Get The App

ભોજન ખરાબ થયું છે કે નહીં, જાણી લો નવી ઈલેક્ટ્રોનિક જીભથી: ફૂડ સેફ્ટી અને ક્વોલિટી કન્ટ્રોલમાં પણ ઉપયોગ કરી શકાશે આ ડિવાઇઝનો

Updated: Oct 22nd, 2024


Google NewsGoogle News
ભોજન ખરાબ થયું છે કે નહીં, જાણી લો નવી ઈલેક્ટ્રોનિક જીભથી: ફૂડ સેફ્ટી અને ક્વોલિટી કન્ટ્રોલમાં પણ ઉપયોગ કરી શકાશે આ ડિવાઇઝનો 1 - image


Electronic Tongue: વિજ્ઞાનીઓ દ્વારા એક નવું પરીક્ષણ કરવામાં આવ્યું છે. ભોજન ખરાબ થયું છે કે નહીં તે ચકાસવા માટે 'ઈલેક્ટ્રોનિક જીભ' બનાવવામાં આવી છે. આ ટૅક્નોકૉજીમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરીને ભોજન ખાવા લાયક છે કે નહીં તે જાણી શકાશે. આ ડિવાઇસ જણાવશે કે ભોજન ખરાબ થવાની તૈયારીમાં છે કે નહીં, જેથી હવે કોઈ પણ વ્યક્તિએ ભોજન સારું છે કે ખરાબ તે ટેસ્ટ કરવાની જરૂર નહીં રહે.

કેવી રીતે કામ કરશે ઈલેક્ટ્રોનિક જીભ?

આ ઈલેક્ટ્રોનિક જીભ આયન-સેન્સિટિવ ફીલ્ડ-ઇફેક્ટ ટ્રાન્સિસ્ટરની મદદથી કામ કરશે. આ ડિવાઇસ ફૂડમાં રહેલા કેમિકલ આયનને ડિટેક્ટ કરશે. ભોજનમાં રહેલા આયનને સેન્સર દ્વારા કલેક્ટ કરીને તેને ઈલેક્ટ્રિક સિગ્નલમાં કન્વર્ટ કરવામાં આવશે અને બાદમાં કોમ્પ્યુટર દ્વારા પ્રોસેસ કરવામાં આવશે. આ સેન્સર મનુષ્યની જીભની જેમ કામ કરશે અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના આધારે તેમનું પરિણામ આપે છે.

દિમાગની જેમ પ્રોસેસ કરશે

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને સેન્સર બન્ને મનુષ્યના દિમાગની જેમ પ્રોસેસ કરશે. પેન સ્ટેટ યુનિવર્સિટીની રિસર્ચ ટીમના હેડ સપ્તર્ષી દાસ દ્વારા આ પરીક્ષણ કરવામાં આવ્યું છે. તેમણે મશીન લર્નિંગ પ્રોગ્રામનો ઉપયોગ કર્યો છે, જેથી મનુષ્યનું દિમાગ જેમ પ્રોસેસ કરે છે તે રીતે આ ડિવાઇસ પણ ભોજનને પ્રોસેસ કરશે અને મનુષ્યની જેમ તેનું વિશ્લેષણ કરશે.

ભોજન ખરાબ થયું છે કે નહીં, જાણી લો નવી ઈલેક્ટ્રોનિક જીભથી: ફૂડ સેફ્ટી અને ક્વોલિટી કન્ટ્રોલમાં પણ ઉપયોગ કરી શકાશે આ ડિવાઇઝનો 2 - image

91 ટકા સફળતા

આ ઈલેક્ટ્રોનિક જીભની સફળતા હાલમાં 91 ટકા છે. નેચરલ નેટવર્ક પેરામિટર્સના આધારે આ જીભની સફળતાની ટકાવારી આટલી છે. જો કે, આ ડિવાઇસ પોતે પણ શીખે છે અને તેના આધારે સફળતાની ટકાવારીમાં સુધારો જોવા મળી શકે છે અને તે 95 ટકા સુધી પહોંચી શકે છે.

આ પણ વાંચો: ઓનલાઇન ખરીદીમાં સ્કેમ: ફ્લિપકાર્ટ પે લેટરના ગ્રાહકોને કરવામાં આવી રહ્યાં છે ટાર્ગેટ, જાણો કેવી રીતે બચી શકો છો?

સરખી વસ્તુઓમાં પણ તફાવત શોધશે

આ ઈલેક્ટ્રોનિક જીભની કાર્યક્ષમતા જાણવા માટે બે સરખા સોફ્ટ ડ્રિન્ક અને બે અલગ અલગ કોફી પર પરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ પરીક્ષણમાં દૂધમાં કેટલું પાણી ઉમેરાયું છે, ફ્રુટ જ્યૂસ ક્યારે ખરાબ થવાની શક્યતા છે અને તેમાં કોઈ નુકસાનકારી તત્ત્વો છે કે નહીં તે માપવામાં આવ્યું છે. આ ડિવાઇસનો ઉપયોગ ફૂડ સેફ્ટી અને ક્વોલિટી કન્ટ્રોલ માટે પણ થઈ શકે છે.


Google NewsGoogle News