Appથી ટ્રેડિંગ કરતા લોકો 4 વાતોનું રાખે ખાસ ધ્યાન, મોટી નુકસાનીથી બચી શકશો
ટ્રેડિંગ માટે સારુ વાઈ-ફાઈ કનેક્શન હોવું જરૂરી છે
જો તમે તમારા ફોનમાં ફાલતું એપ્લીકેશન ડાઉનલોડ કરેલી હોય તો તેને ડિલીટ કરી નાખવી જોઈએ
Image Twitter |
આજકાલ લોકોમાં એપ્લીકેશન આધારિત ટ્રેડિંગ કરવાનું ચલણ ખૂબ ઝડપી વધી રહ્યું છે. કારણ કે કોઈપણ જાતની ઝંઝટ વગર તમારા ફોનનો ઉપયોગ કરી જાતે જ ટ્રેડિંગ કરીને સારો પ્રોફિટ પણ મેળવી શકાય છે. જો કે, તમે સ્માર્ટફોન દ્વારા ટ્રેડિંગ કર્યુ અને તમારાથી થોડી પણ લાપરવાહીથી થઈ તો માત્ર એક જ સેકન્ડમાં જ લાખોનું નુકસાન થઈ શકે છે. એટલે જો લાપરવાહીમાં કે ઉતાવળમાં સ્માર્ટફોનમાં ઈન્સ્ટોલ એપ દ્વારા ટ્રેડિંગ કર્યું હોય તો આજે અમે તમને કેટલીક ટ્રિક બતાવવા જઈ રહ્યા છીએ જે તમને નુકસાનથી બચાવી શકશે.
સારા વાઈ-ફાઈ કનેક્શનનો ઉપયોગ કરો
ટ્રેડિંગ માટે સારુ વાઈ-ફાઈ કનેક્શન હોવું જરૂરી છે. ખાસ કરીને હાઈ સ્પીડ ઈન્ટરનેટ કનેક્શન જે તમને સ્મુથ કનેક્ટિવિટી ઓફર કરતાં હોય છે. જો એક મિનિટ માટે પણ ઈન્ટરનેટ કનેક્શનમાં પ્રોબલેમ થાય તો તમને હજારો રુપિયાનું નુકસાન થઈ શકે છે. એટલે એ ખાસ જરુરી છે કે ઈન્ટરનેટ કનેક્શન હાઈસ્પીડ હોવું જરુરી છે.
ડિવાઈસમાં ન રાખશો કોઈ ખરાબી
કેટલાક સ્માર્ટફોન બહુ જ જુના થઈ ગયા હોય છે અને છતાં પણ લોકો તેનો ઉપયોગ કરતાં હોય છે. જો તમે પણ ટ્રેડિંગ માટે આવા જૂના ફોન વાપરતાં હોવ તો તમને જણાવી દઈએ કે હવે બંધ કરી દો. કારણ કે આવા ફોનનો ઉપયોગ કરવો ક્યારેક નુકસાન કારક સાબિત થઈ શકે છે.
ફોનમાં ફાલતુ એપ્લીકેશન ડાઉનલોડ ન કરશો
જો તમે તમારા ફોનમાં ફાલતું એપ્લીકેશન ડાઉનલોડ કરેલી હોય તો તેને ડિલીટ કરી નાખવી જોઈએ. અને તેનો ઉપયોગ બંધ કરી દેવો જોઈએ, કારણ કે તેના કારણે કેટલીકવાર ફોનમાં રહેલા પ્રોસેસર પર ખૂબ દબાણ આવે છે અને તેના કારણે ફોન હેંગ થઈ શકે છે. અને તેના કારણ કે તમને ટ્રેડિંગમાં મોટુ નુકસાન આવી શકે છે.
ફોનમાં બેટરી પાવરફુલ રાખો
જો તમે તમારા સ્માર્ટફોનથી ટ્રેડિંગ કરી રહ્યા છો, તો તમારે બેટરી પાવરફુલ રાખવી જોઈએ. ફોન સાથે સાથે બેટરીનું પણ યોગ્ય રીતે દ્યાન રાખવું જરુરી છે. જો તમારા ફોનની બેટરી બરોબર ચાર્જ નહી રાખો તો તેના કારણે ટ્રેડિંગમાં ભારે નુકસાન થઈ શકે છે. કારણ કે ટ્રેડિંગ સમયે તમારુ ધ્યાન માત્ર એપ્લીકેશન પર રહે છે.