આકાશમાંથી ઘર ઉપર આવી પડી એવી વસ્તુ, તો ઘરમાલિકે NASA પર કર્યો દાવો

Updated: Jun 24th, 2024


Google NewsGoogle News
આકાશમાંથી ઘર ઉપર આવી પડી એવી વસ્તુ, તો ઘરમાલિકે NASA પર કર્યો દાવો 1 - image


Case filed against NASA: અમેરિકન સ્પેસ એજન્સી નાસાના નામે ઘણા રેકોર્ડ નોંધાયા છે. અંતરિક્ષ વિજ્ઞાન ક્ષેત્રમાં લોકો આ એજન્સીનું નામ ખૂબ જ આદર- સમ્માનથી લે છે. જો કે, હાલમાં નાસાએ એક વ્યક્તિને મોટો ઝટકો આપ્યો છે. એ પછી અમેરિકાના ફ્લોરિડાના નેપલ્સનો રહેવાસી આ વ્યક્તિએ સ્પેસ એજન્સી વિરુદ્ધ કેસ દાખલ કરી દીધો છે. તેણે નાસા પાસેથી $80,000 એટલે કે લગભગ 67 લાખ રૂપિયાના વળતરની માંગણી કરી છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ ઘટના આ વર્ષે 8 માર્ચે બની હતી. અવકાશમાંથી કાટમાળનો મોટો ટુકડો નેપલ્સમાં એલેન્ડ્રો ઓટેરોના ઘર પર પડ્યો હતો. આ કાટમાળ ઘર પર પડવાથી તેના ઘરની છતથી ફ્લોરમાં મોટું કાણું પડી ગયું હતું.

700 ગ્રામનો સામાન અને આટલું નુકશાન

આ ઘટના દરમિયાન એલેન્ડ્રો તેના પરિવાર સાથે રજાઓ મનાવવા ગયો હતો. ત્યારે ઘરમાં માત્ર તેનો પુત્ર ડેનિયલ હાજર હતો, તેણે ફોન કરીને આ અંગે માહિતી આપી હતી.  ઓટેરાએ એક સ્થાનિક ટીવી ચેનલને કહ્યું, "હું ધડાકો સાંભળીને ધ્રૂજી ગયો હતો અને અર્ધબેમાન જેવો થઈ ગયો હતો, શું કરવું તેના પર વિચારી પણ શકતો નહોતો. અમારા ઘર પર એવું શું પડ્યું કે આટલું બધું નુકસાન થયું."

આ સિલિન્ડર સ્પેસ સ્ટેશનથી પડ્યો હતો

નાસા દ્વારા બાદમાં પુષ્ટિ કરી હતી કે, આ સિલિન્ડર તેના સ્પેસ સ્ટેશનથી આવ્યો હતો. તેનો ઉપયોગ કાર્ગો પેલેટ પર જૂની બેટરી લગાવવા માટે થતો હતો. 2021 સ્પેસ સ્ટેશનથી લોન્ચ કરવામાં આવ્યું હતું. આવી વસ્તુ પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશતાની સાથે જ સંપૂર્ણપણે બળી જાય છે, જો કે લગભગ 3 વર્ષ સુધી અવકાશમાં ફર્યા પછી તેનો એક ટુકડો બચી ગયો અને ઓટેરો પરિવારની જમીન પર પડ્યો.

આ ઘટનામાં કોઈને શારીરિક ઈજા થઈ નથી

બીજી તરફ આ મામલે ઓટેરા પરિવારના વકીલ મીકા ગુયેન વર્થીએ જણાવ્યું હતું કે, 'મારા ક્લાયન્ટ્સને આ ઘટનાથી તેમના જીવન પર તણાવ અને અસર માટે પૂરતા વળતરની માંગ કરી રહ્યા છે. તે આભારી છે કે આ ઘટનામાં કોઈને શારીરિક ઈજા થઈ નથી, પરંતુ આવી સ્થિતિ આપત્તિજનક બની શકે છે. જો કાટમાળ બીજી દિશામાં થોડા ફૂટ પડ્યો હોત તો ગંભીર ઈજા કે મૃત્યુ થઈ શક્યું હોત.'

એલેન્ડ્રો જ્યારે  ઘરે પહોંચ્યો, ત્યારે તેણે 4*1.6 ઇંચનું સિલિન્ડર જોયું, જેનું વજન લગભગ 1.6 પાઉન્ડ એટલે કે લગભગ 700 ગ્રામ હતું. તે વિચારી રહ્યો હતો કે, આ વસ્તુ ક્યાંથી આવી જેણે તેનું ઘર બરબાદ કર્યું.


Google NewsGoogle News