Airbnbના એક કસ્ટમરે 84 લાખની ક્રિપ્ટોકરન્સી માઇન કરી, મકાન માલિકનું બિલ આવ્યું 1.25 લાખ
Crypto Currency Mining: Airbnbના એક ગેસ્ટ દ્વારા જબરું મગજ ચલાવવામાં આવ્યું હતું. અમેરિકાના નોર્થ કેરોલિનામાં એક વ્યક્તિએ ત્રણ અઠવાડિયા માટે એક પ્રોપર્ટી ભાડે લીધી હતી. આ પ્રોપર્ટીમાં તેના રહેવાસ દરમ્યાન ઘરના માલિકને 1500 ડોલર એટલે કે અંદાજે 1.25 લાખ રૂપિયાનું બિલ આવ્યું છે. ક્રિપ્ટોકરન્સી ઘણાં દેશમાં માન્ય નથી, પરંતુ અમેરિકામાં એને માન્ય રાખવામાં આવી છે.
કેવી રીતે ખબર પડી ક્રિપ્ટોકરન્સી માઇન કરી હતી?
ગેસ્ટ આ પ્રોપર્ટી છોડીને જઈ રહ્યા હતા ત્યારે ઘરના માલિકને ખબર પડી હતી કે તેઓ ક્રિપ્ટોકરન્સી માઇન કરી રહ્યાં હતાં. તેઓ જ્યારે ઘર ખાલી કરીને જઈ રહ્યા હતા ત્યારે તેમણે ઓછામાં ઓછા દસ કમ્પ્યુટરનું પેકિંગ કર્યું હતું. તેમજ એક ઇમ્પ્રોવાઇસ ઇલેક્ટ્રિક કાર ચાર્જિંગ સ્ટેશનનું પણ પેકિંગ કર્યું હતું. તેમણે ઘરને ખૂબ જ સારી સ્થિતીમાં રાખ્યું હતું અને ફાઇવ-સ્ટાર રેટિંગ પણ આપ્યા હતા, પરંતુ એનું પરિણામ ઇલેક્ટ્રિસિટીનું જંગી બિલ છે.
આ પણ વાંચો: આઇફોનમાં છે નવો બગ, ‘’‘’:: આ ટાઇપ કરતાં જ ક્રેશ થઈ જશે ફોન
ગેસ્ટ દ્વારા સ્વિકારવામાં આવ્યું કે તેણે ક્રિપ્ટો-માઇનિંગ કર્યું હતું
ઇલેક્ટ્રિસિટીનું બિલ વધુ આવ્યા બાદ મકાન માલિકે Airbnbનો સંપર્ક કર્યો હતો કે આ બિલ ગેસ્ટ દ્વારા ચૂકવવામાં આવે. તેણે પૂરતાં પ્રૂફ પણ આપ્યાં હતાં. જોકે નવાઈની વાત એ છે કે ગેસ્ટ દ્વારા સ્વિકારી પણ લેવામાં આવ્યું હતું કે તેણે ક્રિપ્ટો-માઇનિંગ કર્યું હતું. આ વિશે મકાન-માલિકે ટિક-ટોક પર એક વીડિયો બનાવ્યો હતો અને તેણે કહ્યું હતું કે ગેસ્ટ દ્વારા ત્રણ અછવાડિયાના સ્ટે દરમ્યાન તેણે એક લાખ ડોલર રૂપિયા મેળવ્યા હતા એટલે કે અંદાજે 84 લાખ રૂપિયા.
આ પણ વાંચો: ફોલ્ડેબલ ફોન પસંદ છે, સ્માર્ટફોનની લાઇફ વધારવા માટે આટલું કરો...
નિયમોમાં પરિવર્તન
આ ઘટના બાદ Airbnbના મકાન માલિકે ઘરમાં નો ક્રિપ્ટો-માઇનિંગ નિયમ લાગુ કરી દીધો છે. તેની સાથે અન્ય લોકોએ પણ આ નિયમને લાગું કરી દીધો છે. ક્રિપ્ટો માઇનર્સ માટે ભાડેના ઘરે માઇનિંગ કરવું સસ્તુ પડે છે કારણ કે તેમણે યુનિટના દર ઓછા ભરવા પડે છે. આ ઘટના બાદ અન્ય લોકોએ પણ કહ્યું હતું કે તેમની સાથે પણ આવી ઘટના થઈ છે.