ઇલેક્ટ્રિસિટીથી ઉડતી એર ટેક્સી
અત્યારે ભારતમાં અને વિશ્વમાં બીજે બધે ઇલેક્ટ્રિસિટીથી ચાલતાં વાહનોનો પ્રસાર ધીમી પણ મક્કમ ગતિએ વધી રહ્યો છે ત્યારે વિમાન ઉદ્યોગમાં પણ ઇલેક્ટ્રિસિટીના ઉપયોગનું ચલણ વધે તેવી શક્યતા છે. જોબી એવિએશન નામની એક કંપનીએ હેલિકોપ્ટર અને ડ્રોનની કક્ષામાં આવે એ પ્રકારનું એક હવાઈ જહાજ વિકસાવ્યું છે. જેને ઇવીટોલ (ઇલેક્ટ્રિક્લ વ્હિકલ ટેકઓફ એન્ડ લેન્ડિંગ) નામ અપાયું છે.
આ એરક્રાફ્ટ રન-વે પર દોડ્યા વિના સીધે સીધું ઉડાન ભરી
શકે છે. હવામાં તે સ્થિર પણ રહી શકે છે. આ એરક્રાફ્ટની વિશેષતા એ છે કે તે અન્ય
કોઈ પણ પ્રકારના ઇંધણને બદલે માત્ર ઇલેક્ટ્રિસિટી પર ચાલે છે. આ પ્રકારના
એરક્રાફ્ટે હમણાં ૧૫૦ માઇલની સિંગલ ફ્લાઇટ કરી બતાવી. આ પ્રકારનાં એરક્રાફ્ટ
ભવિષ્યમાં નાની ઇલેક્ટ્રિક એર ટેકસીનું સ્વરૂપ લે તો નવાઈ નહીં!