અનલિમિટેડ 5G નેટ યૂઝર્સ માટે મોટા સમાચાર, ટુંક સમયમાં સુવિધા થશે બંધ, હવે ચૂકવવા પડશે રૂપિયા
ટેલિકોમ કંપનીઓ દ્વારા તેમના ગ્રાહકોને 5G ડેટા ફક્ત 4G રિચાર્જ પ્લાન પર સેવા પૂરી પાડી રહી છે
પરંતુ હવે આ સેવાનો અંત આવશે, ટૂંક સમયમાં ટેલિકોમ કંપનીઓ મોટા ફેરફારો કરવા જઈ રહી છે
Unlimited 5G: દેશની બે મોટી ટેલિકોમ કંપનીઓ વર્ષ 2022માં 5G સેવાઓ શરૂ કરી હતી. હાલ દેશના મોટાભાગના શહેરોમાં 5G નેટવર્ક છે. હાલ, ટેલિકોમ કંપનીઓ તેમના ગ્રાહકોને અનલિમિટેડ 5G સેવા પૂરી પાડી રહી છે, એટલે કે, 5G ડેટા ફક્ત 4G રિચાર્જ પ્લાન પર ઉપલબ્ધ છે. એક રિપોર્ટ અનુસાર, ભારતમાં 125 મિલિયન 5G સબસ્ક્રાઇબર્સ છે અને ટેલિકોમ કંપનીઓ તેમને ફ્રીમાં અનલિમિટેડ 5G ડેટા આપી રહી છે. પરંતુ હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે ટૂંક સમયમાં આ કંપનીઓ અનલિમિટેડ 5Gની સેવા બંધ કરવા જઈ રહી છે. ત્યારબાદ 5G માટે નવા પ્લાન પણ આવશે.
નવા 5G પ્લાનની કિંમત 4G પ્લાન કરતાં વધુ હશે
એક મીડિયા રિપોર્ટ અનુસાર, નવા 5G પ્લાનની કિંમત 4G પ્લાન કરતાં 5-10 ટકા વધુ મોંઘી હશે, એટલે કે જો કોઈ પ્લાનની કિંમત 500 રૂપિયા હશે તો તે ટૂંક સમયમાં 550 રૂપિયા થઈ જશે. આ ઉપરાંત સપ્ટેમ્બર 2024 સુધીમાં ટેલિકોમ કંપનીઓ તેમના પ્લાનની કિંમતોમાં 20 ટકા સુધીનો વધારો કરી શકે છે.
ટેલિકોમ કંપનીઓ દ્વારા આ અંગે હાલ કોઈ ખુલાસો કર્યો નથી
એવો અંદાજ છે કે 2024 ના અંત સુધીમાં દેશમાં 5G યુઝર્સની સંખ્યા 200 મિલિયન સુધી પહોંચી જશે. તેમજ જો 5G પ્લાન મોંઘા હશે તો નવા 5G પ્લાનમાં ડેટા 4Gની સરખામણીમાં 30-40 ટકા વધુ હશે. હાલમાં ટેલિકોમ કંપનીઓ દ્વારા આ અંગે કોઈ સત્તાવાર નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી.
5G પ્રીપેડ પ્લાન કેવા હશે?
ટેલિકોમ ઉદ્યોગના એક નિષ્ણાતે દાવો કર્યો છે કે Jio અને Airtel તેમના સંબંધિત 5G સેલ્યુલર પ્લાન 2024ના બીજા ભાગમાં એટલે કે જૂન 2024 અને ડિસેમ્બર 2024 વચ્ચે લૉન્ચ કરી શકે છે.
- યુઝર્સને 5G પ્લાન ખરીદવા માટે 10% સુધી વધુ ખર્ચ કરવો પડી શકે છે
- 4G પ્લાનની સરખામણીમાં 5G પ્લાનમાં 30 ટકા વધુ ઇન્ટરનેટ ડેટા આપી શકાય છે
- હાલમાં, 4G પ્લાનમાં, સામાન્ય રીતે 1.5GB થી 3GB પ્રતિ દિવસ ડેટા પ્લાન આપવામાં આવે છે, પરંતુ 5G પ્લાનમાં લગભગ 2GB થી 4GB પ્રતિ દિવસ ડેટા પ્લાન આપી શકાય છે
આ સિવાય એવું પણ જાણવા મળ્યું છે કે 2024માં 5G પ્લાન લોન્ચ કરવાની સાથે કંપનીઓ 4G પ્લાનના રેટમાં પણ વધારો કરવા જઈ રહી છે.