એમેઝોન કંપનીના ડેટા થયા હેક, કર્મચારીઓની કોન્ટેક્ટ ડિટેઇલ્સ ચોરાઈ ગઈ
Amazon Data Breach: એમેઝોન કંપનીના ડેટાને હાલમાં જ હેક કરવામાં આવ્યા છે. આ કંપનીમાં કામ કરતાં કર્મચારીઓની જાણકારી ચોરી કરવામાં આવી છે. એમાં કર્મચારીઓના ફોન નંબર, એડ્રેસ અને ઇમેલ એડ્રેસનો સમાવેશ થાય છે. આ ન્યૂઝને પહેલા 404 મીડિયા દ્વારા રિપોર્ટ કરવામાં આવ્યું હતું, અને ત્યાર બાદ એમેઝોનના પ્રવક્તા દ્વારા એ વાતને સ્વીકારવામાં આવી હતી.
સિક્યોરિટી ફર્મ થઈ હેક
એમેઝોનની સિક્યોરિટીને એક થર્ડ-પાર્ટી કંપની દ્વારા મેનેજ કરવામાં આવે છે. આ કંપનીના ડેટા ટ્રાન્સફર સિસ્ટમમાં પ્રોબ્લેમ હોવાના કારણે એ હેક કરવામાં આવ્યું હતું. આ પ્રોબ્લેમ 2023ના મે મહિનામાં સામે આવ્યો હતો. એ સમયે BBC, બ્રિટિશ એરવેઝ, સોની અને અમેરિકાનું એનર્જી ડિપાર્ટમેન્ટના ડેટા પણ લીક થયા હતા. આ ડેટાને એક હેકિંગ ફોરમ પર વેચવા માટે મૂકવામાં આવ્યું હતું.
એમેઝોનની સિસ્ટમ હજી પણ સિક્યોર
એમેઝોન દ્વારા એ વાતની પુષ્ટિ કરવામાં આવી છે કે તેમના ડેટા લીક થયા છે, પરંતુ તેમની સિસ્ટમમાં હજી સુધી કોઈ પ્રોબ્લેમ નથી આવ્યો અને એના પર કોઈ અટેક કરવામાં આવ્યો નથી. એમેઝોનના કેટલા ડેટા લીક થયા છે એ વિશે કોઈ માહિતી બહાર નથી આવી, પરંતુ સિસ્ટમ હજી પણ સિક્યોર છે.
આ પણ વાંચો: ફક્ત આઇફોન માટે જેમિની એપ બનાવી રહ્યું છે ગૂગલ, એન્ડ્રોઇડમાં પણ ના હોય એવું ફીચર ઉમેરાશે
નાણાકિય ડેટા લીક નથી થયા
એમેઝોનના પ્રવક્તાના જણાવ્યા મુજબ આ લીકમાં કોઈપણ કર્મચારીના સોશિયલ સિક્યોરિટી નંબર અથવા પર્સનલ ડેટા અને નાણાકિય ડેટા લીક નથી થયા. કોઈ પણ જાતના ગર્વરમેન્ટ ડોક્યુમેન્ટનો પણ આ લીકમાં સમાવેશ નથી થયો. આ હેકિંગ જેનામે થયું છે તે “Nam3L3ss” નામથી ઓળખવામાં આવે છે. તેણે દાવો કર્યો છે કે આ ડેટા તે 25 મોટી કંપનીઓમાંથી ચોરી કર્યાં છે જેમાં મેટલાઇફ, HSBC, HP અને કેનેડા પોસ્ટ જેવી ઘણી કંપનીઓનો સમાવેશ થાય છે.