Get The App

Gmail યૂઝર્સ માટે મહત્ત્વના સમાચાર, આ તારીખથી બંધ થઈ જશે તમારુ ગૂગલ એકાઉન્ટ

ગૂગલ એ લોકોના Gmail એકાઉન્ટ બંધ કરી રહી છે જે લોકો ઘણા સમયથી તેનો ઉપયોગ નથી કરી રહ્યા

ઈનએક્ટિવ એકાઉન્ટને 1 ડિસેમ્બરથી ડિલીટ કરી દેવામાં આવશે

Updated: Nov 12th, 2023


Google NewsGoogle News
Gmail યૂઝર્સ માટે મહત્ત્વના સમાચાર, આ તારીખથી બંધ થઈ જશે તમારુ ગૂગલ એકાઉન્ટ 1 - image
Image Social Media

તા. 12 નવેમ્બર 2023, રવિવાર 

Gmail નો ઉપયોગ કરતાં લોકોએ એકવાર આ સમાચાર ધ્યાનથી વાંચી લેવા જોઈએ. હકીકતમાં ગુગલ એ લોકોના Gmail એકાઉન્ટ બંધ કરી રહી છે જે લોકો ઘણા સમયથી તેનો ઉપયોગ નથી કરી રહ્યા. કંપનીનું કહેવુ છે જે યુઝર્સ છેલ્લા બે વર્ષથી Gmail એકાઉન્ટ પર  એક્ટિવ નથી. તેવા ઈનએક્ટિવ એકાઉન્ટને 1 ડિસેમ્બરથી ડિલીટ કરી દેવામાં આવશે. 

બે વર્ષથી ઈનએક્ટિવ હશે તેવા એકાઉન્ટ્સને ડિલીટ કરવાની પ્રક્રિયા શરૂ

હાલમાં જ Gmail દ્વારા  એક જાહેરાત કરવામાં આવી છે, જેમા ગૂગલે તમામ Gmail વપરાશકર્તાઓ માટે તાત્કાલિક સમયમર્યાદા જારી કરી છે, ચેતવણી આપી છે કે આવતા મહિને એકાઉન્ટ્સ કાઢી નાખવામાં આવશે. ટેક જાયન્ટે પુષ્ટિ કરી છે કે, તે ડિસેમ્બર 2023 માં ઓછામાં ઓછા બે વર્ષથી ઈનએક્ટિવ હશે તેવા એકાઉન્ટ્સને ડિલીટ કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે.

જે ઈનએક્ટિવ એકાઉન્ટ છે તેને 1 ડિસેમ્બરથી ડિલીટ કરી દેવામાં આવશે

જે લોકો રેગ્યુલર રીતે Gmail, Docs, Calendar અને Photos નો ઉપયોગ કરે છે, તેઓએ જરા પણ ગભરાવાની જરૂર નથી, કારણ કે અપડેટ એક્ટિવ એકાઉન્ટ્સને અસર કરશે નહીં. જો કે, જો તમારું Google એકાઉન્ટ લાંબા સમયથી નિષ્ક્રિય હશે, તો હવે તેના પર કાર્યવાહી કરવાનો સમય આવી ગયો છે. આ સાથે ગૂગલે કહ્યું કે જો Google એકાઉન્ટ ઓછામાં ઓછા 2 વર્ષથી ઉપયોગ કરવામાં નહી આવ્યો હોય અથવા સાઇન ઇન પણ કરવામાં નહી આવ્યુ હોય, તો અમે એકાઉન્ટ અને તેના કંટેંટને હટાવી લઈશું. જે ઈનએક્ટિવ એકાઉન્ટ છે તેને 1 ડિસેમ્બરથી ડિલીટ કરી દેવામાં આવશે.

આ બે રીતે રહેશે તમારુ એકાઉન્ટ સેફ

1 ગુગલ એકાઉન્ટને બચાવવું હોય તો બે વર્ષની અંદર એકાઉન્ટને સાઈન ઈન કરો, તમે જીમેઈલમાં લોગઈન કરીને ગુગલના એકાઉન્ટને બચાવી શકો છો. 

2. જો તમે Gmail નો ઉપયોગ કરવા માંગતા નથી, તો તમે Google ની અન્ય બીજી સર્વિસનો ઉપયોગ કરી શકો છો. તમે Google એકાઉન્ટમાં લૉગ ઇન કરીને YouTube પર વિડીયો  જોઈ શકો છો. આ ઉપરાંત તમે Play Store પરથી એપ ડાઉનલોડ કરી શકો છો.


Google NewsGoogle News