Get The App

અલીબાબાનો દાવો: DeepSeek કરતાં આગળ નીકળી ગયું છે તેમનું AI મોડલ

Updated: Jan 29th, 2025


Google NewsGoogle News
અલીબાબાનો દાવો: DeepSeek કરતાં આગળ નીકળી ગયું છે તેમનું AI મોડલ 1 - image


Alibaba AI Model: ચીનની ટેક કંપની અલીબાબાએ આજે (બુધવારે) પોતાનું એક નવું આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ મોડલ લોન્ચ કર્યું છે. આ મોડલનું નામ Qwen 2.5 આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ મોડલ આપ્યું છે. આ મોડલ આજકાલ ખૂબ જ ચર્ચામાં રહેલા DeepSeek V3 મોડલ કરતાં પણ આગળ નીકળી ગયું હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

AI મોડલ લોન્ચ કરવાનો ટાઇમિંગ

અલીબાબા દ્વારા આ મોડલને લોન્ચ કરવાનો ટાઇમિંગ ઘણા  લોકોને સમજમાં નથી આવી રહ્યો. લુનાર ન્યુ યરના પહેલાં દિવસે આ મોડલ લોન્ચ કરવામાં આવ્યું છે. આ દિવસ એવો હોય છે કે મોટાભાગના ચાઇનીઝ લોકો ઘરમાં હોય છે અને ફેમિલી સાથે દિવસ પસાર કરે છે. તેઓ કામ પર પણ નથી જતા. પરંતુ ટૅક્નોલૉજીના નિષ્ણાતોનું માનવું છે કે DeepSeekને લઈને ઇન્ટરનેશનલ અને ડોમેસ્ટિક બજારમાં ચરમસીમા પર છે. આથી અલીબાબાએ પણ એ પ્રેશર હેઠળ તરત જ તેમનું નવું મોડલ લોન્ચ કર્યું હોય તેવું લાગે છે.

અલીબાબાનો દાવો: DeepSeek કરતાં આગળ નીકળી ગયું છે તેમનું AI મોડલ 2 - image

DeepSeekના લોન્ચથી ઊભા થયા સવાલ

DeepSeek દ્વારા દસમી જાન્યુઆરીએ DeepSeek AI આસિસ્ટન્ટ લોન્ચ કરવામાં આવ્યું હતું. આ સર્વિસ DeepSeek V3 મોડલ પર કામ કરે છે. ત્યારપછી તેમણે 20મી જાન્યુઆરીએ DeepSeek R1 મોડલ લોન્ચ કર્યું હતું. આ મોડલ લોન્ચ થતાંની સાથે જ અમેરિકાની સિલિકોન વેલીમાં ધાંધલ મચી ગઈ હતી. એની કારણે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કંપનીઓના શેર પણ ખૂબ જ ગબડી ગયા હતા. ચીન દ્વારા ખૂબ જ ઓછા ખર્ચે DeepSeek મોડલ બનાવવામાં આવ્યું છે. આથી અમેરિકાની કંપનીઓના ઇન્વેસ્ટર્સ ટેક કંપનીઓને તેમના આટલા મોટા ખર્ચ માટે કારણ પૂછતા રહ્યા છે. DeepSeekની સફળતાને કારણે ડોમેસ્ટિક બજારના મોડલ પણ અપગ્રેડ થવા મજબૂર થઈ ગયા છે.

માઇક્રોસોફ્ટને બાઇટડાન્સની ટક્કર

DeepSeek R1ની રિલીઝના બે દિવસ પછી ટિક-ટોકની પેરન્ટ કંપની બાઇટડાન્સ, તેમના પોતાના મોડલનું અપડેટ લઈને આવી હતી. માઇક્રોસોફ્ટ દ્વારા જે કંપનીમાં ઇન્વેસ્ટમેન્ટ કરવામાં આવ્યું છે એ OpenAIના નવા મોડલ O1 કરતાં પણ વધુ સારું પર્ફોર્મ કરી રહ્યું હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. એકદમ કોમ્પ્લેક્સ સવાલને સમજવામાં અને તેનો જવાબ આપવામાં જે ટેસ્ટ લેવાય છે એ AIME તરીકે ઓળખાય છે. આ ટેસ્ટમાં બાઇટડાન્સનું મોડલ આગળ નીકળી ગયું હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

અલીબાબાનો દાવો: DeepSeek કરતાં આગળ નીકળી ગયું છે તેમનું AI મોડલ 3 - image

ચીનમાં ડોમેસ્ટિક હરીફાઇની શરુઆત

DeepSeek V3 પછી V2 મોડલ મે મહિનામાં લોન્ચ થયું હતું. AI મોડલ માટે સ્વીકાર કરાયેલા ખર્ચ અંગે પ્રશ્નો ઊભા થયા ત્યારે એક હરિફાઈ જોવા મળી રહી છે. DeepSeek V2 એક ઓપન-સોર્સ મોડલ છે અને તેના એક મિલિયન ઇનપુટ ટોકન માટે માત્ર 0.14 ડૉલરનો ખર્ચ થાય છે. આથી અલીબાબાએ પોતાની ક્લાઉડ સર્વિસ યુનિટની કિંમત ઘટાડીને 97 ટકા સુધી પહોંચાડી હતી. ત્યાર પછી ચીનની અન્ય કંપનીઓએ પણ કિંમત ઘટાડી હતી. બાઇડુ દ્વારા 2023ની માર્ચમાં AI મોડલ લોન્ચ કરવામાં આવ્યું હતું. આ મોડલ ChatGPTના સ્તરે હતું અને તેની ઉલ્લેખનીય કિંમત ઘટાડવામાં આવી હતી. ચીનની સૌથી વિશ્વાસપાત્ર ઇન્ટરનેટ કંપની ટેનસેન્ટ દ્વારા પણ તેમની સર્વિસની કિંમત ઘટાડવામાં આવી હતી.

આ પણ વાંચો: ChatGPT કરતાં આગળ નીકળી ગયું DeepSeek, જાણો ચીન સામે ક્યાં કાચું કપાયું

DeepSeekનું મુખ્ય હેતુ

DeepSeekની ટીમ કહે છે કે કંપની પૈસા કરતાં વધારે પ્રાઇઝ વોરને મહત્ત્વ આપે છે. તેથી, ઓછા ખર્ચે સર્વિસ પૂરી પાડવામાં આવી રહી છે. કંપનીનો મુખ્ય હેતુ આર્ટિફિશિયલ જનરલ ઇન્ટેલિજન્સને વિશ્રામ કરાવવાનો છે. અલીબાબા, ઘણા હજારો કર્મચારીઓ સાથે કામ કરે છે, જ્યારે DeepSeek એક રિસર્ચ લેબ તરીકે કામ કરે છે. તેમાં મુખ્યત્વે યુવાન ગ્રેજ્યુએટ્સ અને પીએચ.ડી. વિદ્યાર્થી છે. જોકે, અલીબાબા એવી દલીલ કરે છે કે તેમનું મોડલ DeepSeek કરતાં વધુ આગળ નીકળી ગયું છે.


Google NewsGoogle News