AI ઇમેજ જનરેશન : મસ્તીથી થોડું વિશેષ
- ík{u Ãký yuykRÚke R{us r¢yux fhðkLkk ÷uxuMx xÙuLz{kt ÷ÃkuxkÞk?
આપણે ભારતીયો બાળકો જેવા જ છીએ - મનને પ્રવૃત્ત રાખવા કોઈ ને કોઈ રમકડું જોઈએ.
વર્ષો પહેલાં ગણપતિજી દૂધ પીવે છે એ રમકડું લોકોને એવું ગમી ગયેલું કે સોશિયલ મીડિયા પહેલાંના એ સમયમાં દેશભરનાં
મંદિરો બહાર લોકોની લાઇન લાગી ગઈ હતી (આપણી આ ખાસિયત જાણતા હોવાને કારણે જ કોરોના
સમયે વડા પ્રધાને આપણને થાળી વગાડવાના ચાળે ચઢાવેલા!). એમ હમણાં, લોકોને ગ્રોક નામનું રમકડું હાથ લાગ્યું ને લોકો તેની પાસે મોદીજી ને રાહુલ ગાંધીની
કર્મકુંડળી કઢાવવાની રમતે ચઢ્યા. ત્યાં હવે,
ચેટજીપીટી આપણા ફોટા
પરથી મસ્ત, ક્યૂટ ઇમેજ બનાવી આપે છે એવી
ખબર પડતાં સૌ એ તરફ દોડ્યા.
દોડ્યા એટલે કેવા દોડ્યા?! ચેટજીપીટીના યૂઝર્સની સંખ્યા માંડ એક કલાકમાં દસેક લાખ જેટલી વધી ગઈ
(ઇન્સ્ટાગ્રામ એપ લોન્ચ થઈ ત્યારે આટલા
યૂઝર્સે પહોંચતાં તેને બે મહિના લાગ્યા હતા). ગિબલી સ્ટાઇલમાં ઇમેજ બનાવવાનો આ
ટ્રેન્ડ ભારત પૂરતો સીમિત નથી. દુનિયાભરના લોકોને એનું ઘેલું લાગ્યું છે.
ચેટજીપીટી પર આ સર્વિસ હવે મફતમાં ઉપલબ્ધ થઈ છે, પરંતુ પહેલાં પેઇડ હતી ત્યારે લોકો, જેમની પાસે પેઇડ એક્સેસ હોય
તેની પાસે પહોંચી, રૂપિયા ખર્ચીને પોતાની ગિબલી
ઇમેજ તૈયાર કરાવવા લાગ્યા - એ માટે તદ્દન અજાણ્યા લોકોને પોતાના ફોટોગ્રાફ આપતાં
પણ લોકો ખચકાયા નહીં.
આ બધી તમારે માટે નવી વાત હોય તો...
‘røkçk÷e’ xÙuLz þwt Au? y[kLkf fu{ swðk¤ ykÔÞku?
એઆઇથી ઇમેજ જનરેટ કરતી આપતાં અનેક ટૂલ્સ છે, પરંતુ આપણે માટે બહુ જાણીતી સર્વિસ ચેટજીપીટીએ ઇમેજ જનરેશનની કેપેસિટી ધરાવતું એક નવું મોડેલ લોન્ચ કર્યું, એક અમેરિકન સોફ્ટવેર એન્જિનીયરે મસ્તી ખાતર પોતાના ફેમિલીનો ફોટોગ્રાફ આપીને તેને ગિબલી એનિમેશનની સ્ટાઇલમાં કન્વર્ટ કરી આપવાનો પ્રોપ્ટ આપ્યો, જે ઇમેજ મળી તે તેણે એક્સ પર શેર કરી, લોકોને પણ ગમી એટલે સૌ પોતપોતાની ગિબલી ઇમેજ બનાવવા દોડ્યા. હકીકતમાં, ચેટજીપીટીમાં ઇમેજ જનરેશન માટે ગિબલી સ્ટાઇલ પર કોઈ ખાસ ફોકસ નહોતું!
ÃkkuíkkLkwt
r¢yuþLk ðkRh÷ Úkíkkt, røkçk÷eLkk Mksof Ãkkuíku ¾wþ Au?
ગિબલી એ ટોક્યો, જાપાન સ્થિત એનિમેશન સ્ટુડિયો
છે. તેના સ્થાપકોએ જુદાં જુદાં કેરેક્ટર્સને એકદમ હળવી, સુરેખ શૈલી અને સુંદર, સોફ્ટ વોટર કલર્સમાં રજૂ કરતી
એનિમેશનની એક સ્ટાઇલ વિક્સાવી છે, જે ગિબલી સ્ટાઇલ તરીકે જાણીતી
બની. (નોબિતાનાં કાર્ટૂન અને તેને કેરેક્ટર્સ યાદ છે? એ ગિબલીનાં નથી, પણ કંઈક એવાં જ). ગિબલી
સ્ટાઇલના સર્જક પોતે હાલના ટ્રેન્ડથી બિલકુલ રાજી નથી. એ દરેક એનિમેશન માટે કલાકો સુધી, જાતે, પોતાના હાથે સર્જન કરવા
ટેવાયેલા છે, એની એઆઇ બનાવટ તેમનને કલા અને
જીવનના અપમાન જેવી લાગે છે.
yuykR R{us
sLkhuþLk Võík [uxSÃkexe{kt þõÞ Au?
ના, ચેટજીપીટી ઉપરાંત સંખ્યાબંધ એઆઇ ટૂલ્સમાં ઇમેજ જનરેશન શક્ય છે. આમાંથી અમુક ટૂલ્સ ટેક્સ્ટ-ટુ-ઇમેજ મોડમાં કામ કરે છે એટલે કે આપણે માત્ર શબ્દોમાં વર્ણન આપવાનું અને ટૂલ એ મુજબ ઇમેજ બનાવી આપે. તો કેટલાંક ઇમેજ-ટુ-ઇમેજ મોડમાં કામ કરે છે. હાલનો વાઇરલ ટ્રેન્ડ આવા મોડનું ઉદાહરણ છે, તેમાં આપણે પોતાને મનગમતી કોઈ પણ ઇમેજ આપીને તેને ગિબલી સ્ટાઇલ ઇમેજમાં ફેરવી શકીએ. ખરેખર તો ફક્ત ચેટજીપીટી નહીં, કોઈ પણ સારા એઆઇ ઇમેજ જનરેશન ટૂલમાં આવું શક્ય છે, ફક્ત આપણો પ્રોપ્મ્ટ સ્પષ્ટ હોવો જોઈએ.
yuykR R{us
sLkhuþLk ¾hu¾h þwt Au?
અત્યારે આપણે સૌ ગિબલી ટ્રેન્ડમાં લપેટાયા છીએ એટલે તેનાથી વિશેષ ખાસ કશું
વિચારી શકતા નથી, પરંતુ એઆઇ જે રીતે ટેક્સ્ટ
અને કોડ જનરેશનમાં ઘણી આગળ વધી ગઈ છે એ જ રીતે ઇમેજ અને વીડિયો જનરેશનમાં પણ ઘણી
આગળ વધી છે.
આપણે પ્રોફેશનલ ડિઝાઇનર્સ નથી, પણ સોશિયલ મીડિયાને કારણે અધકચરા આર્ટિસ્ટ તો જરૂર બની ગયા છીએ. તમને રસ હોય તો ચેટજીપીટી કે અન્ય એઆઇ ટૂલની એપ ડાઉનલોડ કરો અને ગિબલીથી ાગળ વધીને નવા અખતરા કરો શરૂ!
yuykR R{us
yurz®xøk{kt çkeswt þwt þwt ÚkE þfuu?
કોઈ પણ સારા એઆઇ ઇમેજ જનરેટર ટૂલને આપણે ફક્ત શાબ્દિક સૂચના આપીને તેની પાસેથી સારાં ઇલસ્ટ્રેશન કે ઇમેજ કે ડિઝાઇન તૈયાર કરાવી શકીએ છીએ. શરત એટલી કે આપણે જે કામ લેવું હોય તેનો પૂરતો રેફરન્સ ડેટા એ ટૂલ પાસે હોવો જોઈએ. ગિબલીનું જ ઉદાહરણ જોઈએ તો આ સ્ટાઇલની ગ્લોબલ પોપ્યુલારિટીને કારણે એઆઇ ઇમેજને ગિબલી સ્ટાઇલમાં સહેલાઈથી ફેરવી શકે છે. તે ઇમેજમાંથી ઓઇલ-કલર પેઇન્ટિંગ, વોટર કલર પેઇન્ટિંગ, સ્કેચ વગેરે પણ ક્રિએટ કરી શકે. ઇમેજમાંથી બેકગ્રાઉન્ડ દૂર કરવું એ હવે એઆઇ માટે રમત વાત છે!
yk xÙuLz nS
ykøk¤ [k÷þu fu Mk{Þ síkkt ykuMkhe sþu?
દરેક સોશિયલ મીડિયા ટ્રેન્ડની જેમ ગિબલી ઇમેજ ક્રિએટ કરવાનો ટ્રેન્ડ વહેલા
મોટો ઓસરી જવાનો છે એ નક્કી છે. પરંતુ આ ટ્રેન્ડનો ફાયદો એ છે કે તેનાથી લોકોને
એઆઇથી શું શું શક્ય છે એનો નજીકનો પરિચય થયો. તમને પોતાને આર્ટમાં રસ હોય તો તેમાં
વધુ ઊંડા ઊતરી શકો. એ સાથે એ પણ હવે કદાચ વધુ સારી રીતે સમજાઈ ગયું હશે કે બદઇરાદો
ધરાવતા લોકો એઆઇ પાસેથી કેવું કામ લઈ શકે છે. લગભગ બધાં એઆઇ ટૂલ્સને આવા
દુરુપયોગને ટાળવા માટે ટ્રેઇન કરવામાં આવે છે, છતાં, એ અશક્ય નથી.