નોકરી શોધવા માટે AI ટૂલ, સોશિયલ મીડિયા પરથી પણ શોધી કાઢશે વેકેન્સી
AI Tool For Job Vacancy: 23 વર્ષના એક છોકરાએ AI ટૂલ બનાવ્યું છે જેની મદદથી સોશિયલ મીડિયા પર જેટલી પણ નોકરીઓ હશે એ શોધી શકાશે. ઘણી કંપનીઓમાં છટણી કરવામાં આવી રહી છે. લોકો બેરોજગાર બની રહ્યાં છે અને એથી તેમને નોકરીની ઘણી જરૂર છે. કંપનીઓ અથવા તો ફ્રીલાન્સ કામ માટે હવે લોકો સોશિયલ મીડિયાનો પણ ઉપયોગ કરી રહ્યાં છે. આથી ઘણાં લોકોને આવી નોકરી વિશે ખબર નથી હોતી. આ પ્રકારની નોકરીઓ શોધી કાઢવા માટે આ AI ટૂલ ખૂબ જ ઉપયોગી બની શકે છે.
કોણ છે આ ટૂલ બનાવનાર?
યાસીન અમાર નામના 23 વર્ષના વ્યક્તિએ આ ટૂલ બનાવ્યું છે. તેને સાત વર્ષનો એક્સપિરિયન્સ છે. તેણે અપવર્ક, ફ્રીલાન્સર અને લિંક્ડઇનમાં કામ કર્યું છે. તેના કામના અનુભવ પરથી તેણે સ્નિફ નામનુ ટૂલ બનાવ્યું છે.
શું છે સ્નિફ?
સ્નિફ એટલે કે સૂંઘીને શોધી કાઢવું. આ ટૂલ લિંક્ડઇન જેવા પ્લેટફોર્મ પરથી તો જોબ શોધી જ કાઢશે, પરંતુ ટેલિગ્રામ, ડિસકોર્ડ અને વોટ્સએપ જેવા પ્લેટફોર્મ પર બિઝનેસ માટેની જોબને પણ શોધી કાઢશે. ટ્વિટર એટલે કે X અને ફ્રીલાન્સર પણ એમાંથી બાકાત નથી. આ એ દરેક જોબને શોધી કાઢશે જેની કોઈ એડ કરવામાં નથી આવતી. તેમ જ નાના-નાના બિઝનેસ કરનાર જેઓ એડ માટે પૈસા નથી ખર્ચી શકતા તેમના દ્વારા પોસ્ટ કરવામાં આવેલી જોબ્સને પણ સ્નિફ શોધી કાઢશે.
કેટલી જોબ શોધે છે?
સ્નિફ હાલમાં રોજની એક હજારથી વધુ જોબ શોધી રહ્યું છે. આ સાથે જ સ્પેન અને જૂની જોબ્સને કાઢી નાખશે. એટલે કે અપ-ટૂ-ડેટ અને ખરેખર વેકેન્સી હોય એવી જ નોકરી યુઝરને દેખાડશે. આ પ્લેટફોર્મ પણ ChatGPT જેવું જ છે. એમાં જે નોકરી જોઈતી હોય એ સર્ચ કરવાનું રહેશે. ઉદાહરણ તરીકે માર્કેટિંગની નોકરી શોધનારાએ પોતાની પ્રોફાઇલ વિશે થોડી લખી કેવી નોકરી શોધી રહ્યાં છો એ લખવાનું રહેશે એ કેટેગરીમાં આવતી તમામ જોબ મળી રહેશે.
આ પણ વાંચો: ISROનું મોટું મિશન: અંતરિક્ષમાં અલગ-અલગ સેટેલાઇટનું ડોકિંગ કરવાની તૈયારી શરૂ
માર્કેટ વેલ્યુ
દુનિયાભરમાં ફ્રીલાન્સ માર્કેટની વેલ્યુ હાલમાં 2 ટ્રિલિયન ડોલર છે અને એ 2031 સુધીમાં 5.63 ટ્રિલિયન ડોલરની થઈ જશે. ઓફિશિયલ પ્લેટફોર્મ પર પાંચ લાખ નોકરી હોય તો અનઓફિશિયલ પ્લેટફોર્મ પરથી એક લાખથી દોઢ લાખ સુધીની નોકરી ચોક્કસ મળી રહે છે. સ્નિફ એજન્સીને જોબ વિશે ડાયરેક્ટ ઇન્ફોર્મ કરશે. તેમ જ ક્લાઇન્ટનું નામ અને નંબર જેવી તમામ માહિતી મોકલી આપશે. આ પ્લેટફોર્મ પર હજી થોડી સમસ્યા આવી રહી છે, પરંતુ એ હજી ડેવલપમેન્ટ સ્ટેજમાં હોવાથી આવી રહ્યો હોય એવુ બની શકે છે.