ્ટન્ટ છે અને એમાં ખૂબ જ ઓછા ચાર્જ પણ લાગે છે. ભારત સહિત ઘણાં દેશોમાં આ સેવાનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. 2024માં દર મહિને દસ બિલ્યિન કરતાં વધુનું ટ્રાન્ઝેક્શન એની મદદથી થાય છે.