એલિયનનો શિકાર કરવા માટે અમેરિકાએ બનાવી સિસ્ટમ, 2025માં થશે લોન્ચ
UFO Hunting: અમેરિકા એક નવી સિસ્ટમ બનાવી રહી છે જે હવે એલિયનનો શિકાર કરશે. આ સિસ્ટમને 'ગ્રેમ્લિન' નામ આપવામાં આવ્યું છે અને તેને 2025ની શરૂઆતમાં લોન્ચ કરવામાં આવશે. અનઆઇડેન્ટિફાઇડ એનોમોલસ ફિનોમિના, જેને UFO તરીકે પણ ઓળખવામાં આવે છે, એની અસ્તિત્વની વાત હાલમાં જ અમેરિકાના એક વ્હિસલ બ્લોઅર દ્વારા કહેવામાં આવી છે. તેઓએ કહ્યું છે કે આ UFO દ્વારા પૃથ્વી સાથે સિગ્નલની આપલે થઈ રહી છે.
પ્રોજેક્ટ ક્યારે લોન્ચ કરવામાં આવશે?
અમેરિકા હાલમાં આ પ્રોજેક્ટની તૈયારીઓ કરી રહ્યું છે. તેમના 2024ના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે તેઓ 2025ના પ્રથમ ત્રણ મહિનામાં આ પ્રોજેક્ટને લોન્ચ કરશે. ગ્રેમ્લિનને લોન્ચ કર્યા બાદ તેનું પહેલું કામ કોઈપણ લાઇફ પેટર્નને એનાલાઇઝ કરવાનું રહેશે. UFOની જેટલી પણ માહિતી મળી શકશે, તેને ભેગી કરીને એનાલાઇઝ કરવામાં આવશે.
એલિયનનો શિકાર
અમેરિકાના પેન્ટાગોનના રિપોર્ટમાં UFOની માહિતી આપવામાં આવી છે. 2023ની પહેલી મેથી 2024ની પહેલી જૂન સુધીના ડેટાનો સમાવેશ કરવામાં આવ્યો છે. રિપોર્ટ મુજબ, ઓલ-ડોમેન એનોમલી રિસોલ્યુશન ઓફિસને 757 રિપોર્ટ મળ્યા છે, જેમાંથી 485 UFOને લગતા છે. બાકીના 272 રિપોર્ટ અગાઉના વર્ષના છે જેને અત્યાર સુધી ધ્યાનમાં લેવામાં ન આવ્યા હતા.
ખોટા કેસ
આ રિપોર્ટિંગ કેસ દરમ્યાન ઓલ-ડોમેન એનોમલી રિસોલ્યુશન ઓફિસ દ્વારા 118 કેસને સોલ્વ કરવામાં આવ્યા છે. આ કેસોમાં UFO હોવાનું માનવામાં આવ્યું હતું, પણ તે જુદી-જુદી જાતના ફુગ્ગા, પક્ષીઓ અને અનમેન્ડ એરિયલ સિસ્ટમ હતા. હજી 174 કેસ પેન્ડિંગ છે અને એનો રિવ્યુ કરવામાં આવી રહ્યા છે.
આ પણ વાંચો: માઇક ટાયસન અને જેક પોલની બોક્સિંગ મેચને કારણે નેટફ્લિક્સ થયું ડાઉન
ગ્રેમ્લિનની ટેક્નોલોજી
ગ્રેમ્લિનમાં એડ્વાન્સ રડાર અને ટેલિસ્કોપનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ રડાર 2D અને 3D નેટવર્ક રડાર છે. એમાં લોન્ગ રેન્જ ઇલેક્ટ્રો-ઓપ્ટિકલ અને ઇન્ફ્રારેડ ટેલિસ્કોપનો પણ સમાવેશ છે. આ ટેક્નોલોજી દ્વારા કોઈપણ ઓબ્જેક્ટને શોધી શકાશે અને તે શું છે તે ચેક કરી શકાશે.