Get The App

અક્ષતા કૃષ્ણમૂર્તિ બની મંગળ પર રોવર ચલાવનાર પ્રથમ ભારતીય મહિલા, આ કારણે તેને બનાવ્યો રેકોર્ડ

અક્ષતા 13 વર્ષથી નાસામાં કામ કરે છે, તેઓ મિશન મંગલ પર કરે છે કામ

તેઓ મંગળ પર રોવર ચલાવનાર પ્રથમ ભારતીય મહિલા બની

Updated: Dec 6th, 2023


Google NewsGoogle News
અક્ષતા કૃષ્ણમૂર્તિ બની મંગળ પર રોવર ચલાવનાર પ્રથમ ભારતીય મહિલા, આ કારણે તેને બનાવ્યો રેકોર્ડ 1 - image


Know more about Akashta Krishnamurthy difficult journey:  અમેરિકન સ્પેસ એજન્સી નાસામાં કામ કરતા ડૉ. અક્ષતા કૃષ્ણમૂર્તિ મંગળ પર રોવર ચલાવનાર પ્રથમ ભારતીય મહિલા બની છે. તે નાસાના મંગળ મિશન સાથે જોડાયેલ છે. મિશન અંતર્ગત નાસાના વૈજ્ઞાનિકો લેબોરેટરીમાંથી મંગળના સેમ્પલ એકત્ર કરવામાં વ્યસ્ત હતા. આ હેતુથી અક્ષતાએ રોવર ચલાવીને ઈતિહાસ રચ્યો હતો. આ નમૂનાઓને પૃથ્વી પર લાવવામાં આવશે. 

નાસામાં કામ કરવાનું સપનું લઇને પહોંચી હતી અમેરિકા 

એક વર્ષ પહેલા તે નાસા સાથે કામ કરવાનું સપનું લઈને અમેરિકા આવી હતી. જે બાબત એમનું કહેવું છે કે મારી પાસે જમીન અને મંગળ પર વિજ્ઞાન અને રોબોટિક ઓપરેશન્સનું નેતૃત્વ કરવાના સપના સિવાય બીજું કંઈ નહોતું. કેટલાક લોકોએ કહ્યું કે મારા માટે તે અશક્ય છે કારણ કે મારી પાસે વિદેશી વિઝા છે. મારે પ્લાન B તૈયાર રાખવો જોઈએ અથવા ક્ષેત્ર બદલવું જોઈએ. અક્ષતાને પોતાનામાં વિશ્વાસ હતો. મસ્કત ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજીમાંથી પીએચડી પૂર્ણ કર્યા પછી, તેઓ નાસામાં પસંદગી પામ્યા. 

સપના પુરા કરવા માટે પોતાના પર વિશ્વાસ હોવો જરૂરી 

તેમને નાસા સુધી પહોચવા માટે ઘણી મુશકેલીઓનો સામનો કરવો પડ્યો. ઘણી વખત લોકોની વાતોના કારણે તેમનું મનોબળ પણ નબળું પડતું હતું, પરંતુ તેમણે નાસામાં કામ કરવાનું નક્કી કર્યું હતું. સખત મહેનત, હિંમત અને દ્રઢ નિશ્ચયના આધારે હવે તે સ્થાન પર છે જ્યાં પહોંચવાનું લાખો લોકોનું સપનું છે. અક્ષતાએ કહ્યું, તમારા સપના પૂરા કરવા માટે તમારામાં વિશ્વાસ હોવો ખૂબ જ જરૂરી છે.

સુનીતા વિલિયમ્સ અને કલ્પનાના રેકોર્ડ્સ

ભારતીય મૂળની અમેરિકન નાગરિક સુનિતા વિલિયમ્સ છ મહિના સુધી ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં રહીને રેકોર્ડ બનાવનાર પ્રથમ મહિલા હતી. નાસાના આ અવકાશયાત્રીએ 9 ડિસેમ્બર, 2006 થી 22 જૂન, 2007ની વચ્ચે 29 કલાક 17 મિનિટની ચાર અવકાશયાત્રા કરી હતી. અગાઉ 1997માં ભારતની કલ્પના ચાવલાએ નાસાના કોલંબિયા સ્પેસ શટલમાં 15 દિવસ અને 16 કલાક અંતરિક્ષમાં વિતાવ્યા હતા.

અક્ષતા કૃષ્ણમૂર્તિ બની મંગળ પર રોવર ચલાવનાર પ્રથમ ભારતીય મહિલા, આ કારણે તેને બનાવ્યો રેકોર્ડ 2 - image


Google NewsGoogle News