સ્પેસ એકસના સ્થાપક એલન મસ્ક ઇસરોની સંશોધન કામગીરીથી પ્રભાવિત થયા
દુનિયાના આ ધનાઢયએ ઇસરોને આપ્યા અભિનંદન
ગગનયાનએ સમાનવ અંતરિક્ષયાન મોકલવાનો ઇસરોનો મહત્વકાંક્ષી પ્રોજેકટ છે
નવી દિલ્હી, જુલાઇ,2021,શનિવાર
ભારતીય અવકાશ સંશોધન સંગઠન ઇસરોના મહત્વકાંક્ષી કાર્યક્રમ ગગનયાનની શરુઆત થઇ ચુકી છે. ગગનયાન કાર્યક્રમને લગતા એક પરીક્ષણ સફળતાપૂર્વક પૂર્ણ થતા સ્પેસ એકસ અને ટેસ્લા કંપનીના માલિક એલન મસ્કએ ઇસરોને અભિનંદન આપ્યા છે. દુનિયાના સૌથી ધનાઢય અને સ્ટાર્ટ અપ કિંગ તરીકે ઓળખાતા એલન મસ્ક ઇસરોની અવકાશ સંશોધન કામગીરીથી પ્રભાવિત થયા છે. ઇસરોએ વિકાસ એન્જીનનું આ ત્રીજા ક્રમનું લાંબા અંતરનું સફળ પરીક્ષણ કર્યુ હતું. ગગનયાન મિશનને લોંચ કરવા માટે આ એન્જીનનો ઉપયોગ કરવામાં આવશે. મસ્કે ટ્વીટર પર પ્રતિક્રિયા આપતા ભારતને અભિનંદન એમ લખ્યું છે એટલું જ નહી મસ્કે ભારતના ઝંડાનું ઇમોજીનો ઉપયોગ કર્યો હતો.
ગગનયાનએ ભારતનો એક મહત્વકાંક્ષી કાર્યક્રમ છે. જેના દ્વારા ભારત અંતરિક્ષમાં પ્રથમ વાર પોતાનું માનવયુકત યાન મોકલવા ઇચ્છે છે. ઇસરોના જણાવ્યા અનુસાર હમણાં થયેલું પરીક્ષણ ગગનયાન કાર્યક્રમની એન્જીન યોગ્યતાની જરુરીયાતને ધ્યાનમાં રાખીને થયું છે. જેને જીએસએલવી એમ કે ૩ યાનના એલ ૧૧૦ના તબક્કા માટે તૈયાર કરવામાં આવ્યું છે. ઇસરો પ્રોપલ્શન કોમ્પલેકસ મહેન્દ્રગીરી તમિલનાડુના પરીક્ષણ કેન્દ્રમાં એન્જીન ૨૪૦ સેકન્ડ માટે પ્રક્ષેપિત થયું હતું. ગગનયાનના લોન્ચિંગ માટે જીએસએલવી એમકે થ્રીનો ઉપયોગ કરવામાં આવશે તેનું જ ઇસરોએ સફળ પરીક્ષણ કર્યુ છે. ગગનયાનના લોન્ચિંગ માટે જીએસએલની એમ કે થ્રી નો ઉપયોગ કરવામાં આવશે. તેનું જ ઇસરોએ સફળ પરીક્ષણ કર્યુ છે. જૂન ૨૦૧૯માં રશિયાના ગ્લાવકોસ્મોસ સાથે ઇસરોએ એક કરાર કર્યો હતો જેમાં ઉમેદવારોની પસંદગી, ચિકિત્સીય પરીક્ષણ અને અંતરિક્ષ પરીક્ષણ શામેલ હતું. અંતરિક્ષયાત્રી સોયૂઝ માનવ યુકત અંતરિક્ષ પ્રણાલીની ઝીણી ઝીણી બાબતો શીખવા માટે તેમાં જ ગ્રેવિટીનો અનુભવ કરવા પ્રક્ષિક્ષિત કરવામાં આવી રહયા છે.